રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલા અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા કરી માંગ
રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના બિલ્ડરો ખૂબ મોટી સંખ્યામાં કલેકટરને પાઠવ્યું આવેદન
રાજકોટ, તા. 9
સમગ્ર ગુજરાતમાં હાલ જંત્રીના ભાવને લઈને ઘણી વીટામણાઓ ઊભી થઈ છે એટલું જ નહીં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિલ્ડરો અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય એસોસિએશન પણ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી રહ્યા છે એટલું જ નહીં તેમની લાગણી છે અને માંગ પણ છે કે રાજ્યના હાલ પ્રવર્તમાન જંત્રીના દરમાં થયેલ અસઈયો વધારા અંગે સરકાર પ્રજાલક્ષી અભિગમ દાખવે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ ગઈકાલે રાજકોટ બિલ્ડર એસોસિએશન અને તેની સાથે 280 થી વધુ નાના મોટા ઉદ્યોગકારો અને કામદારો ખાસ મૌન રેલી યોજી કલેકટરને આવેદન આપવા આવી પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ બિલ્ડર એસોસિએશન નું માનવું છે કે શહેરી વિસ્તારોમાં સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન થાય છે ત્યારે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી સૌથી અગત્યની મકાનની જરૂરિયાત હોય છે ત્યારે રિયલ એસ્ટેટ રાજ્ય અને દેશનું ગ્રોથ એન્જિન છે. જેથી તે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનું ઝડપ વેર નિવારણ આવે તે ખૂબ જરૂરી છે.
રાજકોટ બિલ્ડર એસોસિએશન બાંધકામ વ્યવસાયના હેતુથી કાર્યરત છે ત્યારે શહેરના 1000 થી વધારે ડેવલોપર સભ્ય તરીકે નોંધાયેલા છે અને રાજ્ય સ્તરે વ્યવસાયિક સંસ્થા ક્રેડાઈ ગુજરાત સાથે પણ સંકલન ધરાવે છે. બિલ્ડર એસોસિએશનના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પૂર્વે જંત્રી દરમાં ધરખમ વધારો કર્યો હતો જે દર 200% થી વધારી 2000% સુધી કરવામાં આવ્યો હતો અને આ વધારો તારીખ 20 નવેમ્બરના રોજ સૂચિત જંત્રી મુજબ બહાર પાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રાજ્યમાં આશરે 40,000 થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકાર દ્વારા પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માસનો સમય થયો હોવાનું જણાવ્યું હતું. બિલ્ડરોના જણાવ્યા અનુસાર આ અંગેના વાંધા રજૂ કરવા માટે ફક્ત 30 દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું હાલ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે જે ખરા અર્થમાં યોગ્ય છે.
રાજ્યના મોટાભાગના ખેડૂતોને સામાન્ય પ્રજાજનો આ અંગેની પ્રક્રિયાથી સહેજ પણ જાણતા નથી ત્યારે બિલ્ડર એસોસિએશન દ્વારા અનેક મુદ્દે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે તેમના દ્વારા આ રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવે જેથી નજીકના ભવિષ્યમાં આ અંગે યોગ્ય નિર્ણય લઈ શકાય. કલેકટરને આપવામાં આવેલું આવેદન માત્ર રાજકોટ પૂરતું જ સીમિત નહીં પરંતુ રાજ્યના તમામ મહાનગરો માં આપવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે શું આ જંત્રીદારના મુદ્દે સરકાર ક્યું પગલું રહે છે કારણકે જો આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આની માઠી અસર ઉદ્યોગને જ પડશે સાથોસાથ સામાન્ય જનતાને પણ ઘણી ખરી અસર પહોંચશે જે અંગે સરકાર અને સ્થાનિક પ્રશાસને ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી અને આવશ્યક છે. બિલ્ડર એસોસિએશન સાથે સંકળાયેલા અન્ય એસોસિએશનને પણ કલેકટરને વિવિધ રજૂઆતો કરી હતી અને જણાવ્યું હતું કે ઘણા ખરા પ્રશ્નો છે જો તેનું નિવારણ આવશે તો જ આ ઉદ્યોગ બેઠો થઈ શકશે.
કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો આધાર લેવામાં આવ્યો તે હજુ અસ્પષ્ટ
રાજ્ય સરકાર ના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલજે જંત્રીનો દર નક્કી કરવામાં આવ્યો છે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું છે ત્યારે સમગ્ર રાજ્યના દરેક વિસ્તારોની સૂચિત જંત્રી જાહેર કરી અને પ્રકાશિત કરાય છે અને આ માટે વાંધા સૂચનો પણ માંગવામાં આવેલા છે પરંતુ જાણવા જેવી વાત તો એ છે કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે કયો આધાર લેવામાં આવ્યો છે તેનો હજુ કોઈ અંદાજો નથી. વધુમાં બિલ્ડરો જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આ મુદ્દે જે ચુકાદો આપવામાં આવ્યો તે ગાઈડ લાઈન નો પણ ભંગ થઈ રહ્યો હોય તો નવાઈ નહીં.
સૂચિત જંત્રી દરથી સામાન્ય પ્રજા પર પડશે આર્થિક બોજો
બિલ્ડર એસોસિએશનના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી તૈયાર કરવામાં આવી છે તેનાથી સામાન્ય પ્રજા ઉપર આર્થિક ભારણ ખૂબ વધશે જે અંગે રાજ્ય સરકાર મુદ્દો નજર અંદાજ કરવામાં આવ્યો છે બીજી તરફ સૂચિત જંત્રીમાં દર્શાવેલ દરના કારણે નવી શરતની ખેતી જમીનને બિનખેતી કરતી વખતે ભરવા પાત્ર પ્રીમિયમની રકમમાં આવતા અસય્ય વધારાના કારણે બિનખેતી થયેલ ખંડની કિંમતમાં તેમજ ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં પણ વધારો થવાથી સામાન્ય પ્રજા માટે તે બિનખેતી પ્લોટ ખરીદવો મુશ્કેલ બનશે.
નવા પ્લાન પાસ કરતી વખતે પેઈડ FSIની રકમમાં આવશે મોટો વધારો
મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા જે સૂચિત જંત્રીમાં દર્શાવેલ દરના કારણે નવા પ્લાન પાસ કરતી વખતે ભરવા પાત્ર પેઈડ એફએસઆઇ ની રકમમાં વધારો આવશે અને તેનો માર સામાન્ય પ્રજા ઉપર પણ પડશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી તરફ સૂચિત જંત્રીમાં જે દર દર્શાવવામાં આવ્યો છે તેમાં ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટીની રકમ તેમજ જીએસટીની રકમમાં પણ વધારો આવશે.
વાંધા રજૂ કરવા માટે આપેલ સમય મર્યાદા અપૂરતી
કલેકટરને આવેદનપત્ર પાઠવતા બિલ્ડર એસોસિએશન એ જણાવ્યું હતું કે વાંધા રજુ કરવા માટે જે સમય મર્યાદા આપવામાં આવેલી છે તે અપૂર્તિ છે એટલું જ નહીં આથી સામાન્ય પ્રજાનું હેત જળવાઈ અને રાજ્યનો વિકાસ થાય તે મહત્વની બાબત સરકાર માટે હોવી જોઈએ પરંતુ હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આ નિર્ણયના પગલે હવે રાજ્યનો વિકાસ અટકી જાય તો નવાઈ નહીં. એક તરફ કેન્દ્ર સરકાર ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાત કરે છે પરંતુ આ અત્યાર સુધી શક્ય નથી જ્યાં સુધી જંત્રીના ભાવ નિયંત્રિત રાખવામાં આવે. દરરોજ આ માટે વાંધા સુચન રજૂ કરવા અંગે 31 માર્ચનો સમય નક્કી કર્યો છે જે ત્યાં સુધી અવધી વધારવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે.
ટાઉન પ્લાનિંગ કરતી વખતે પ્રજાલક્ષી અભિગમ રાખવો જરૂરી
મળતી માહિતી મુજબ બિલ્ડર એસોસિએશન દ્વારા જે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગને પણ થોડા નિયમોમાં ફેરફાર કરવા જણાવ્યું છે એટલું જ નહીં મળતી માહિતી મુજબ ટાઉન પ્લાનિંગ કરતી વખતે પ્રજાલક્ષી અભિગમ રાખવો જણાવવામાં આવ્યું છે કારણ કે અત્યારે નવી યોજના બનાવવામાં આવે ત્યારે 40% જમીનની કપાત કોઈપણ પ્રકારનું વળતર આપ્યા વગર કાપીને મુખ્ય ખંડની ફાળવણી કરી દેવામાં આવે છે અને ત્યારબાદ પણ આ ફાળવેલ ખંડમાંથી કોમન પ્લોટ અને બ્રોડ રસ્તા બાદ કરતાં બિલ્ડરના હિસ્સામાં માત્ર 45 થી 48% જ જમીન આવતી હોય છે જેની અસર જમીનની કિંમત ઉપર સીધી પડે છે. ત્યારે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
