મનપાનું લીલાલેર : આવાસ માટે કરોડોનું ધોવાણ

ખાલી પડેલા આવાસ જો મરામત કરી લાભાર્થીઓને આપવામાં આવે તો ઉદભવિત થયેલી સમસ્યાનું થઈ શકે નિવારણ

રાજકોટ, તા. 10
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સરકારની દરેક યોજનાઓ પહોંચે તે માટે તમામ સંભવત પ્રયત્નો કરી રહી છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે હાલ જે લાભાર્થીઓ છે તેમને ઘણા ખરા કિસ્સામાં સરકારી યોજનાનો લાભ મળતો નથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જો વાત કરવામાં આવે તો હાલ આ બંને દ્વારા આવાસ યોજના માટે ઘણા ખરા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે કારણ કે વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે દરેક વ્યક્તિને પોતાના ઘરનું ઘર મળી રહે હાલ આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ માંથી ખૂબ મોટા અને વિશાળ આવાસો બનાવવામાં આવ્યા છે પરંતુ કરુણતા તો એ છે કે ઘણા ખરા આવાસો સંપૂર્ણપણે ખાલી ખમ જોવા મળે છે અને એ જ આવાસોમાં હાલ અનેકવિધ પ્રકારની ગેર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું પણ આજુબાજુ વસતા રહેવાસીઓ ફરિયાદ કરી રહ્યા છે. આ અંગે મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તે હેતુસર સમગ્ર કામગીરી થવી જોઈએ અને આવાસ યોજનાને લઈ ઘણા ખરા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે તેનું પણ ત્વરિત નિવારણ કરવામાં આવે તો ભવિષ્યમાં આ પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન આવી શકશે. પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે અત્યારે મહાનગરપાલિકા આવાસ યોજના પ્રત્યે જે ઉદાસીનતા દાખવી રહી છે તેનાથી ઘણા ખરા પ્રશ્નો ઊભા થાય છે. એક તરફ નવા આવાસો બનાવવાની વાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ઘણા ખરા કિસ્સામાં ખાલી પડેલા આવાસનો ઉપયોગ ગેર પ્રવૃત્તિઓ કરવા માટે થતો હોય તેવું ચિત્ર ઊભું થયું છે જે ખરા અર્થમાં અયોગ્ય છે.
સરકાર અને વડાપ્રધાનના આદેશ બાદ શ્રમિક લોકો માટે શ્રમિક બશેરા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો જેનો વિરોધ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા હવે મહાનગરપાલિકામાં પણ એ મૂંઝવણ ઊભી થઈ છે કે જો સ્થાનિક લોકોની વાત માનવામાં આવે અને જે તે વિસ્તારમાં શ્રમિક બસેરા ન બને તો હવે ક્યાં બનાવવા પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે શ્રમિક બસેરા એટલે કે એ તમામ લોકો કે જેની પાસે કોઈ આધાર ન હોય જેવા કે ફૂટપાથ પર રહેતા લોકો અથવા તો નદી કાંઠે વસતા લોકો આ તમામ માટે છત મળે તે હેતુસર નવા આવાસ ઊભા કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે મહાનગરપાલિકા પાસે પણ ઘણા ખરા એવા ખાલી પડેલા છે જેને મરામત કરી દેવામાં આવે તો તે આવાસનો ઉપયોગ શ્રમિક બશેરા માટે થઈ શકે માત્ર જરૂર છે હેતુ શેર કરવાની જો હેતુફેર થઈ જાય તો મહાનગરપાલિકા ઉપર પણ સહેજ પણ આર્થિક બોજો ઉભો થાય નહીં અને શ્રમિક લોકો માટેની યોગ્ય વ્યવસ્થા પણ થઈ શકે અત્યારે મહાનગરપાલિકાએ રાજ્ય સરકારમાં શ્રમિક બસેરા માટે અભિપ્રાય અને માર્ગદર્શન માગવામાં આવ્યું છે કારણ કે હાલ સ્થાનિક સ્તર પર રહેવાસીઓ નો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે તેમાં સ્થાનિક લોકો પણ સાચા છે કારણ કે જ્યાં પણ રેન બસેરા બને કે શ્રમિક બશેરા બને ત્યાં ન્યુસન્સ એટલે કે ગેર પ્રવૃતિઓનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે જે ભવિષ્ય માટે ઘણા ખરા અંશે નુકસાનકારક સાબિત થાય તેમ છે.
મળતી માહિતી મુજબ વોર્ડ નંબર ત્રણ પોપટ પરા વિસ્તારમાં વર્ષ 2019 માં 696 આવાસ એફોરડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત બનાવવામાં આવ્યા હતા જેમાં નીચાણ વાળા વિસ્તારમાં વસતા લોકો એટલું જ નહીં ફૂટપાથ પર રહેતા લોકો દ્વારા બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ મહાનગરપાલિકાએ તે આવાસ માટે કોઈ વ્યક્તિ એટલે કે લાભાર્થી સામે ન આવતા રેન્ટ ઉપર એટલે કે ભાડે ચડાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ એ કાર્યમાં પણ મહાનગરપાલિકાને કોઈ સિદ્ધિ અથવા તો સફળતા મળી ન હતી કારણ કે આ પ્રોજેક્ટ માં ચાર વખત ટેન્ડર કરવામાં આવ્યા અને અંતે બેંગ્લોરની એરેના હોસ્પિટલિટીને આ પ્રોજેક્ટ સોપવામાં આવ્યો હતો પરંતુ એજન્સી એ પણ કાંઈ કામ કર્યા વગર પીછેહટ કરી અને અંતે મહાનગરપાલિકાએ આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો હાલ એજન્સી ની ડિપોઝિટ પણ મહાનગરપાલિકાએ તેના પૂર્તિ રાખી છે ત્યારે આ વન બેડરૂમ હોલ કિચન ના ફ્લેટનું વેચાણ કરવાનું નિર્ણય હાલ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ ફ્લેટ માટે ડ્રો કરવામાં આવશે ત્યારબાદ તેને રીપેર કરાવી પાડવી દેવાશે હાલ આ આવાસ માટે ભાવ હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી કારણ કે નીતિવિષયક બાબત હોવાના કારણે આ અંગે માર્ગદર્શન લેવામાં આવશે અને ત્યારબાદ જ કયા ભાવમાં આ આવાસને વહેંચવા તેનો નિર્ણય લેશે. હવે વાત એ છે કે જો આ પ્રોજેક્ટ જે ઊભો થયેલો છે તે પ્રોજેક્ટમાં હેતુફેર કરી શ્રમિક બસેરા ના આશ્રિતોને આપવામાં આવે તો મહાનગરપાલિકા નો ઘણો ફરો ખર્ચ પણ બચી જાય અને તેમને જે પ્રશ્ન ઊભો થયો છે અને જે સ્થાનિક લોકોનો જે રોજ જોવા મળી રહ્યો છે તેમાંથી પણ મહાનગરપાલિકાને મુક્તિ મળી શકે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે શું મહાનગરપાલિકા આ મુદ્દે આગળ પગલાં ભરે છે કે કેમ અને જો આ મુદ્દે ખરા અર્થમાં મનપા પર કોઈ હકારાત્મક અભિગમ દાખવે તો મનપાને ઘણો લાભ પણ થશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.


ખાલી આવાસો બન્યા ન્યુસન્સ પોઈન્ટ
રાજકોટ શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલા પોપટપરામાં વર્ષ 2019 માં 690 જેટલા આવાસો બનીને તૈયાર થઈ ચૂક્યા છે. પરંતુ છ વર્ષ બાદ પણ આ આવાસની ફાળવણી કરવામાં ન આવતા આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. આવાસો ખંડેર બની જતા અહીંયા દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાનો આક્ષેપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીંયા દારૂ, ચરસ, ગાંજા સહિતના માદક પદાર્થોનું સેવન કરવામાં આવે છે. સ્થાનિકોની માગણી છે કે અહીંયા લાઇટિંગની પૂરી વ્યવસ્થા કરવામાં આવે તેમજ સિક્યુરિટી ગાર્ડ સહિતની ફાળવણી કરવામાં આવે તો જ અહીંયા સલામતીનો અહેસાસ શક્ય છે.


મસ્ત મોટા આવાસો તો બની જાય છે પરંતુ લાભાર્થીઓ આવતા નથી
આવાસ યોજના માટે સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો એ છે કે કોર્પોરેશન આવાસ તો બનાવે છે પરંતુ જે પ્રમાણમાં લાભાર્થીઓ આવવા જોઈએ તે આવતા નથી કાંતો લાભાર્થીઓને આવાસ લાગી જાય તો તે પછીની પ્રોસેસ કરાવતા નથી અને આ સહિત ખરાખરા અન્ય કારણો પણ છે બીજી તરફ ઘણા આવાસો એવા પણ છે કે જે ખરા અર્થમાં લાભાર્થીઓને જોતા હોય પરંતુ એનકેન પ્રકારે તેઓને મળતા હોતા નથી ત્યારે આ તમામ વિસંગતતાઓને ધ્યાને લઈ જો કોર્પોરેશન યોગ્ય વ્યવસ્થા કરે તો હાલ જે ખાલી પડેલા આવાસો છે તેનું ઉપયોગ સારી રીતે થઈ શકે માત્ર જૂના થઈ ગયા હોવાથી તેને મરામતનું કામ જ બાકી રહેતું હોય છે.


ગેર પ્રવૃત્તિઓ અંગે અપાયા તપાસના આદેશ
રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કેટલાક આવાસો ખંડેર હાલતમાં હોવાનું મારા ધ્યાને આવ્યું છે. સમગ્ર મામલે મારા દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આવાસ યોજના સંભાળતા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, સૌ પ્રથમ તમામ આવાસોને સ્વચ્છ કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેમજ ત્યારબાદ જેટલા પણ આવાસોમાં સમારકામની જરૂરિયાત છે તે તમામમાં સમારકામની શરૂઆત કરવામાં આવે. તેમજ આગામી સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને આવાસોની ફાળવણી કરવામાં આવે. અત્યાર સુધીમાં શા માટે આવાસોની ફાળવણી કરવામાં નથી આવી તે બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, પોપટ પરા વિસ્તારમાં જે 696 આવાસ ખાલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તે બાબતે અગાઉ મહાનગરપાલિકા દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે ત્યાં વસવાટ કરવા જવા કોઈ તૈયાર નહોતું જેના કારણે આવાસની ફાળવણી શક્ય નહોતી બની.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:56 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech