હવે એટેક જ આવવાનો બાકી : CFO દવે

ચાર્જ સંભાળ્યો ત્યારે તન-મન સંપૂર્ણ સ્વસ્થ હતુ, ઇન્ચાર્જ બનતાની સાથે જ બીપી, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનો બન્યો શિકાર

નોકરીને દસ વર્ષ બાકી છે ત્યારે આશરે 90 લાખની નુકસાની સહન કરીશ પણ મનપામાં નોકરી નહીં કરું : દવે

રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ રાજકોટ મિરર સાથે કરી ખુલ્લા મને વાતચીત

માત્ર ફાયર વિભાગ જ નહીં ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પણ ગૂંગળાઈ રહ્યા હોવાની ચર્ચા જ્યાં સુધી કર્મચારીઓ તથા અધિકારીઓનું મોરલ ઊંચું નહીં આવે ત્યાં સુધી કામગીરીમાં જોવા મળશે ઢીલીનીતિ

રાજકોટ, તા. 29

રાજકોટ મહાનગરપાલિકા હાલ છેલા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળે છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગ હોય કે પછી ફાયર વિભાગ હોય વાત જ ન થાય. મહત્વનું એ છે કે આ બંને વિભાગ ના લાંચિયા અધિકારીઓના પગલે અન્ય અધિકારીઓએ પણ ઘણી મુશ્કેલી અને તકલીફ બ્ોઠવી પડે છે એટલું જ નહીં આ અધિકારીઓના પાપે લોકોને પણ આ વિભાગ પર જે ભરોસો હોવો જોઈએ તે પણ ઉઠી ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં પણ શું મહાનગરપાલિકા ના સંબંધિત વિભાગના અધિકારીઓ આ મુજબની કામગીરી કરશે કે કેમ કારણકે જો આ જ પ્રથા યથાવત ચાલતી રહી તો ઘણા ખરા કિસ્સામાં નુકસાની લોકોએ વેઠવી પડશે અને અધિકારીઓએ પણ અન્યના દોષનો ટોપલો હાલ ભોગવો પડશે. આ અંગે ખરા અર્થમાં રાજકોટ ફાયર વિભાગના ટોચના અધિકારીઓએ સમજવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે જો આ પગલાં લેવામાં અધિકારીઓ આગળ નહીં વધે તો કર્મચારીઓનું મોરલ ડાઉન થઈ જશે. વાસ્તવિકતા તો એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ટાઉન પ્લાનિંગ વિભાગ હોય કે પછી ફાયર વિભાગ હોય આ બંને વિભાગના કર્મચારીઓ હાલ જે મુક્ત મને કામગીરી કરવા જોઈએ તે કરતા નથી ઊલટું તેમનામાં ક્યાંકને ક્યાંક ડર વ્યાપે ઉઠ્યો હોય તેવું લાગે છે. આ અંગે અનેકવિધ ફરિયાદો ઉઠવા પામી છે પરંતુ હજુ સુધી જે ટોચના અધિકારીઓએ જે પગલાં લેવા જોઈએ તે લેવામાં આવ્યા નથી. ત્યારે હવે જે મેણું ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગ ઉપર લાગ્યું છે તે કેવી રીતે દૂર કરી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓએ વિચાર કરવો ખૂબ જરૂરી અને અનિવાર્ય બન્યો છે. કારણ કે જ્યારે પણ મનપાના સત્તાધીશો જે છબી ખરડાઈ છે તેને સરખી કરવા માટે મહેનત કરે ત્યારે જ ક્યાંક ફરી કોક નવી ઘટના અથવા તો કૌભાંડ સામે આવી જાય છે અને પાછું જે પરિસ્થિતિ યથાવત ઊભી રહી હોય તે જ જોવા મળતી હોય છે.

છેલ્લા ઘણા સમયથી ફાયર વિભાગ હાલ અખબાર ના ન્યુઝમાં જોવા મળે છે આ તકે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે નિખાલસતા પૂર્વક અને ખુલ્લા મને રાજકોટ મિરર સાથે વાતચીત કરી હતી જેમાં તેઓ ભાવુક થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે તેમના વિભાગ દ્વારા એ જરૂરી તમામ કામગીરી કરવામાં આવી રહી છે જેથી ફાયર વિભાગની જે છબીને હાનિ પહોંચી છે તે ન રહે અને લોકો ફાયર વિભાગની કામગીરી ઉપર ભરોસો રાખે. પરંતુ જે ઘટના દિન પ્રતિદિન જોવા મળે છે તેને કઈ રીતે ડામવી તે માટે વિભાગ દ્વારા પણ સર્વગ્રાહી પગલાઓ લેવામાં આવે છે પરંતુ એનકેન પ્રકારે તે પ્રયત્નો ચરિતાર્થ ન થતાં ફરી જે સ્થિતિ જોવા મળતી તે જ સ્થિતિ હાલ વિભાગમાં જોવા મળી છે. આ તમામ ઘટનાઓને ધ્યાને લઈને જ ફરજ મુક્તિ માટે અરજી મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી પરંતુ હજુ સુધી તેને ગ્રાહ્ય રાખવામાં આવી ન હોવાનું ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે જણાવ્યું હતું. આ અંગે અનેક અટકડો ચાલી રહી છે કે શું કામ અમિત દવે તેમની ફરજ પરથી હટી રહ્યા છે પરંતુ આ અંગે જ્યારે રાજકોટ મિરર સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે હાલ કામનું ભારણ, વર્ક લોડ અને સામાજિક જીવન જે દરેક વ્યક્તિનું હોવું જોઈએ તે નથી અને પરિણામ સ્વરૂપે અનેક બીમારીઓ ઘર પણ કરી ગઈ છે. જો જીવનને સોચાર રૂપથી આગળ ધપાવું હોય તો આ જવાબદારી છોડવી ખૂબ જ અગત્યની છે પરિણામ સ્વરૂપે જ માત્ર ઇન્ચાર્જ ફાયર ઓફિસર નો ચાર્જ નહીં પરંતુ મહાનગરપાલિકાની નોકરી જ મૂકવી આવશ્યક બની છે.

ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે જણાવ્યું હતું કે હાલ જે રીતે કામના ભારણ નીચે તેઓ દબાયેલા છે તેને લઈને એ નિર્ણય લેવામાં આવ્યો કે તેઓ મહાનગરપાલિકાની જવાબદારીમાંથી નિવૃત્તિ લઈ લઈએ એટલું જ નહીં તેઓ જણાવ્યું હતું કે હવે બાકી રહેતા 10 વર્ષ જો તેઓ નોકરી નથી કરતા તો તેઓને લાખો રૂપિયાની નુકસાની થાય તેમ છે પરંતુ સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું છે એટલું જ નહીં પરિવાર સાથે જરૂરી સમય પણ વિતાવવો છે અને માનસિક શાંતિ મળે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને જ નિવૃત્તિ ની માંગણી કરવામાં આવી છે.

