કામચલાવ વ્યવસ્થા માટે અન્ય અધિકારીઓને સોંપવામાં આવી શકે છે ચાર્જ : અનેક તર્ક વિતર્ક
રાજકોટ, તા. 22
છેલ્લા ઘણા સમયથી કેન્દ્રીય એજન્સીઓમાં ફેરબદલ થવાની વાતો ચાલી રહી છે તેમાં પણ સેન્ટ્રલ જીએસટી ઇન્વેસ્ટિગેશન વિભાગમાં જે ઇન્સ્પેક્ટર અને સુપ્રિટેન્ડન્ટ હોય તેની ભરતી થાય તેવા વાવડો મળી રહ્યા છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ રાજકોટ સેન્ટ્રલ જીએસટી માં અપીલમાં રહેલા સુપ્રીટેન્ડેન્ટ અધિકારીઓ ની જે ખાલી પડેલી જગ્યાઓ છે તેમાં હવે ગમે તે સમયે ઓર્ડર થઈ શકે છે કારણ કે આ ખાલી પડેલી જગ્યાઓના કારણે જે કામો ને વેગ મળવો જોઈએ તે મળી શકતો નથી અને ઘણા ખરા કિસ્સાઓમાં વિભાગ અને અરજદારોને હેરાનગતિનો સામનો પણ કરવો પડે છે.
સેન્ટ્રલ જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ ઈૠજઝ અપીલમાં સુપ્રિટેન્ડેન્ટ અધિકારીઓની ખાલી જગ્યાઓ પર ગમે ત્યારે નવા અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવે તેવી શકયતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટર ટેકસિસ દ્વારા તાજેતરમાં જ આસીસ્ટન્ટ કમિશનરથી લઈને પ્રિન્સીપલ ચીફ કમિશનરની નિમણૂક કરાયા બાદ હવે અન્ય શહેરોમાં પણ નિમણૂક કરાશે.
આ ઉપરાંત રાજકોટ હેડકવાર્ટર સીજીએસટી પ્રિવેન્ટીવમાંથી બે સિનિયર અધિકારીઓનો સમયગાળો પૂર્ણ થયો છે. આથી તેમની બદલી કરીને તેમના સ્થાને નવા બે સિનિયર અધિકારીની નિમણૂક આપવામાં આવશે. તેમજ CGST માંથી એક અધિકારીએ એકસ્ટેન્શન માટે અરજી આપી હોવાનું સંભળાઈ રહ્યું છે ત્યારે તમામ પાંચ નવા જ સુપ્રિન્ટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવે તેવી શકયતા છે. તેમજ ઈન્સપેક્ટર્સના પણ ઓર્ડર ટૂંક સમયમાં થઈ શકે છે. આ અંગે જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસિસ દ્વારા તમામ કેડરના અધિકારીઓની જથ્થાબંધ બદલી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ ઝોનમાં નવા સૌજીએસટી કે મિશનર એસ.કે.મલની નિમણૂક કરવામાં આવ્યા બાદ હવે રાજકોટ અને ગાંધીધામ રીજીયોનલ યુનિટમાંથી પણ ટુંક સમયમાં આંતરિક બદલી કરવામાં આવશે એવું જીએસટી વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેના એ.જી.ટી. ઓર્ડર ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
સામાન્ય રીતે ઈઇઈંઈ દ્વારા કસ્ટમ્સ-સીજીએસટી અને સીજીએસટી ટુ કસ્ટમ્સ મુજબ આંતરિક બદલી કરવામાં આવતી હોય છે. આ બદલી માટેની તૈયારીઓ શરૂૂ થઈ ચુકી છે. સીજીએસટી ઉપરાંત ડીજીજીઆઈ રાજકોટ અને ગાંધધામ રીજીયોનલ યુનિટમાંથી પાંચને બદલી સીજીએસટીમાં થશે. જયારે અન્ય પાંચ અધિકારીઓની રાજકોટ ડીજીજીઆઈમાં નિમણૂંક કરવામાં આવશે. આ ઉપરાંત જોઇન્ટ કમિશનર તપા આસિસ્ટન્ટ ડેપ્યુટી કમિરાનરની પણ અરસ-પરસ બદલીઓ આ મહિનામાં અંત સુધીમાં થઈ જશે તેવું ચર્ચાઈ રહ્યું છે. સેન્ટ્રલ જીએસટીમાં બદલી બાદ આવકવેરા વિભાગમાં પણ તાકીદે આ બાબતે બદલ્યો કરવામાં આવે તેવી વિગતો સામે આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે જે ખાલી પડેલી જગ્યાઓ છે તે કેટલા સમયમાં ભરવામાં આવશે કારણ કે હાલ કામનું જે ભારણ છે તે પણ સતત વધી રહ્યું છે અને સામે અધિકારીઓ ન હોવાથી પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
હાલ અપીલ કમિશનરની બદલી થતાં જે અપીલના કેસો છે તે પણ ઝડપથી આગળ વધી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં લેવલના કામગીરીમાં પણ ઝડપ આવે તે માટે હાલ રાજકોટ સેન્ટ્રલ જીએસટી ભવનમાં તે તમામ પાંચ સુપ્રિટેન્ડેન્ટ ને મૂકવામાં આવ્યો અથવા તો તેનો વધારાનો ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવે અને કામચલાઉ વ્યવસ્થા હાથ ધરાઈ તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
