સુરતના ફોર્ચ્યુન મોલમાં લાગી આગ : બે યુવતીના મોત

શું રાજકોટ વાળી?

અનેક વખત તંત્ર દ્વારા ફાયર NOC મેળવવા બાબતે આપી હતી નોટિસ છતાં કર્યા આંખ આડા કાન

સુરત, તા. 6
ડાયમંડ નગરી સુરતમાં આગની ઘટના બની હતી. શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચુન મોલમાં લાગી હતી. મોલમાં આવેલા જીમ અને સ્પામાં આગ લાગતા બે યુવતિના મોત નિપજ્યાં હતા. સ્પામાં કામ કરતી યુવતિઓ દાઝી જતાં મોતને ભેટી હતી. આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં મેયર દક્ષેણ માવાણી પણ દોડી આવ્યા હતા. ઘટના અંગે ફાયર ઓફિસરે જણાવ્યું, સિટીલાઇટ એરિયાના ફોર્ચુન મોલમાં ટોચના માળે જીમ અને સ્પામાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. 10 થી 12 જેટલી ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. બે મહિલાઓના ગૂંગળાઈ જવાથી મોત થયા હતા. બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આગ કઈ રીતે લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, તે તેના મિત્રની રાહ જોતો હતો ત્યારે કઈંક સળગતું હોય તેવી સ્મેલ આવતી હતી. ઉપર જોતાં ધૂમાડાના ગોટા જોવા મળ્યા હતા. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ કોમ્પલેક્સને અગાઉ પાંચ વખત ફાયર ગઘઈ માટે નોટિસ અપાઈ ચૂકી છે. જીમમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો, જે અંગે પણ જીમ સંચાલકને નોટિસ ફટકારાઈ હતી. જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયની સામે આવેલા કોમ્પલેક્સમાં આગ લાગી હતી.
સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ કોમ્પલેક્ષને ફાયર ગઘઈ માટે નોટિસ પણ આપી હતી. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પલેક્સમાં મોટી દુર્ઘટના બની છે. શિવપૂજા કોમ્પલેક્સના ચોથા માળે જીમ અને સ્પામાં વિકરાળ આગ લાગતા બે મહિલાના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય ત્રણ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ હાલ જે વિકટ પરિસ્થિતિ કોર્પોરેશન માટે ઊભી થઈ તે બાદ ફાયર એનઓસી ના નિયમોને અત્યંત જટિલ બનાવવામાં આવ્યા હતા. તે માત્ર રાજકોટ પૂરતા જ સીમિત નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેની યોગ્ય અમલવારી થાય તે મુજબના પગલાં લેવામાં આવ્યા પરંતુ હાલ સુરતમાં જે ફરી એક વખત આગની ઘટના ઘટી તે એક નહીં અનેક પ્રશ્નો ઊભા કરે છે સાથો સાથ તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કારણકે જે જગ્યાએ આગ લાગી તેને એકવાર નહીં અનેકવાર ફાયર એનઓસી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી છતાં તેના દ્વારા આ અંગે કોઈ પણ ગંભીરતા દાખવવામાં આવી ન હતી.
હાલ જે આગની ઘટના ઘટી તેમાં જવાબદારી કોની ફિક્સ થશે તે તો આવનારો સમય જણાવશે પરંતુ આ પ્રકારની ઘટના ઉપર અંકુશ મેળવવામાં નહીં આવે અને યોગ્ય વ્યવસ્થા અને આકરું વલણ તંત્ર દ્વારા દાખવામાં નહીં આવે તો એક નહીં આ પ્રકારની અનેક દુર્ઘટનાઓ ઘટી શકે છે. રાજ્ય સરકારે અને સ્થાનિક પ્રશાસને આ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવો ખૂબ જરૂરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:57 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm