પર્યાવરણના સંરક્ષણ માટે ગ્રીન એનર્જીનો કરો ઉપયોગ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચેમ્બર ઓફ કોમર્સ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં થયા સહભાગી : ચેમ્બરની નવનિર્મિત ડિરેકટરીનું વિમોચન કર્યું :બેસ્ટ અચિવર્સને એવોર્ડ એનાયત કરાયા

રાજકોટ મિરર, તા.5
શનિવારે રાજકોટમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહીને, ચેમ્બરની ડીરેક્ટરીનું વિમોચન કરી પ્રસંગોચિત સંબોધનમાં જણાવ્યું હતું કે ઉદ્યોગના વિકાસની સાથે પર્યાવરણના સંરક્ષણ માટે ગ્રીન એનર્જીની મહત્તમ ઉપયોગ કરવા હાકલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન થકી ભારતમાં સર્વક્ષેત્રે થયેલ વિકાસ વિશે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની દુરંદેશીથી આજે સમગ્ર રાષ્ટ્રમાં વ્યાપાર, ખેતી, શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. આગામી સમયમાં પર્યાવરણ સંરક્ષણ સાથે ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા ગ્રીન એનર્જી ઉત્પાદનની વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
અંતિમ વાઇબ્રન્ટ સમિટમાં સૌથી વધુ એમ.ઓ.યુ. ગ્રીન એનર્જી પર થયા છે ત્યારે આગામી સમયમાં ઉદ્યોગો પણ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને બાધામુક્ત રહી વિકાસમાં યોગદાન આપે તથા 2047માં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાત બનાવવા સહભાગી બને તેવી અભ્યર્થના આ તકે તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું હ્રદય છે. રાજકોટમાં અનેક એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો કાર્યરત છે.
રાજકોટના ઉદ્યોગોએ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી પ્રોડક્ટને પહોંચાડી છે. ત્યારે રાજકોટનું ચેમ્બર ઓફ કોમર્સ એસોસિયેશન સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લાના ઉદ્યોગ, સેવા, રમતગમત,શિક્ષણ વગેરે ક્ષેત્રમાં આગવું પ્રદાન આપનારા બેસ્ટ અચિવર્સને એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું વિશાળ ફુલહાર તથા મોમેન્ટો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિર-મુંજકાના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ પ્રેરણાદાયી વકતવ્ય આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી. પી. વૈષ્ણવ દ્વારા સ્વાગત પ્રવચન કરી રાજકોટના ઉદ્યોગોના વિકાસની આછેરી ઝલક આપી હતી.
આ સમારોહમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ચેમ્બર ઓફ કોમર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, ટ્રેઝરર વિનોદ કાછડીયા, માનદમંત્રી નૌતમભાઈ બારસીયા તથા વિવિધ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:40 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech