બોગસ દસ્તાવેજ પ્રકરણની તપાસ ચાંદની પરમારને સુપ્રત

ગામ નમુના નંબર બે અને સાતમા જો નોંધ ખોટી અથવા બોગસ જણાય તો તેને રદ કરવા કલેકટરે કર્યો આદેશ

રાજકોટ, તા. 16
સમગ્ર રાજ્યમાં રાજકોટ હાલ અત્યંત ચર્ચામાં રહેતું શહેર બની ગયું છે હમણાં થોડા દિવસો પહેલા જ બોગસ દસ્તાવેજ કૌભાંડ રાજકોટ માટે સંસાર ઘટના બની છે ત્યારે બોગસ દસ્તાવેજ કૌભાંડમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સીટી પ્લાન્ટ અધિકારી ચાંદની પરમારને સમગ્ર તપાસ સોંપવા માટે જણાવ્યું છે અને એટલું જ નહીં ખોટી નોંધ પડી હોય તેને રદ કરવા માટે રિપોર્ટ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઝોન એકની સબ રજીસ્ટાર કચેરીમાં વર્ષ 1950 થી 1972 સુધીમાં કુલ 17 દસ્તાવેજો સાથે ચેડા થયા હોવાનું માલુમ પડ્યું હતું અને તે કૌભાંડ બહાર આવતાં જ જોને એકના સબ રજીસ્ટર કચેરીના અધિકારી અતુલ દેસાઈ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરતા કચેરીના સુપરવાઇઝર હર્ષ સોની કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ચાવડા અને એડવોકેટ કિશન ચાવડા સામે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ રાજકોટ અભિલેખાગાર કચેરી ના 2012 માં નિવૃત્ત થયેલ કર્મચારી ની પણ સંડોવણી ખુલી છે એટલું જ નહીં કર્મચારીની ધરપકડ થઈ નથી બીજી તરફ રાજકોટ અભિલેખાગાર કચેરીના અધિક્ષક એવા ભુરજી ડામોર ને ગાંધીનગર ખાતે તપાસ અર્થે બોલાવવામાં આવ્યા છે ત્યારે રેવન્યુ વિભાગને અને રાજ્ય સરકારને એ વાતનો અંદાજ છે કે હાલ આગામી દિવસોમાં આ અંગે અનેક રહસ્યમય વાતો ઉજાગર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટર ના આદેશ બાદ સૌરાષ્ટ્રમાં અત્યંત ચર્ચાયેલા આ કૌભાંડમાં મૂળ આરોપી સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે સાચો સાથ જિલ્લા કલેકટર પણ એક્શન મોડમાં આવી ગયા છે અને પરિણામ સ્વરૂપે આ સમગ્ર પ્રકરણની તપાસ વર્ગ એકના અધિકારી સીટી પ્રાંત ચાંદની પરમારને સોંપવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ગામ નમુના નંબર બે અને સાતમાં જો ખોટી નોંધ પડી હોય તો તેની તપાસ કરવા અને ખોટી નોંધ જ્યાં દેખાય તો તેને રદ કરી રિપોર્ટ કરવા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે પ્રાંત અધિકારી ચાંદની પરમાર સહિત મામલતદાર અને મહેસુલ અધિકારીઓ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે. આ કેસમાં પ્રાંત અધિકારી જે પ્રકરણમાં વિગતો આવી હશે તેને મુકશે બીજી તરફ મળતી માહિતી મુજબ 17 દસ્તાવેજો સાથે કુલ છેડછેડા થતા કોભાંડ સામે આવ્યું હતું બાદ રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરીના જેવો પાસે જે ચાર છે તેવા પૂર્વ વિભાગના મામલતદાર ચાવડા દ્વારા આવી જ વધુ એક ફરિયાદ પોલીસમાં દાખલ કરવામાં આવી હોવાની ચોક આવનારી વિગતો બહાર આવી છે.
રાજકોટ અભિલેખાગાર કચેરીના દસ્તાવેજોમાં છેડછાડ કરવા બદલ બે સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એટલું જ નહીં દસ્તાવેજ કૌભાંડના મામલે તમામ ઝોનના સબ રજીસ્ટર કચેરીમાં મહેસુલી અધિકારીઓએ જુના દસ્તાવેજોની તપાસ શરૂ કરી દીધી હોવાનું પણ હાલ સુત્રો જણાવી રહ્યા છે.

રેવન્યુ અધિકારીનો કાફલો તમામ સબ રજીસ્ટર કચેરીમાં
મળતી માહિતી મુજબ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કલેકટરે તપાસના આદેશ કર્યા છે એટલું જ નહીં રેવન્યુ વિભાગના તમામ અધિકારીઓ હાલ શહેરની ચાર સબ રજીસ્ટર કચેરીમાં તપાસ શરૂ કરી દીધું હોવાને વિગતો બહાર આવી રહી છે.. આ તમામ અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ઝીણવડ ભરી તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ આ કૌભાંડના આંકડા મેળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:35 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech