ઉમેદવારોને ખર્ચ અંગે અપાશે તાલીમ : ચૂંટણી સ્ટાફ માટેના પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ, પ્રાંત અધિકારી પાસે હાથ ધરાઈ સમીક્ષા
રાજકોટ, તા. 6
રાજ્યની નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજવાની છે ત્યારે હાલ તમામ જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેની તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો પાંચ નગરપાલિકાઓની ચૂંટણી માટે ખાસ પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે તેવું કલેકટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું એટલું જ નહીં આજે રાજ્ય ચૂંટણી પંચ ની વિડિયો કોન્ફરન્સ પણ યોજવાની છે જેમાં કઈ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તે અંગેની વિગતો મેળવવામાં આવશે અને જરૂૂરી સૂચનો અને સુજાવ પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવશે તેવું જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ હાલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની સમીક્ષા પ્રાંત અધિકારી પાસેથી મેળવવામાં આવી રહી છે ત્યારે જરૂૂરી એ છે કે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ યોગ્ય વ્યવસ્થા ઉભી થાય અને ચૂંટણી સમયે કોઈ અડચણ ન રહે તે માટેની વ્યવસ્થા હાલ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે અને આ માટેના આદેશો પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે. કલેકટર એ જણાવ્યું હતું કે નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી ખુબ સરળતાથી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આવનારા દિવસોમાં નક્કર આયોજન સાથે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે અને તાલીમ પણ ચૂંટણી સ્ટાફને આપવામાં આવશે.
જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ વિગત આપતા જણાવ્યું હતું કે વૃદ્ધ મતદારોને મતદાન બુથ સુધી લઈ જવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા દરેક સંભવત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા પ્રશાસન અને રાજ્ય ચૂંટણી પંચનો એક જ લક્ષ્યને હેતુ છે કે વધુને વધુ વૃદ્ધ મતદાન મથક સુધી પહોંચે અને તેઓ તેમનો મત આપે જે માટે હાલ એનજીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે અને તેઓને પણ આ કામગીરી માટે તેમની મદદ લેવામાં આવશે. એટલું જ નહીં એનજીઓ દ્વારા જે તે જગ્યાના વૃદ્ધ મતદારો હશે તો તેઓને મતદાન મથક સુધી પહોંચાડવા માટેની જવાબદારી પણ એનજીઓને જ આપવામાં આવશે તે પ્રકારનું હાલ આયોજન જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે એટલું જ નહીં દરેક ાવભ સેન્ટર ના વાહનનો ઉપયોગ કરવામાં આવશે 57 જેટલા નાના વાહનો, મીની બસ એટલું જ નહીં ચૂંટણી સ્ટાફમાં રોકાયેલા સ્ટાફ માટેની તમામ વ્યવસ્થા માટેના ટેન્ડરો પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને પણ કોઈપણ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જે ચૂંટણીનું મટીરીયલ છે તે પણ આવી ગયું છે અને હવે તેને તેની નિયત જગ્યા પર મોકલવામાં પણ આવશે સાથો સાથ ઇવીએમ ટેકનીશીયનો આવી એવી અમને પણ દરેક પક્ષની હાજરીમાં સ્ટ્રોંગ રૂૂમ ખાતે મૂકવામાં આવશે જે હવે કામગીરી આગામી દિવસોમાં હાથ ધરાશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે નગરપાલિકાને તાલુકા પંચાયત વિસ્તારોમાં ઘણાખરા સંવેદનશીલ બુથો છે પરંતુ તેની કોઈ માહિતી આપી શકાય તેમ નથી કારણ કે તે ગોપનીય હોય તે માટે બીજી તરફ કલેક્ટરે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું હતું કે હાલ ચૂંટણી ઓબ્ઝર્વડ તરીકે ચેતન ગાંધીની છે રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે તેઓએ તેમનો ચાર્જ સંભાળી લીધો છે અને હાલ ચૂંટણી કામગીરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આચાર સહિતા લાગી જતા હવે જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેઓને ખર્ચ અંગેની પણ તાલીમ આપવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની મૂંઝવણ તેઓમાં ન રહે એટલું જ નહીં યોગ્ય રીતે તેઓ ચૂંટણી લડી શકે અને તેનો ખર્ચ પણ યોગ્ય માત્રામાં થાય તે માટેની તાલીમ આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
વિધાનસભા ચૂંટણીના ખર્ચના બિલો હજુ ચૂકવવાના બાકી
ગત વિધાનસભા ચૂંટણીના જે ખર્ચના બિલો છે તેમાં ઘણા ખરા બીલો હજી ચૂકવાયા નથી. જેને લઈ જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે એ વાત સાચી છે પરંતુ જે ગ્રાન્ટ મળવી જોઈએ તે માટેની તે હજુ સુધી આવી નથી અને જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ જે બાકી ચુકવણા છે તેને પુરા કરાશે પરંતુ હાલ તંત્રનો અત્યારે જો કોઈ લક્ષ્ય હોય તો તે નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો છે જેને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે હાલ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.