આગામી દાયકા ભારતીય ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વમાં સૌથી વધુ વૈજ્ઞાનિક અને ઝડપી બનાવવાશે
ગાંધીનગર, તા. 19
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર છેલ્લા 10 વર્ષમાં જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં હિંસા 70 ટકા ઘટાડવામાં સફળ રહી છે. અહીં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ખાતે 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, તેમણે કહ્યું કે આગામી દાયકા ભારતીય ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વમાં સૌથી વધુ વૈજ્ઞાનિક અને ઝડપી બનાવવા જઈ રહ્યો છે.
ઘણા વર્ષોથી, ત્રણ પ્રદેશો ખૂબ જ અશાંત માનવામાં આવતા હતા – કાશ્મીર, ઉત્તર-પૂર્વ અને નક્સલ પ્રભાવિત વિસ્તારો. અમે ત્રણેય ક્ષેત્રોમાં સુરક્ષામાં નોંધપાત્ર સુધારા કર્યા છે. શાહે કહ્યું કે પાછલા 10 વર્ષના ડેટાની તુલના પાછલા સમયગાળા સાથે કરીએ તો એ દર્શાવે છે કે અમે હિંસા 70 ટકા ઘટાડવામાં સફળ રહ્યા છીએ.
તેમણે કહ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવાથી દેશના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નોંધાયાના ત્રણ વર્ષમાં લોકોને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળશે.ત્રણ નવા ફોજદારી કાયદા – ભારતીય ન્યાય સંહિતા (ઇગજ), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (ઇગજજ) અને ભારતીય પુરાવા અધિનિયમ (ઇજઅ) – એ બ્રિટિશ યુગના ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ઈઙિઈ) અને ભારતીય પુરાવા અધિનિયમ, અનુક્રમે આ વર્ષે 1 જુલાઈથી અમલમાં છે.