ફાયર વિભાગની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જેમાં જે જરૂરી કામગીરી થવી જોઈએ અને જે ગતિથી થવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક જોવા મળતી નથી અને છેલ્લે વર્ક લોડ ની સાથોસાથ જે કામનું ભારણ છે તે પણ વધી ગયું છે અને પુત્રોતર લોકોની અરજીઓ પણ આવતી હોય છે જેને યોગ્ય રીતે ન્યાય આપી શકાતો નથી. હવે મહાનગરપાલિકા માટે પણ સૌથી મોટો માથાનો દુખાવો એ જ છે કે જ્યારે ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે ફરજ મુક્તિ માટે જે માંગણી કરી છે અને જવાબદારી છોડવાનો જે નિર્ણય લીધો છે તે બાદ ફાયર વિભાગની જવાબદારી કોણ સંભાળશે તે પણ હાલ મહાનગરપાલિકા માટે વિચાર કરવા જેવો મુદ્દો ઊભો થયો છે. એટલું જ નહીં મહત્વનું તો એ છે કે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ અધિકારી રાજકોટ જવાબદારી સંભાળવા તૈયાર નથી જે સૂચવે છે કે આ શ્રાપિત જગ્યા પર કોઈ કામ કરવા માટે તૈયાર નથી કારણકે દરેકને એ વાતનો ડર છે કે જો આ જગ્યા પર ફરજ બજાવવામાં આવશે તો તેઓ ઉપર પણ માછલા ધોવાશે આ ડરના કારણે જ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્વેચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે કા તો વિભાગ બદલવા માટે મહાનગરપાલિકાને અને ખાસ મ્યુનિસિપલ કમિશનરને આજીજી કરી રહ્યા છે આજ સ્થિતિ ફાયર વિભાગમાં પણ જોવા મળે છે ત્યારે આવનારા દિવસોમાં ખરા અર્થમાં ફાયર વિભાગનું શું થશે તે હવે ભગવાન ભરોસે છે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ઇન્ચાર્જ ફાયર અધિકારી અમિત દવે આ જવાબ્ાદારી સંભાળવા માટે સહેજ પણ તૈયાર નથી.

જૂનાગઢ ડેપ્યુટેશન પર રહેલ CFO દિપક જાની રાજકોટ ચાર્જ સંભાળે તેવી અટકળો

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નો ચાર્જ હાલ અમિત દવે પાસે છે પરંતુ તેઓએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે પરંતુ મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે અમિત દવેની જે જગ્યા પડી છે તેના પર કોઈ અન્ય અધિકારી આવવા માટે તૈયાર નથી પરંતુ અધિકારી અમિત દવે સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે હાલ જુનાગઢ ડેપ્યુટેશન પર રહેલ ચીફ ફાયર ઓફિસર દીપક જાની કદાચ રાજકોટ ચીફ ફાયર ઓફિસર નો ચાર્જ સંભાળે તો નવાઈ નહીં કારણકે તેમની ઈચ્છા છે અને તેમનું માનવું છે કે આ અંગે જો સરકાર ઓર્ડર કરશે અને જવાબદારી શોપસે તો તેઓ નિભાવવા માટે તૈયાર છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે શું રાજ્ય સરકાર દીપક જાણીને જવાબદારી શોભે છે કે કેમ કારણકે અગાઉ પણ અમદાવાદના ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી નું નામ પણ ચર્ચામાં આવ્યું હતું પરંતુ તેઓનો પણ ઓર્ડર રાજ્ય સરકાર દ્વારા કાઢવામાં આવ્યો ન હતો ત્યારે હવે રાજકોટની જવાબદારી કોણ અધિકારી સંભાળશે તે તો આવનારો સમય જ નક્કી કરશે.

રિલાયન્સ મોલ, ફનવર્લ્ડ-ક્રિસ્ટલ મોલમાં ગેમઝોન થશે શરૂ : અભિગમ હકારાત્મક

ગેમઝોન બાબતે રાજ્ય સરકારે સંચાલકો અને સ્થાનિકો માટે ખૂબ સારા સમાચાર આપ્યા હતા જેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાલ સમગ્ર રાજ્યના જે ગેમ ઝોન છે તે ખુલી જશે પરંતુ રાજકોટ ખાતે હજુ પણ એક પણ ગેમઝોન ખુલ્યા નથી આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે જણાવ્યું હતું કે રિલાયન્સ મોલ માં જે ગેમ ઝોન છે તેને ફાયર એનઓસી આપી દેવામાં આવ્યું છે બીજી તરફ ફન વર્લ્ડનું પણ ઇન્સ્પેક્શન પૂર્ણ થયેલ છે જ્યારે ક્રિસ્ટલ મોલમાં હાલ ઇન્સ્પેક્શન થયું પરંતુ તેની સાથોસાથ જે વધુ ફાયર ફાઈટર લગાવવાની જરૂરિયાત હોય તે મુજબ સૂચના આપવામાં આવેલી છે. જેથી ફાઇનલ એનઓસી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવશે જેથી દિવાળી પૂર્વે જ આ ગેમ ઝોન શરૂ થઈ જાય તેવી હાલ વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જેથી લોકો મન મૂકીને આ તહેવાર માણી શકે.

