રાજકોટના ભવાની ક્નસ્ટ્રક્શન પર TDS સર્વે

રૂપિયા 50 લાખના TDS અંગે તપાસ : મોરબીમાં કેડા ગ્રુપ પરના દરોડામાં રાજકોટ ITએ 7.70 કરોડ કર્યા સીઝ : ડિજીટલ પુરાવાઓની તપાસ શરૂ

રાજકોટ, તા. 25

મોરબીની કેડા ગ્રુપ પર જીએસટી ઇન્ટેલિજન્સ અને આવકવેરા વિભાગના દરોડા બાદ ગઈકાલે રાજકોટ ખાતે ભવાની ક્નસ્ટ્રક્શનમાં ટીડીએસ નો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 50 લાખનો ટીડીએસ બાકી હોવાનું સામે આવ્યું છે જે અંગે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં આ અંગે શું પગલાં લેવામાં આવશે તેનો હજુ કોઈ અંદાજો આવ્યો નથી પરંતુ એ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજકોટમાં પણ આવકવેરા વિભાગ ફરી સક્રિય થયું છે અને દિવાળી પૂર્વે જ ધડાધડ ઓપરેશનો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મોરબી ખાતે જે તવાઈ બોલાવવામાં આવી તેમાં રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા કુલ 7.70 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં રાજકોટ ખાતે જે દરોડા પાડવામાં આવ્યા તેમાં હજુ સુધી એ વાતની સ્પષ્ટતા નથી થઈ કે રાજકોટ ઓપરેશનમાં આવકવેરા વિભાગને હાથ શું લાગ્યું છે પરંતુ મોરબી અને અમદાવાદ ખાતે હજુ પણ તપાસ ચાલુ હોવાનું સંબંધિત વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં બ્ોનામી વ્યવહારો અને હજુ પણ રોકડ મળી આવે તેવું હાલ સુત્રો જણાવી રહ્યા છે. રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યા છે ત્યારે દિવાળી બાદ ફરી તીવ્ર વેગથી ઓપરેશન હાથ ધરવામાં આવશે તેવું હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે અને દિવાળી બ્ાાદ રાજકોટ નું લીડ ઓપરેશન હાથ ધરવામાં આવે તો પણ કોઈ શંકાને સ્થાન નથી. રાજકોટ આવકવેરા વિભાગને આ પૂર્વે ઘણી મોટી સફળતા મળેલી છે ત્યારે દિવાળી બાદ પણ તીવ્ર ગતિથી આકવેરા વિભાગ દરોડા પાડે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:53 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech