અનેક એવી જગ્યાઓ કે જ્યાં વર્ષોથી લાગેલા છે હોર્ડિંગ્સ છતાં નથી થઈ પૂર્તિ કમાણી
રાજકોટ, તા. 22
રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને ઘણો ખરો આપો પણ જોવા મળ્યો છે એટલું જ નહીં ઘણી ઘણી કામગીરીમાં તો જાણે રૂૂડા દ્વારા આખ આડા કાન કરવામાં આવ્યા હોય અથવા તો કોઈ ઝાડ વગર કામગીરી થઈ ગઈ હોય તેવું ચિત્ર પણ ઉભું થયું છે હાલ જે વાત થઈ રહી છે તે મુજબ રૂૂડા વિસ્તારમાં અનેકવિધ પ્રકારના હોર્ડિંગ્સ લગાડવામાં આવતા હોય છે તેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા કિસ્સામાં રૂૂડાના અધિકારીઓ તથા કર્મચારીઓને ખ્યાલ જ ન હતો કે રૂૂડા હસ્તકની જગ્યામાં હોર્ડિંગ્સ વર્ષોથી લાગેલા છે અને તેની જે વસુલાત થવી જોઈએ તે પણ હજી સુધી થઈ શકી નથી. આ સમયે જ્યારે રૂૂડાના સત્તાધિશોને જાણ થઈ ત્યારે ત્વરિત રૂૂડાએ હોર્ડિંગ્સ માટેના ભાવ પત્રક નક્કી કરી દેવામાં આવ્યા.
હાલ જે વિગતો સામે આવી રહી છે તેને ધ્યાને લેતા એ વાત તો સ્પષ્ટ છે કે જે કોઈ એજન્સીને રૂૂડા હસ્તકની જગ્યામાં પોતાના હોર્ડિંગ્સ લગાડવા હશે તેઓએ રૂૂડા દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવને અનુસરવું પડશે. એટલું જ નહીં વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા ખરા સાઈનબોર્ડ અને હોર્ડિંગ્સ એ જગ્યાએ લાગ્યા હતા કે જેનો ખ્યાલ રૂૂડા ને પણ ન હતો અને જે સમયથી લાગ્યા તે સમયથી આજ દિન સુધી તેનો એક રૂૂપિયો પણ વસૂલવામાં આવ્યો ન હતો. ત્યારે હવે એ તમામ એજન્સીઓ અથવા તો વ્યક્તિઓને એક ચોક્કસ ભાવ નક્કી કરવામાં આવશે અને જેટલા વર્ષ તેઓએ તેની ચુકવણી ન કરી હોય તેટલા વર્ષ માટે તે ભાવ તેઓએ રૂૂડાને આપવો પડશે.
બાકી રહેતી જે નવી જગ્યાઓ છે તેના માટે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ભાવ નક્કી કરી દેવામાં આવ્યો છે અને તેનું અનુસરણ કરવાનું રહેશે. જેમાં નોનલિટ હોર્ડિંગ્સ કે જેનો જુનો ભાવ પ્રતિચોરસ મીટર 650 રૂૂપિયા હતો તે હવે ખાનગી જગ્યામાં 450 રૂૂપિયા અને રૂૂડા હસ્તકની જગ્યામાં 900 નક્કી કરવામાં આવ્યો છે. એવી જ રીતે બેકલીટ અને ફ્રન્ટલિટ માટે જુનો ભાવ 650 રૂૂપિયા નક્કી કરવામાં આવ્યો અને તેમાં પણ નવા ભાવની જો વાત કરવામાં આવે તો ખાનગી જગ્યામાં 450 અને રૂૂડા હસ્તકની જગ્યામાં 900 નક્કી કરવામાં આવ્યા છે. એવી જ રીતે એલઈડી બોર્ડ માટે જુનો ભાવ પ્રતિ ચોરસ મીટર રૂૂપિયા 2000 નક્કી કરવામાં આવ્યો હતો જેમાં નવા ભાવ મુજબ ખાનગી જગ્યામાં ₹1,000 અને રૂૂડા હસ્તકની જગ્યામાં ₹2,000 નક્કી કરવામાં આવ્યા છે.
આ માટે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે વન ટાઈમ સિક્યુરિટી ડિપોઝિટ માટે જુના ભાવ મુજબ ₹500 પ્રતિ ચોરસ મીટર નો ભાવ નક્કી કર્યો હતો તેમાં નવા ભાવ મુજબ ખાનગી જગ્યામાં 500 રૂૂપિયા અને રૂૂડા હસ્તક ની જગ્યામાં ₹500 નક્કી કરાયો છે. તો બીજી તરફ કોમ્યુનિકેશન સાઈડ માટે નવા ભાવ મુજબ ₹1,000 ખાનગી પ્લોટ માં અને રૂૂડા હસ્તકના પ્લોટ માં 2000 રૂૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ કરવા પાછળનો સૌથી મોટું કારણ એ પણ છે કે હજી સુધી રાજકોટ શેરી વિકાસ સત્તા મંડળને જે આવક થવી જોઈએ તે થઈ શકી નથી ત્યારે નવા ભાવની અમલવારી થતાની સાથે જ આ તમામ પ્રશ્નો હલ થાય તેવું માનવામાં આવી રહ્યું છે.