ઇમ્પેક્ટની કામગીરી ખોરંભે ચડી હોવાનું એકમાત્ર કારણ કે ઘણી ખરી જગ્યામાં ત્રણ મીટર માર્જિન છોડવામાં નથી આવી

હાલ રાજકોટ ની ચર્ચા રાજ્ય સરકાર સુધી થઈ રહી છે અને તેમાં પણ જ્યારે ઇમ્પેક્ટ ની કામગીરીની વાત આવે ત્યારે તો કોઈ પણ અધિકારી આ મુદ્દે બ્ાોલવા પણ તૈયાર નથી ત્યારે રાજકોટમાં ઇમ્પેક્ટની કામગીરી જે રીતે ખોરંભે ચડી છે તેની પાછળનું સૌથી મોટું કારણ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે જણાવ્યું હતું કે કોઈપણ જગ્યામાં ફાયર વિભાગની જે ગાડીઓ છે તેને ગુસ્સવા માટે ત્રણ મીટરની ઓરસ ચોરસ માર્જિન હોવી જરૂરી છે. પરંતુ રાજકોટમાં ઘણી ખરી એવી જગ્યાઓ છે કે 3 મીટર માર્જિન મૂકવાની જગ્યા નહીં પરંતુ એટલો સાંકડો રસ્તો છે કે ત્યાં ફાયર ફાઈટરો જઈ પણ ન શકે. ત્યારે આ પ્રકારની અનેકવિધ મિલકતો ઇમ્પેક્ટ હેઠળ આવેલી છે પરંતુ આ પ્રશ્નના કારણે મહાનગરપાલિકા રાજકોટના હાથ બંધાયેલા છે અને રાજ્ય સરકાર દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે. એટલું જ નહીં વધુમાં તેઓ ઉમેર્યું હતું કે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા પણ આ અંગે રાજ્ય સરકારમાં એક નહીં અનેક પત્રો લખ્યા છે અને ઝડપભેર આ અંગે નિર્ણય આવે તે માટે રજૂઆત પણ કરવામાં આવી છે. વધુમાં તે ઉમેર્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા પાસે સત્તા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ હાલ જે મુદ્દો સામે આવ્યો છે તેમાં સ્થાનિક પ્રશાસન નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા જ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવે તેવી સ્થિતિ ઉદ્ભવિત થઈ છે.

દિવાળી હેમખેમ પૂરી થાય એ જ ફાયર વિભાગની આશા દિવાળી હેમખેમ પૂરી થાય એ જ ફાયર વિભાગ એ આશા વ્યક્ત કરી છે કારણ કે હાલ ફાયર વિભાગના અધિકારીઓ ગઈકાલથી જ સ્ટેન્ડ બાય મોડ ઉપર આવી ગયા છે અને તેઓ ભગવાનને પણ એ જ પ્રાર્થના કરે છે કે આ નવા દિવસોમાં એટલે કે આ તહેવારના સમયે કોઈ પણ પ્રકારની કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તેઓ પ્રયત્નશીલ છે જે તેમના માટે સૌથી મોટો ચેલેન્જ નો વિષય પણ ઊભો થયો છે. બ્ાીજી તરફ જે કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે તેને પણ અવગણી ન શકાય ત્યારે લિમિટેડ સ્ટાફ અને લિમિટેડ સાધનો વચ્ચે ફાયર વિભાગ એ આવનારા દિવસોમાં કામગીરી કરવાની છે એટલું જ નહીં તેઓએ આસવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આગામી એક વર્ષમાં નાના ફાયર ફાઈટરો જે છે તેવા પાંચ મહાનગરપાલિકા ખરીદી હશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:25 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech