રાજ્ય સરકારનો નિર્ણય : જંત્રીના 10% વસૂલી જમીન કરી શકાશે NA

હાલ 30 ટકાના દરે વસૂલવામાં આવે છે પ્રીમિયમ : મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિસરળતાનો જનહિતકારી અભિગમ : રી-ડેવલોપમેન્ટને વેગ આપવા માટે સરકાર કટિબદ્ધ

રાજકોટ મિરર, તા. 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ ગ.અ. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના 30 ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે  મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે.

તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે તેવી જમીનમાં હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના 10% પ્રિમીયમની રકમ વસુલ કરીને રીવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે. એટલું જ નહીં, જે કિસ્સાઓમાં પ્રિમીયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા તથા ત્વરિતતા આવશે તેમજ રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે.

જે કિસ્સાઓમાં પ્રિમીયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા અને ત્વરિતતા આવશે.આ સાથે જ રિડેવલપમેન્ટની પ્રોસેસને પણ વેગ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યપ્રધાને મહેસુલ વિભાગને આ નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વગર બિનખેતીની પરવાનગી આપવામાં આવેલી છે, તેવી જમીનમાં હાલના અરજદાર અને કબ્જેદાર પાસેથી હાલની જંત્રી કિંમતના 10 ટકા પ્રિમીયમની રકમ વસુલ કરીને રીવાઈઝ્ડ બિન ખેતીની પરવાનગી અપાશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:40 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech