વોચ રાખતા ચાલક રેઢી મુકી ભાગી ગયો: ચાલક-માલિકની તલાસ
રાજકોટ: વિદેશી દારૂની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. આ વખતે કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી છે. રાજકોટ મોરબી હાઇવે બેડી ગામમાં વિશાલ પાન સામેની કુવાડવા રોડ પોલીસે રૂા. 54500ના વિદેશી દારૂના ચપલાનો જથ્થો ભરેલી ઇકો કાર પકડી લઇ ચાલક, માલિકની તપાસ હાથ ધરી છે. કુવાડવા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડી. સ્ટાફના ભાવેશભાઇ મકવાણા, કુશલભાઇ જોષીને મળેલી બાતમી પરથી બેડી ગામ વિશાલ પાન પાસે વોચ રાખતાં જીજે03એનકે-3163 નંબરની ઇકો કાર મુકી અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો.
પોલીસે કારમાં તપાસ કરતાં રૂા. 54500ના 180 એમએલના 575 નંગ ચપલા મળી આવતાં તે તથા 2.50 લાખની કાર કબ્જે કરી હતી. ગાડીના ચાલક અને માલિક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ એમ. જે. વરૂ, એએસઆઇ કે. વી. જાડેજા, પી.આર. મકવાણા, હેડકોન્સ. વિક્રમભાઇ ગરચર, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, કુશલભાઇ જોષી, જયદિપભાઇ ધોળકીયા, ભાવેશભાઇ મકવાણા, જયપાલભાઇ બરાલીયા, સંજયભાઇ જાદવ, વિશાલભાઇ બસીયા, યશપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. દારૂ ભરલી કાર કોણ હંકારીને આવ્યું? કારની માલિકી કોની છે? દારૂ ક્યાંથી આવ્યો? કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે.
