ત્રણ વોર્ડને અશાંતધારામાં સમાવવા કલેકટરને રિપોર્ટ

અભ્યાસ બાદ રાજ્ય સરકારમાં મોકલાશે દરખાસ્ત : 22 મી જાન્યુઆરીની લેન્ડગ્રેબિંગ બેઠકમાં 60 કેસ ચર્ચાશે

રાજકોટ, તા. 6
અશાંતધારાને લઈ અનેકવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જેને લઈને રાજકોટના ધારાસભ્યોએ પણ આ અંગે કલેકટરને રજૂઆત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાત, આઠ અને 14 ના વિસ્તારોને અશાંતધારામાં સમાવવામાં આવે ત્યારે હાલ કલેકટર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આ અંગે રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તે રિપોર્ટ કલેક્ટરને પણ સોંપી દેવાયો છે ત્યારે આવનારા દિવસોમાં આ અંગે દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે.
દરમિયાન 22મીએ મળનારી લેન્ડગ્રેબિંગ બેઠકમાં 60 કેસ ઉપર ચર્ચા હાથ ધરાશે. રાજકોટ શહેર વોર્ડ નં.7, 8 તથા 14ના વિસ્તારોને અશાંતધારામાં સમાવવા વિશે પ્રાંત કચેરી દ્રારા કલેકટરને અહેવાલ સુપરત કરી દેવાતા હવે આ અહેવાલ પર અભ્યાસ ચાલુ કરાયો છે અને વિસ્તારોને અશાંતધારામાં સમાવવા માટેની દરખાસ્ત કલેકટર દ્રારા રાજય સરકારને કરાશે તેવું જાણવા મળી રહ્યું છે.રાજકોટમાં ગત માસે વિધાનસભા-69 તથા વિધાનસભા- 70ના ભાજપના બે ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાએ આ અંગે રજૂઆત કરી હતી જે બાદ તંત્ર ત્વરિત જ હરકતમાં આવ્યું. જે વિસ્તારોને અશાંતધારામાં સમાવવા માટેની રજૂઆતો થઇ હતી. તે બાબતે પ્રાંત કચેરી દ્રારા જરૂૂરી માહિતી સાથે અહેવાલ તૈયાર કરીને કલેકટરને સુપરત કરાયો છે.
વિસ્તારોનો અહેવાલ કલેકટર દ્રારા અભ્યાસ હાથ ધરાયો છે. જે પ્રક્રિયા બાદ દરખાસ્ત રાજય સરકારને મોકલાશે. અંતિમ નિર્ણય ગૃહ વિભાગ દ્રારા લેવાશે ત્યાંથી જે વિસ્તારો ફાઇનલ થશે તેનો અશાંતધારામાં સમાવેશ થશે.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે અને નવી માર્ગદર્શિકા જાહેર કરાય છે જેથી લેન્ડ ગ્રેબિંગના કેસોમાં પણ જે છટકબારીઓ થઈ રહી છે તે ન થાય અને યોગ્ય ન્યાય મળતો રહે સાથોસાથ હાઇકોર્ટે જે રીતે ટકોર કરવામાં આવી છે તે બાદ જિલ્લા કલેકટરોને પણ સૂચિત કર્યા છે કે નવી ગાઈડલાઈન મુજબ જ કાર્યવાહી કરવામાં આવે ત્યારે રાજકોટ જિલ્લા ની વાત કરીએ તો 22 તારીખે લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે અને કુલ 60 કેસ મૂકવામાં આવ્યા છે.
રાજય સરકાર દ્રારા હાઇકોર્ટની ટકોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટી, નિયમનમાં કરેલા ફેરબદલની નવી માર્ગદર્શિકાને લઇને રાજકોટ જિલ્લા કલેકટર તંત્રે પણ નવી ગાઇડલાઇન મુજબ કાર્યવાહી માટે એકિટવ થયું છે.રાજય સરકાર દ્રારા હાઇકોર્ટની ટકોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટી, નિયમનમાં કરેલા ફેરબદલની નવી માર્ગદર્શિકાને લઇને રાજકોટ જિલ્લા કલેકટર તત્રં પણ નવી ગાઇડલાઇન મુજબ કાર્યવાહી માટે એકિટવ થયું છે.
રાજકોટ જિલ્લ ગ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી 22 તારીખે મળનાર હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં 60 જેટલા કેસ મુકાયા છે. જે કેસ સંદર્ભે નવા નિયમ મુજબ બન્ને પક્ષકારોને નોટીસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ કમિટીનું નવુ માળખુ બનાવવા બે નાયબ મામલતદાર, બે કલાર્કનું નવુ મહેકમ ઉભુ કરવાની પણ પ્રક્રિયા ચાલુ કરાયાનું અને ટુંક સમયમાં આ નવા મહેકમમાં કલેકટર દ્રારા ઓર્ડર થશે તેવું જાણવા મળે છે

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:28 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech