પૈસાની વહેંચણીના આરોપોને લઈને હોબાળો : ચૂંટણી પંચની લાલ આંખ
નવીદિલ્હી, તા. 19
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીના આરોપોને લઈને હોબાળો મચી ગયો છે. મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી વિપક્ષી દળોએ આ મામલે ભાજપ પર પ્રહારો કર્યા છે. આ ઘટના મતદાનના એક દિવસ પહેલા બની હોવાથી ભાજપને આશંકા છે કે તેની અસર મતદાન પર પડી શકે છે. ચૂંટણી પંચે પણ આ મામલે એફઆઈઆર નોંધી છે. એવો આરોપ છે કે વિનોદ તાવડેની જે થેલીમાં 5 કરોડ રૂપિયાની રોકડ હતી.
આ સમગ્ર વિવાદ વચ્ચે એ જાણવું અગત્યનું રહેશે કે વિનોદ તાવડે કોણ છે, પાર્ટીમાં તેમનું કદ શું છે અને તેઓ કયા હોદ્દા પર રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં, તાવડે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી રહ્યા છે અને ટીવી ચેનલો પર ભાજપના અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. તેમની ગણતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના વિશ્વાસુ નેતાઓમાં થાય છે. તાવડે સંગઠનમાં સામેલ હોવાનું કહેવાય છે.
વિનોદ તાવડેનો જન્મ 20 જુલાઈ, 1963ના રોજ મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેણે પારલે કોલેજમાંથી અભ્યાસ કર્યો. વિનોદ તાવડેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અઇટઙ)માં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મુંબઈમાં એબીવીપીના વડા રહ્યા અને આ દરમિયાન તેમણે તમામ જવાબદારીઓ નિભાવી અને સંગઠનને પણ મજબૂત કર્યું 1995માં વિનોદ તાવડેને પાર્ટીના મહારાષ્ટ્ર એકમના મહાસચિવ બનાવવામાં આવ્યા ત્યારે તેમને મોટું રાજકીય પ્રમોશન મળ્યું. 1999માં વિનોદ તાવડે મુંબઈ ભાજપના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા. વર્ષ 2002માં તેમને ફરીથી મહારાષ્ટ્રમાં પાર્ટીના મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી અને તેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા.
