રાજકોટ મિરર, ખીરસરા, તા.21
ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 15 થી 19 વર્ષ ના શાળા એ જતા તેમજ ન જતા બાળકો માટે ત્રણ દિવસનો પીયર એજ્યુકેટર તાલિમનું આયોજન ડેકોરા ભવન મેટોડા જીઆઇડીસી ખાતે આર.કે.એસ.કે. પોગ્રામ અમલવારી કરવા માટે 15 થી 19 વર્ષના શાળાએ જતા તથા શાળાએ ન જતા બાળકોને તા.21.11.2024 થી 3 દિવસીય પીયર એજયુકેટરની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. જેમા પ્રા.આ.કેન્દ્ર ખીરસરાના મેડીકલ ઓફિસર તથા આયુષ મેડીકલ ઓફિસર તેમજ ટ્રેનર ડો.કુમાર જે.અઘેરા-સીએચઓ વાજડીવડ અને ડો.પારુલ એન.બાલઘા-સીએચઓ મેટોડા ઘ્વારા તાલીમ આપવામાં આવેલ.
