રોડ નેટવર્કની સાથોસાથ ટ્રાફિકની સમસ્યા બનશે ભૂતકાળ : કાંગસિયાળી રોડ સુધી નવી ટીપી સ્કીમનો વિસ્તાર]
રાજકોટ, તા. 24
કોઈપણ શહેરનો પૂર્ણ વિકાસ કરવો હોય તો ટીપી સ્કીમ મુજબ કામગીરી કરવામાં આવે અને યોગ્ય ટાઉન પ્લાનિંગની વ્યવસ્થા ઊભી કરાય તો જે તે શહેરનો વિકાસ ખૂબ સરળતાથી થઈ શકે છે. રાજ્યભરમાં સરકાર દ્વારા અનેકવિધ ટીપી સ્કીમોને મંજૂર કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 12 માં એટલે કે વાવડી વિસ્તારમાં બે ટીપી સ્કીમને મંજૂર કરવામાં આવ્યું હોવાનું હાલ જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાને કહી શકાય કે કરોડો રૂૂપિયાની કિંમતના 165 જેટલા પ્લોટ મળશે તેમ જ વાવડી વિસ્તારમાં કુલ 30 ફૂટ થી લઈને 196 ફૂટ પહોળા રસ્તા બનશે જેમાં નવા રોડ નેટવર્ક સાથે ટ્રાફિકનો પ્રશ્ન સહેજ પણ લોકોને ન સતાવે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે એટલું જ નહીં યોગ્ય પરિવહનની પણ સુવિધા વિકસાવાશે જે ખૂબ મોટી વાત કહી શકાય જેથી વાવડી જેવા વિસ્તારોનો વિકાસ પણ પુરપાટ થતો જોવા મળશે.
જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર વાવડી વિસ્તારમાં બે ટીપી સ્કીમ મંજુર થઈ છે જેમાં ટીપી સ્કીમ નંબર 26 નું કહી શકાય કે ક્ષેત્રફળ 195 હેક્ટરથી વધુનું છે તેમાં વાણિજ્ય રહેણાંક ગાર્ડન તથા પાર્કિંગ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ હેતુઓના આશરે 89 રીઝલ્ટ પ્લોટ ભાવનગર પાલિકાને મળશે જેનું ક્ષેત્રફળ 2.27 લાખ ચોરસ મીટર થી વધુનું હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં આ ટીપી સ્કીમમાં કુલ 9 મીટર થી લઈ ને કહી શકાય કે 60 મીટર પહોળા રસ્તાઓ મળવાપાત્ર રહેશે અને 3.45 લાખ ચોરસ મીટરથી વધુના રોડ નેટવર્ક પણ ઊભા કરવામાં આવશે. હાલ જે વિસ્તારમાં જે નવી ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી છે તેમાં આ વિસ્તાર ઔદ્યોગિક અને રહેણાંક ની બાજુનો હોવાનું માલુમ પડ્યું છે. તુલીપ પાર્ટી પ્લોટ ની પાછળના ભાગ પર આવેલા પરિમ ફર્નિચર તેમજ કાંગસિયાળી રોડ સુધી આ ટાઉન પ્લાનિંગ સ્કીમનું વિસ્તરણ થઈ શકશે.
ટીપી બ્રાન્ચે જણાવ્યું હતું કે વાવડી ટીપી સ્કીમ જે 27 મંજૂર થઈ છે તેનો કુલ ક્ષેત્રફળ 169 હેક્ટરથી પણ વધુનું છે જેમાં વિવિધ હેતુ માટેના અનામત પ્લોટ છે હોય તેવા છો તે પ્લોટ રાજકોટ મનપાને મળશે અને અનામત પ્લોટનું કુલ ક્ષેત્રફળ 3.46 લાખ ચોરસ મીટર થી વધુનું હોવાનું પણ હાલ જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે. બીજી તરફ હજુ પણ આવનારા દિવસોમાં વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરવામાં આવે તો નવાઈ નહીં. પરંતુ કમનસીબી એ છે કે જે તે વિસ્તારનો વિકાસ શરૂૂ થઈ ચૂક્યો હોય અને ત્યારબાદ જે તે વિસ્તારની ટીપી સ્કીમ મંજૂર થાય ત્યારે ઘણી અડચણો આવતી હોય છે એ અડચણનો ન આવે તે માટે સર્વપ્રથમ ટીપી જ્યારે મંજૂર થાય તે બાદ રજૂ કરવામાં આવેલા સુધારા વધારા ને અનુરૂૂપ જો વિકાસ કરવામાં આવે તો તેનો યોગ્ય લાભ ખરા અર્થમાં લોકો લઈ શકે.
હવે જોવાનું એ રહ્યું કે જે બંને ટીપી મંજૂર થઈ છે તેમાં સરકાર અને સ્થાનિક પ્રસાશન એટલે કે રાજકોટ મહાનગરપાલિકા કેવી રીતે વિકાસ સાધે છે. સામે મહત્વનું એ પણ છે કે અત્યાર સુધી ટીપી સ્કીમ મંજૂર થઈ ન હોય અને તે હર્ષામાં જ અનેકવિધ વિકાસ કામો થવા લાગ્યા હોય અને જે બાદ માલુમ પડે કે જે તે વિસ્તારની ટીપી સ્કીમમાં અનેકવિધ ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા હોય છે અથવા તો જરૂૂરિયાત કરતા વધુ બાંધકામ કરી લેવામાં આવ્યું છે તે હર્ષામાં તેને તોડવું તે ઘણા અંશે અઘરું પુરવાર થાય છે હાલ આ બાબતે સરકારે અને ખાસ તો સ્થાનિક પ્રશાસન દ્વારા ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે અને ટેપી સ્કીમ મંજુર થયા બાદ જ જે તે વિસ્તારનો વિકાસ થાય તે ખૂબ જરૂૂરી છે.
