મુખ્ય બે જળ સ્ત્રોતમાં 305 એમસીએફટી પાણીની આવક

આગામી દિવસોમાં હજુ સૌનીનું પાણી ડેમમાં આવશે ઠાલવવામાં

રાજકોટ, તા. 10
ઉનાળાની શરૂૂઆત થાય તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા આજે અને ન્યારીને નર્મદા નિરથી શરૂૂ કરી દેવામાં આવ્યું છે. તેમાં સૌની યોજના અંતર્ગત બંને જળ સ્ત્રોતને નર્મદાથી છલકાવી દેવામાં આવશે. એટલું જ નહીં હાલ આગામી બે માસ નર્મદા કેનાલનું મેન્ટેનન્સ કાર્ય ચાલુ થતું હોવાના પગલે હાલ સૌની યોજના મારફતે પાણી ઠલવવાનું કામ શરૂૂ કરી દેવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર આજી એક અને ન્યારી એકમાં જે પાણી ઠલવવામાં આવ્યું તેમાં 160 એમસીએફટી અને 145 એમસીએફટી નવું પાણી આવ્યું છે. સુચારૂૂ રૂૂપથી અને યોગ્ય રીતે રાજકોટના મુખ્ય જળ સ્ત્રોતમાં એ માટે વિવિધ પંપ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ વાસીઓને પૂરા ઉનાળા સુધી પિવાનાં પાણીની સમસ્યા નડે નહી તે માટે સતત સૌની યોજના અંતર્ગત આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાનિર ઠલવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ સિંચાઈ વિભાગે બંન્ને ડેમો છલકાવી દિધા બાદ ગત ફેબ્રુઆરીમાં વચ્ચે થોડો સમય માટે પાણી છોડવાનું બંધ કરી દિધું હતું.પરંતુ ફરી એકવાર મ.ન.પા.એ સરકારનો વધુ નર્મદાનિર છોડવા અરજ કરતા ફરી તા.28/2થી આજી અને ન્યારીમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂૂ કરી દિધુ છે.
અને છેલ્લા સપ્તાહ દરમ્યાન જ આજી-1માં વધુ 160 એમ.સી.એફ.ટી.અને ન્યારી-1માં 145 એમ.સી.એફ.ટી નવું પાણી ઠાલવી દિધુ છે.ઉપરોકત બંન્ને ડેમોમાં સિંચાઈ વિભાગ દ્વારા દૈનિક 15 અને એમ.સી.એફ.ટી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. બંન્ને ડેમોમાં પાણી પહોંચાડવા માટે હાલ કૃતિ ચાર પંપો કાર્યરત છે.
સિંચાઈ વિભાગનાં ઈજનેરી સૂત્રોનાં જણાવ્યા મુજબ 19-ફુટે છલકાઈ જતા આજી-1 ડેમની સપાટી હાલ 27.50 ફુટે પહોંચી ગઈ છે.
ફરી એકવાર ડેમ છલકાવા આડે દોઢ ફૂટનું છેટુ છે.જયારે 25 ફુટે છલકાય જતા ન્યારી-1 ડેમની સપાટી હાલ 23.50 ફુટે પહોંચી ગઈ છે. અને ન્યારી -1 પણ છલકાવા આડે હવે માત્ર દોઢફૂટનું છેટુ છે.
સિંચાઈ વિભાગ અનુસાર હજુ કમસેકમ બંન્નેડેમોમાં પખવાડિયા સુધી નર્મદાનિર ઠાલવવાનું ચાલુ રખાશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:06 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech