2700 કરોડ આસપાસનું બજેટ હોવાની સંભાવના જૂની અને પેન્ડિંગ યોજનાઓને અપાશે સ્થાન
રાજકોટ, તા. 30
કેન્દ્ર સરકાર આવતીકાલે દેશનું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવશે ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા નાણાકીય વર્ષ 2025 તથા વર્ષ 2026 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે
ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કમિશનર ક્યાંકને ક્યાંક હળવો કરબોજો ઉમેરે તેવું વિભાગીય સૂત્રો જણાવી રહ્યા છે. તો સામે ચાલુ ટર્મના અંતિમ વર્ષમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવતી હોવાના કારણે સત્તાધીશો દ્વારા જે કરબોજો છે તેને ફગાવી દેવામાં આવે તો પણ નવાઈ નહીં એટલે કે આ પ્રકારની શક્યતા પણ ઉદભવિત થઈ શકે છે.
મળતી માહિતી મુજબ રામનાથ કોરીડોર તથા આજે રિવરફ્રન્ટ સહિતની જૂની યોજનાઓને પણ નવા બજેટમાં સ્થાન આપવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે નવું બજેટ આશરે 2700 કરોડથી વધુનું હોય તો નવાઈ નહીં. હવે જોવાનું એ રહ્યું કે આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે તેમાં જૂની કેટલી યોજનાઓ ને સ્થાન આપવામાં આવશે કારણ કે ગત વર્ષના બજેટમાં જે જોગવાઈઓ કરવામાં આવી હતી તે મુજબના ઘણા ખરા કામ હજુ પણ પેન્ડિંગ છે અને એ એવા કામો છે કે જે અત્યંત મહત્વ હતા ધરાવે છે ત્યારે હવે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જૂની યોજનાઓને નવીન બનાવવામાં આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
બીજી મહત્વની વાત તો એ છે કે આ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર માળખાગત સુવિધાઓનો વિકાસ થાય તે હેતુસર પગલાં લિયે તો નવાઈ નહીં કારણકે રાજકોટમાં હાલ જોકાઈ ખૂટતું હોય તો તે માળખાગત સુવિધા છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બજેટ એટલે કે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ તેના અભ્યાસ અર્થે આ બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ સુધારા વધારા થઈને આ બજેટને મંજૂર કરવામાં આવશે તેવું હાલ ચિત્ર ઉભું થયું છે.