સ્માર્ટ સિટી બનતા જ રાજકોટની થશે ‘કાયાપલટ’

550 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સ્માર્ટ સિટીનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ : સ્માર્ટસિટી વિસ્તારમાં 26 જેટલા બગીચાઓ, 50000 વૃક્ષોનું થશે વાવેતર

રાજકોટ, તા. 16
રાજકોટ જે ઝડપથી વિકાસ પામી રહ્યું છે તેને ધ્યાને લઈ આવનારા દિવસોમાં સ્માર્ટ સિટી માટે પસંદ થયેલ રાજકોટ એક અલગ જ રંગ રૂપ સાથે જોવા મળશે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અટલ સરોવર અને આવાસ યોજનાનું લોકાર્પણ થઈ ગયા બાદ હવે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી એરિયામાં 550 કરોડ ના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે અને આ પ્રોજેક્ટ હવે ગણતરીના દિવસોમાં જ પૂર્ણ થઈ જાય તેવી સ્થિતી ઉદ્ભવિત થઈ છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા પટેલ સીટી નામકરણ કરવા માટેની એક ખાસ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે જે આગામી જનરલ બોર્ડમાં મંજૂર કરવામાં આવશે એટલું જ નહીં આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી પાસે સમય પણ માંગવામાં આવેલો છે.
દેશભરના 100 સ્માર્ટ સિટીમાં એકમાત્ર એવા રાજકોટના 930 એકરમાં પથરાયેલા ગ્રિનફિલ્ડ સ્માર્ટસિટી એરિયામાં અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યા બાદ હવે રૂપિયા 550 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ મિની ગિફ્ટ સિટી સમાન રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વનો પ્રોજેક્ટ હવે પુર્ણતાના આરે છે. દેશભરના 100 સ્માર્ટ સિટીમાં થર્ડ ફેસમાં પસંદ થયેલા રાજકોટના સ્માર્ટસિટી ક્ધસેપ્ટ એકમાત્ર ગ્રાઉન્ડ ફિલ્ડ ગિફ્ટસિટી તરીકે ગ્રિનફિલ્ડ આધારિત છે. રાજકોટના સ્માર્ટસિટીમાં રોબર્ટ ઇન્ફાસ્ટ્રક્ચર 930 એકરમાં ફેલાયેલું છે. જે અંતર્ગત સ્માર્ટસિટી વિસ્તારમાં 26 જેટલા બગીચાઓ છે.જેમાં પર્યાવરણની જાળવણી માટે દરવર્ષે 50 હજાર વૃક્ષોનું વાવેતર સદભાવના ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવશે.
સ્માર્ટસીટી વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિરૂપે આઠ એકરમાં શહિદપાર્ક બનાવવામાં આવશે. રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 17 કિલોમીટર વિસ્તારમાં 18 મીટરથી 60 મીટરના રોડ બનાવવામાં આવશે. જ્યારે 11 કિલોમીટરથી વધુ વિસ્તારમાં બીઆરટીએસ રૂટ બનાવવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી વિસ્તારમાં બીઆરટીએસ સાથે સીએનજી અને ઇલેક્ટ્રિક બસ પણ દોડાવાશે. સાથોસાથ ઇલેક્ટ્રિક બસનું ચાર્જીંગ સ્ટેશન પણ અહીં ઉભું કરવામાં આવશે. રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 14 કિલોમીટર વિસ્તારમાં સાયકલ ટ્રેકની સગવડતા ઉભી કરવામાં આવશે. મોબાઇલ, ટેલિફોન કે વીજ કંપનીના કેબલ માટે અવારનવાર રોડ રસ્તાનું ખોદકામ ન થાય તે માટે સ્માર્ટસિટી વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ તેમજ વોટર સપ્લાય માટે અંડર ગ્રાઉન્ડ લાઇનની સગવડતા ઉભી કરવામાં આવી છે. અટલ સરોવરમાં જળ સંચય કરવા 30 એકરમાં વરસાદી પાણીને ચેનલાઈઝ કરવામાં આવ્યા છે. આવી જ રીતે પૂરની પરિસ્થિતિમાં વોંકળાના પાણી પણ અટલ સરોવરમાં ઠલવાય તે માટે તમામ વોંકળા પણ ચેનલાઈઝ કરાયા છે. ગટરનું પાણી શુધ્ધ કરવા માટે રૂ.22 કરોડના ખર્ચે આઠ એમએલડીનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
અંડર ગ્રાઉન્ડ કેબલથી ઉર્જામાં થશે બચત
મહાનગરપાલિકા ઉર્જા બચત માટે પણ કટિબદ્ધ છે એને તે દિશામાં તે આગળ પણ વધી રહી છે મહત્વનું એ છે કે સ્માર્ટ સિટીમાં અંડર ગ્રાઉન્ડ કેબલ હોવાથી ઉર્જામાં ઘણો ખરો બચાવ થશે એટલું જ નહીં અંડરગ્રાઉન્ડ કેબલ નાખ્યા હોવાથી ગ્રીન બેલ્ટ એનર્જી સિસ્ટમ વધુ સારી રીતે સક્રિય થશે. અટલસીટી એરિયામાં અન્ય પ્રોજેક્ટોની સાથો સાથ સૌપ્રથમ સ્માર્ટલાઈવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશ.ે જેનું કામ પૂર્ણતાના આરે જાણવા મળેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઈલેક્ટ્રીક કેબલ અંડરગ્રાઉન્ડ હોવાની સાથો સાથ જરૂરિયાત મુજબ પાવર સપ્લાય થાય તે મુજબનું ગ્રીનબેલ્ટ એનર્જી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સ્માર્ટલાઈટ પ્રોજેક્ટના કારણે વધુ માત્રામાં એનર્જી સેવીંગ થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં સોલાર સિસ્ટમ ઉભી કરવાનો પ્રોજેક્ટ પણ હાથ ઉપર લેવામાં આવ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઊર્જાની બચત થાય તે દિશામાં હાલ મહાનગરપાલિકા વિચાર કરી રહી છે અને તે મુજબના તમામ જરૂરી પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:17 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech