જમ્મુ અને કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં 19 સ્થળોએ સર્ચ દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પેમ્ફલેટ્સ અને સામયિકો સહિતના મહત્ત્વના પુરાવા મળ્યા
રાજકોટ, તા. 12
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) એ ગુજરાતની અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે મળીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલને પકડી પાડ્યું છે. ગઈંઅએ પોલીસની મદદથી આદિલ વેપારી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદના કટ્ટરપંથી મોડ્યુલને તોડી પાડવા માટે તપાસ એજન્સીએ બુધવારે દેશના પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગઈંઅ અને પોલીસની કાર્યવાહીમાં ઝડપાયેલો આદિલ વેપારી નામનો વ્યક્તિ વિરમગામનો રહેવાસી છે. વિરમગામ અમદાવાદમાં જ આવે છે. તે સાણંદ તાલુકાના ચેખલા ગામે મદરેસા અને મસ્જિદમાં નોકરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ શકમંદ એક ઓનલાઈન કટ્ટરપંથી જૂથનો સભ્ય છે. ગુજરાતમાં આ પહેલા પણ સુરક્ષા એજન્સીઓએ અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા શકમંદોની ધરપકડ કરી છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) એ આજે સવારે જમ્મુ અને કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં 19 સ્થળોએ સર્ચ શરૂ કર્યું હતું. આ ઓપરેશન પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી કટ્ટરપંથી પ્રવૃત્તિઓ અંગે ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. ગુજરાતના સાણંદમાં સર્ચ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.
આ શોધ ધરપકડ કરાયેલ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ અને ઑક્ટોબરની શરૂઆતમાં જેમની મિલકતોની શોધખોળ કરવામાં આવી હતી તે વ્યક્તિઓ વિરુદ્ધના પુરાવાઓનું વિશ્ર્લેષણ કરીને મેળવેલી માહિતી પર આધારિત હતી. ગઈંઅ એ ખુલાસો કર્યો કે શકમંદો જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા લોકોને કટ્ટરપંથી બનાવવા, આતંકવાદી પ્રચાર ફેલાવવા અને જૈશ-એ-મોહમ્મદથી પ્રભાવિત જમાત સંગઠનમાં યુવાનોની ભરતી કરવામાં સામેલ હતા.
આ કાર્યવાહી અગાઉની કાર્યવાહીને અનુસરે છે જેમાં આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરમાં 26 સ્થળોએ દરોડા પાડીને શેખ સુલતાન સલાહુદ્દીન અયુબીની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉની શોધમાં અનેક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી અને દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પેમ્ફલેટ્સ અને સામયિકો સહિતના મહત્ત્વના પુરાવા મળ્યા હતા.