સ્પર્ધાત્મક કોચિંગ ક્લાસિસની ખેર નહીં: 36 સ્થળો પર GST ત્રાટકી

ચાલી રહેલા દરોડામાં 7.49 કરોડની કરચોરી પકડી : આંકડો વધવાની શક્યતા

રાજકોટ, તા. 7
સમગ્ર દેશમાં ગત નાણાકીય વર્ષ પૂરું થવાને આડે હવે બે માસનો સમય બાકી રહ્યો છે ત્યારે જુના ટાર્ગેટો ના લક્ષ્યાંકને પહોંચવા માટે હાલ દરેક સંભવત પ્રયત્નો વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગ હોય, જીએસટી વિભાગ હોય કે અન્ય કોઈ આ તમામ ભાગો દ્વારા હાલ તમામ જરૂૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને કરચોરોને ન બક્ષવામાં આવે તે દિશામાં હાલ કાર્યવાહી પણ થઈ રહી છે. મળતી માહિતી મુજબ ગઈકાલે સમગ્ર રાજ્યમાં આશરે 36 જગ્યાઓ પર જીએસટી વિભાગ ની ટીમ ત્રાટકી હતી અને જે સ્પર્ધાત્મક પરીક્ષા ના ક્લાસીસ ચલાવી રહ્યા છે તેમના પર તવાઈ બોલાવવામાં આવી હતી. આ દરોડામાં વિભાગે 7.49 કરોડની કરચોરી પકડી છે.ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં GSTના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, ભરૂૂચ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, સુરેન્દ્રનગર, સુરત સહિતના શહેરમાં 36 સ્થળોએ GST વિભાગે દરોડા પાડ્યા છે. રાજ્યના કુલ 36 સ્થળે મળીને 11 કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર દરોડા અને જપ્તીની કાર્યવાહી પણGST વિભાગ દ્વારા કરવામાં આવી છે. SGSTવિભાગે કોચિંગ ક્લાસિસમાં દરોડા દરમિયાન 7.49 કરોડની કરચોરી ઝડપી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ દરોડા પાછળનું સૌથી મોટું કારણ કોઈ હોય તો એ છે કે આ તમામ કોચિંગ ક્લાસ દ્વારા જે વેરાનું દર હોવું જોઈએ તે નથી ઊલટું તેનાથી ઓછું અવલોકન કરવામાં આવ્યું છે. આ અંગેની જાણ થતા જ સમગ્ર રાજ્યમાં જીએસટી વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈને છેલ્લા દસ દિવસથી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી પણ સામે આવી છે. રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ ઉપર ગઈકાલે SGST વિભાગે રેડ કરી હતી અને કરચોરી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ત્યારે અમદાવાદમાં પણ 10 સ્થળોએ SGST વિભાગે દરોડા પાડ્યા હતા. પાન મસાલા, તમાકુના ડીલરો પર SGST વિભાગે દરોડા પાડ્યા અને કરોડો રૂૂપિયાના બિનહિસાબી રોકડના વ્યવહારો મળી આવ્યા હતા. SGSTવિભાગે ચાંગોદર, S.G.હાઈવે સહિત શહેરના અલગ અલગ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને SGST વિભાગના આ દરોડામાં રૂૂપિયા 9.22 કરોડની કરચોરી મળી આવી હતી. તપાસ દરમિયાન કરોડો રૂૂપિયાના બિનહિસાબી રોકડના પણ વ્યવહારો દ્વારા વેચાણ મળી આવ્યા હતા. SGST વિભાગ દ્વારા તમામ જગ્યાઓ પર અલગ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ICE ક્લાસિસ પાસેથી મળી આવ્યા 1.75 કરોડના બિનહિસાબી વ્યવહારો
ત્રણથી ચાર દિવસ પૂર્વે તે જીએસટી દ્વારા રાજકોટના બે સ્પર્ધાત્મક ક્લાસીસ પર નરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી હાલ જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આઈસીઇ ક્લાસીસ માંથી કુલ 1.75 કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરાવતા હોય તેવા આશરે 40 જેટલા ક્લાસીસ સંચાલકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગે રાજયવ્યાપી દરોડા પાડયા હતાં.રાજકોટમાં પણ જી.એસ.ટીની અન્વેષણ વિંગની એક ટીમે કાલાવડ રોડ ઉપર આવેલી મૌલિક ગોંધિયા સંચાલિત આઈસીઈ કલાસિઝમાં દરોડા પાડયા હતા.અને કરચોરી અંગે સઘન તપાસો હાથ ધરવામાં આવી હતી.આ તપાસોનાં અંતે આ કલાસિઝ સંચાલક દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યાઓછી દર્શાવી કરચોરી કરાતી હોવાનું બહાર આવેલ હતું.જીએસટી વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ઉપરોકત કલાસિઝ સંચાલકને ત્યાં તપાસનાં અંતે રૂૂ.1.75 કરોડના બિનહિસાબી વ્યવહારો મળવા પામ્યા હતાં. અને રૂૂ.40 લાખની કરચોરી ઝડપાઈ હતી.આ કરચોરીની વસુલાત માટે તંત્રએ તજવિજ હાથ ધરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:42 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech