સુધારણા યાદી: જિલ્લામાં 23.74 લાખ મતદારો

નવા 32,469 મતદાતાઓ ઉમેરાયા, 16,322 મતદાતાઓના નામ કમી કરાયા

રાજકોટ તા. 6
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. 29 ઓક્ટોબર 2024 થી પ્રારંભ કરાયા બાદ હાલ તા. 6 જાન્યુઆરી 2025 દરમ્યાન મતદાર યાદીમાં નામ ઉમેરવા, ફેરફાર તેમજ કમી કરવાની પ્રક્રિયાને અંતે રાજકોટ જિલ્લામાં 23,74,604 મતદાતાઓ નોંધાયા હોવાનું જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.
રાજકોટ જિલ્લામાં ગત તા. 29 ઓક્ટોબરની સ્થિતિએ 23,58,457 મતદાતાઓની યાદીમાં નવા 32,469 મતદાતાઓ ઉમેરાયા છે. જયારે 16322 મતદાતાઓના નામ કમી કરવામાં આવ્યા છે. જયારે 16,425 જેટલા મતદાતાઓની માહિતીમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.
વિધાનસભા મત વિસ્તાર મુજબ ગત ઓક્ટોબર 2024 ની સ્થિતિએ રાજકોટ પૂર્વ (68) માં 3,04,707 મતદાર સૂચીમાં 3,751 નવા મતદાર નોંધાયા છે, જયારે 1967 નામ બાદ કરવામાં આવ્યા છે, જે મળીને હાલની સ્થિતિએ 3,06,491, રાજકોટ પશ્ચિમ (69) મતવિસ્તારમાં 3,62,366 મતદાતર પૈકી નવા 4090 નવા મતદાર અને 2773 મતદાર નામ કમી સાથે કુલ 3,63,683, રાજકોટ દક્ષિણ (70) માં 2,58,848 મતદાર પૈકી 2532 નવા અને 2241 નામ બાદ પછી 2,59,139, રાજકોટ ગ્રામ્ય (71) માં 3,89,286 પૈકી નવા 8764 જયારે 2887 મતદાર નામ કમી કરાતા હાલ 395163 મતદાતાઓ, જસદણ મત વિસ્તાર (72) માં 2,63,905 ની પૂર્વ પરિસ્થિતિએ નવા 4,187 જયારે 1,229 મતદાર કમી કરાયા બાદ હાલ 2,66,863, ગોંડલ વિધાનસભા (73) માં 2,31,876 પૈકી નવા 2940 મતદાતા ઉમેરાયા છે . જયારે 1553 મતદારોના નામ બાદ કરવામાં આવતા હાલ 2,33,263 મતદાતાઓ, જયારે જેતપુર (74) વિધાનસભા મતવિસ્તારમાં 278494 મતદાતાઓ પૈકી નવા 3252 અને 1838 નામ બાદ કરાયા બાદ હાલ 2,79,908 મતદાતાઓ તેમજ ધોરાજી (75) વિધાનસભા મતવિસ્તારમાં 268975 પૈકી મતદાર યાદી સુધારણા બાદ નવા 2953 નવા મતદારો જયારે 1834 નામ કમી કરાયા બાદ હાલની સ્થિતિએ 270094 મતદાતાઓ નોંધાયા છે.
આમ રાજકોટ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાદ રાજકોટ જિલ્લામાં 23 લાખ 74 હજાર 604 મતદાતાઓ લોકસભા, વિધાનસભા મતદાન માટે નિશ્ચિત કરવામાં આવ્યા હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:01 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech