જનરલ બોર્ડ એ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી : જયમીન ઠાકર

51મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ જનરલ બોર્ડ રહ્યું તોફાની : તમામ છ દરખાસ્તો મંજૂર

વિપક્ષના વશરામ સાગઠીયાએ કર્યો હલ્લાબોલ, રોગચારો 1100 કરોડનું ટેન્ડર સહિતના વિવિધ મુદ્દે કરી ઉગ્ર રજૂઆત : માત્ર એક પ્રશ્નમાં જ બોર્ડ પૂર્ણ

રાજકોટ, તા.19

મહાનગરપાલિકા નું ગઈકાલે જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં દર વખતની જેમ આ બોર્ડ બેઠક પણ અત્યંત રોમાંચક રહી હતી અને વિપક્ષના વશરામ સાગઠીયાને સભાખંડમાંથી હાંકી કઢાયા હતા. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ રજા ઉપર હોવાના કારણે ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા બોર્ડની કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપના કોર્પોરેટર મગન સોરઠીયાએ અમૃત મિશનના તમામ કામોનો હિસાબ કમિશનર પાસેથી માંગ્યો હતો અને તે પ્રશ્ન શરૂ થાય તેની સાથે જ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ ઉભા થઈ લોકોના વિકાસના કામો અને તેમની સમસ્યાઓની ચર્ચા થવી જોઈએ અને રોગચાળો જે રીતે વકર્યો તેમાં કોની જવાબદારી સાથોસાત 1100 કરોડના ટેન્ડરમાં કોનો કોનો ભાગ તેવા કોભાંડો સાથેના આક્ષેપો કરવામાં આવ્યો હતો ત્યારે શાસક પક્ષ પણ વશરામ સાગઠીયા પર તૂટી પડ્યા હતા અને ક્રમ મુજબ પ્રશ્નનો જવાબ આપવામાં આવશે તેવું કહી વશરામ સાગઠીયા ની બોર્ડમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં જે એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેમાં ભાજપના 16 કોર્પોરેટર અને કોંગ્રેસના બે કોર્પોરેટર દ્વારા 24 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ બોર્ડનો સમય માત્ર એક જ કલાકનો હોવાથી દર વખતની જેમ એક પ્રશ્નનો જવાબ પણ પૂરો થઈ શક્યો ન હતો. વોર્ડ નંબર 12 ના નગરસેવક મગન સોરઠીયા દ્વારા અમૃત મિશન યોજના અંતર્ગત પાણી પુરવઠા ના થયેલા કામો નો હિસાબ માંગવામાં આવ્યો હતો જેનો ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરીદ દ્વારા વોર્ડ વાઇઝ ખર્ચ સહિતનો હિસાબ આપવાનું શરૂ કરતાં એક કલાકનો માર્ગ સમય પણ પૂર્ણ થઈ ગયો હતો. પ્રશ્નોત્તરીમાં વશરામ સાગઠીયા દ્વારા જે રીતનો વિરોધ કરવામાં આવ્યો હતો તે બાદ મેરે પણ પ્રશ્નોની ચર્ચા કરો તેમ કહી શાસક પક્ષને આડેહાથ લીધા હતા. વશરામ સાગઠીયાએ સતત વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું અને અધ્યક્ષના આદેશના પગલે કમાન્ડોએ વશરામભાઈ ને જનરલ બોર્ડની બહાર કાઢી મૂક્યા હતા. મળતી માહિતી મુજબ જનરલ બોર્ડમાં પ્રશ્ન કરી દરમિયાન પ્રથમ પ્રશ્નનો જવાબ આપ્યા બાદ રજૂ થયેલ એજન્ડાની છ દરખાસ્ત ભાજપના કોર્પોરેટરો એ સર્વનું મતે મંજૂર કરી હતી.

એજન્ડામાં રજૂ થયેલ દરખાસ્ત મુજબ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને સેવા નિવૃત્તિ આપી તેઓની જગ્યાએ વારસદારોને નિમણૂક આપવા અંગે મ્યુનિસિપલ કમિશનરના પત્ર તથા તે પરત્વનો ઠરાવ ને લક્ષ્યમાં લઇ નિર્ણય લેવા મા આવ્યો હતો તો બીજી તરફ શહેરના વોર્ડ નંબર 2 રેસકોસ રીંગરોડ અને બહુમાળી ભવન પાસે આવેલા સર્કલનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ કરવા માટેની દરખાસ્ત અને ઠરાવને પણ મંજુર કરવામાં આવ્યો. નાયબ કમિશનર ને ₹10,00,000 સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા એનાયત કરવા માં આવી તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાર્ટ ટાઈમ હમાલનો પગાર વધારો કરવા અંગે પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ત્યારે હાલ જે છ દરખાસ્તો મૂકવામાં આવેલી છે તે તમામને મંજૂર કરી દેવામાં આવી હતી.  

વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જમીન ઠાકરે જણાવ્યું હતું કે આ બોર્ડ બેઠક ચાલી રહી છે નહીં કે કોઈ ફિલ્મનું શૂટિંગ ત્યારે બોર્ડની ગરિમાને જાળવવામાં આવે અને તેની માન મર્યાદા જો સાથે રખાય તો જ બોર્ડ સુચારું રૂપથી ચાલી શકે અને લોકોના પ્રશ્નોનું નિવારણ આવે.

જનરલ બોર્ડમાં મોબાઇલ ન લઈ જવાનો નિર્ણય પોકળ

ઘણી ઘણી વખત જનરલ બોર્ડમાં એ વાતની ફરિયાદો ઉઠતી હોય છે કે નગરસેવકો દ્વારા ચાલુ બોર્ડ બેઠક દરમિયાન મોબાઇલમાં ગેમ રમતા હોય છે અથવા તો ફોન ઉપર વાત કરતા હોય છે ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ તમામ બોર્ડના સભ્યોએ જનરલ બોર્ડની કામગીરી દરમિયાન મોબાઈલ લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી જેના માટે સ્ટેન્ડિંગ કમિટીના મીટીંગ રૂમમાં અલગ અલગ બોક્સ બનાવી લાખો રૂપિયાનું આંધણ પણ કરવામાં આવ્યું હતું છતાં આજ દિન સુધી જનરલ બોર્ડમાં મોબાઈલ બોક્સમાં રાખવાની અમલવારી કરવામાં આવી નથી.

72 નગરસેવકોમાંથી 13  ગેરહાજર

મહાનગરપાલિકા માં દર બે મહિને જનરલ બોર્ડ યોજાતું હોય છે. ગઈકાલે યોજાયેલા જનરલ બોર્ડમાં ભાજપના અલ્પેશ મોજરીયા, મિતલ લાઠીયા, ભારતી પરસાણા, વર્ષા પાંધી, દર્શિતા શાહ, નેહલ શુક્લ, સુરેશ વસોયા, પ્રદીપ ગૌ સહિતના 11 સભ્યોએ રજા રિપોર્ટ મૂકી ગેરહાજરી નોંધાવી હતી જ્યારે કોંગ્રેસના ચાર પૈકી મકબુલ દાવદાણી ગેરહાજર રહ્યા હતા.

દરેક નગર સેવકોને બોર્ડ પહેલા કરાયા ચેક

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં દર વખતે વિપક્ષ દ્વારા બેનર ફરકાવવામાં આવતા હોય છે અને તેનો વિરોધ કરવામાં આવતો હોય છે ત્યારે બેનરો બોર્ડમાં કઈ રીતે આવે છે તે મુદ્દે શાસક પક્ષ દ્વારા સિક્યુરિટી સાથે અનેક વાર વાતચીત પણ થયેલી છે છતાં તેનો ઉકેલ આવતો ન હતો પરિણામ સ્વરૂપે ગઈકાલની જનરલ બોર્ડ બેઠકની અંદર પ્રવેશતા સત્તા પક્ષના તમામ કોર્પોરેટરો તથા વિપક્ષના કોર્પોરેટરોનું પણ ઝીણવટ પૂર્વક તપાસવામાં આવ્યા હતા છતાં પણ બોર્ડ બેઠકની અંદર વશરામ સાગઠીયા બેનર લઈને આવી પહોંચ્યા હતા જ્યાં માર્શલ દ્વારા તેઓને બોર્ડ બેઠકની બહાર કરવામાં આવ્યા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:38 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech