કટારીયા બ્રિજ સહિત 67 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ હવાલે

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિત અન્ય દરખાસ્તો પર થશે ચર્ચા વિચારણા

રાજકોટ, તા. 6
રાજકોટનો વિકાસ ડગલેને પગલે થઈ રહ્યો છે ત્યારે મહત્વનું એ છે કે હાલ રાજકોટના અનેકવિધ વિસ્તારો માં વિકાસની હરણફાળ જોવા મળી રહી છે ત્યારે રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી કટારીયા ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા અને અંડર પાસ નો પ્રોજેક્ટ ને આગળ ધપાવવા માટે ઘણાખરા વિઘ્નો સામે આવ્યા હતા જેને કદાચ કહી શકાય કે મહાનગરપાલિકાએ પાર કરી દીધા છે અને હવે આ પ્રોજેક્ટ ની અમલવારી કરવાનો સમય આવી ગયો હોય તે માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કટારીયા ચોકડી પાસેના બ્રિજની દરખાસ્ત મુકવામાં આવી છે. કટારીયા ચોકડી પર જ્યારે બ્રિજ બનશે તો તે એક નહીં અનેક પ્રશ્નોનું નિવારણ લાવશે.
રાજકોટ મહાપાલિકામાં આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ અંગેનો નિર્ણય કરવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ દરખાસ્ત મોકલી છે. કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીએ ઉપર ફ્લાય ઓવર કેબલ બ્રિજ બનશે અને નીચે રિંગ રોડ-2 ઉપર અન્ડરપાસ બનશે. રૂૂ.167 કરોડના ખર્ચે ઉપરોક્ત બન્ને બ્રિજ બનાવવા દરખાસ્ત છે. 124 કરોડના એસ્ટીમેટ સામે 14.23 ટકા ઓનથી 167 કરોડમાં બ્રિજ બનાવવા મ્યુનિ.કમિશનરએ સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત મોકલી છે જેમાં ગાવર ક્ધસ્ટ્રક્શન અને બેકબોન ક્ધસ્ટ્રક્શનનું જોઇન્ટ વેન્ચર ટેન્ડર ફાઇનલ કર્યું હોય તેને કામ આપવા સૂચવ્યું છે.
ઉપરોક્ત પ્રોજેક્ટ માટે કુલ ચાર એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં ગાવર અને બેકબોનના જોઇન્ટ વેન્ચરએ 141.73 કરોડ (18 ટકા જીએસટી અલગ)નો સૌથી નીચો ભાવ ઓફર કર્યો હતો, જ્યારે સેક્ચડ લોએસ્ટ દિનેશચંદ્ર અગ્રવાલ ઇન્ફ્રાકોન લિમિટેડએ 142 કરોડ, થર્ડ લોએસ્ટ વિજય એમ.મિસ્ત્રી ધ્ધસ્ટ્રકશન પ્રા.લિ. અને ચેતન ક્લસ્ટ્રકશન પ્રા.લિ. જોઇન્ટ વેન્ચરએ 147 કરોડ અને મંગલમ બિલ્ડકોન ઇન્ડિયા પ્રા.લિ.એ 153 કરોડની ઓફર કરી હતી જે હાઈએસ્ટ હતી. આ મુજબ ચારેય ટેન્ડરમાં સૌથી ઓછા ભાવ ગાવર અને બેકબોનના હોય તેને કામ આપવા સુચવાયું છે.
કટારીયા ચોકડી ઉપર થ્રી લેઅર જંકશન ડેવલપમેન્ટ, કાલાવાડ રોડ પર ફલાય ઓવર બ્રીજ નીચે રિંગ રોડ- ઉપર અન્ડર પાસનું નિમર્ણિ થશે. કાલાવાડ રોડ ઉપર ફ્લાય ઓવરબ્રિજની લંબાઇ આશરે 744 મીટર લંબાઇ તથા 23.10 મીટર પહોળાઇમાં (3+3 લેન)નો આર.સી.સી. બ્રિજ બનશે.જ્યારે કેબલ સ્ટેઇડ બ્રીજ (એકસ્ટ્રા ડોઝ સ્પાન) 160 મીટર (40 મીટર + 80 મીટર + 40 મીટર), 9.00 પહોળાઇમાં બંને તરફે સર્વિસ રોડ અને કુટપાથ સાથેનો બનશે.
અન્ડર પાસની રીંગ રોડ-2 ઉપર 459 મીટર લંબાઇ તથા 8.50 + 8.50 મીટર પહોળાઇ રહેશે. 9.30 પહોળાઇમાં બંને તરફે સર્વિસ રોડ તેમજ ફૂટપાથ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આજે જે સ્ટેન્ડિંગ કમિટી મળશે તેમાં કુલ 67 દરખાસ્તો મૂકવામાં આવી છે. જેના પર આજે નિર્ણય લેવામાં આવશે.
વિવિધ રાજમાર્ગો પર થર્મોપ્લાસ્ટ માર્કિંગ
રાજકોટના ઘણા ખરા રાજમાર્ગો પર થર્મોપ્લાસ્ટ માર્કિંગની કામગીરી કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે એટલું જ નહીં આ કામગીરી દરમિયાન ઘણી ખરી રીતે એજન્સીની પણ જવાબદારી ફિક્સ કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઊભું થયું છે કારણ કે હાલ આ કાર્ય માટે 1.27 કરોડ નો ખર્ચ અંદાજિત થવાનું અનુમાન છે ત્યારે પ્રથમ વખત જ્યારે ટેન્ડર કરવામાં આવ્યું ત્યારે એક પણ એજન્સીએ રસ દાખવ્યો ન હતો ત્યારબાદ બીજા પ્રયત્નોમાં વિનાયક એજન્સીએ 15 ટકા ઓછા ભાવ આપ્યા હતા ત્રીજા પ્રયત્નમાં આ જ પેઢીએ 28% ઓછો ભાવ આપ્યો હતો અને ચોથા પ્રયત્નમાં વિનાયક દ્વારા 32.05 ટકા ઓછો ભાવ આપવામાં આવ્યો છે ત્યારે આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે પણ નિર્ણય લેવામાં આવશે જેમાં એજન્સી દ્વારા ગમે તેટલી વાર કલર જાય તો તે કલર કરવાનો રહેશે અને તમામ રાજકોટના મુખ્ય માર્ગોને થર્મોપ્લાસ્ટ માર્કિંગથી સુસજ્જ કરાશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:43 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech