આવાસ ભાડે આપવા પડશે મોંઘા

આવાસમાં પહેલી વખત ભાડુઆત મળે તો એક મહિનો સીલ અને પાંચ હજારનો દંડ, બીજી વખત બે મહિના સીલ અને દસ હજારનો દંડ, ત્રીજી વખત ભાડે આપતા ઝડપાય તો કાયમી ધોરણે ફાળવણી રદ થશે

રાજકોટ, તા. 6
પેલા ઘણા દિવસોથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આવાસ બનાવવામાં આવ્યા છે. તેમાં ઘણા ખરા કિસ્સામાં આવાસ ભાડે આપવામાં આવતા હોય છે અને તે દૂષણ અને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ જરૂૂરી પગલાં લેવામાં આવે છે. ત્યારે આદુષણને સંપૂર્ણપણે ડામવામાં આવે તે દિશામાં હાલ તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે આજે જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે તેમાં આ અંગે નવી નીતિ ગણવામાં આવી છે અને તેને મંજૂરી આપવામાં આવશે સાથોસાથ જો આ નીતિ ની અમલવારી શરૂૂ થાય તો હવે આવા શો ભારે આપવાનું કારસ્તાન જે આચરવામાં આવતું હોય તેના પર પૂર્ણવિરામ મૂકવામાં આવશે.
ઘર વિહોણા ગરીબોને ઘરનું ઘર આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજય સરકાર દ્રારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને મહાનગરપાલિકા દ્રારા પણ પોતાના ખર્ચે શહેરમાં આવાસ યોજનાઓનું નિર્માર્ણ કરવામાં આવતું હોય છે. દરમિયાન આવાસ યોજનામાં આવાસ મેળવ્યા બાદ લાભાર્થીઓ તેમાં પરિવાર સાથે રહેવા જવાને બદલે અન્યોને ભાડે આપી દઇને કમાણી કરતા હોવાનું અનેક વખત સામે આવતા હવે આ બાબતે નવી નીતિ ઘડવામાં આવી છે.
કમિશનર તુષાર સુમેરાએ ઘડેલી નવી નીતિને આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં મંજુરીને મહોર લગાવવામાં આવશે. આવાસમાં પહેલી વખત ભાડુઆત મળે તો એક મહિનો સીલ અને પાંચ હજારનો દંડ, બીજી વખત ભાડુઆત મળે તો બે મહિના સીલ અને દસ હજારનો દંડ, ત્રીજી વખત ભાડે આપતા ઝડપાય તો કાયમી ધોરણે ફાળવણી રદ કરવામાં આવશે. આવાસ ભાડે આપતા ઝડપાયા હોય તેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે તેમજ આ માટેનો એક ખાસ સોફટવેર પણ બનાવાશે. એકંદરે કહી શકાય કે હવે રાજકોટમાં આવાસ ભાડે આપનારનું આવી બનશે. આવાસ યોજનાઓમાં સીલ કરેલા આવાસોના સીલ ખોલવાના નિયમો પણ અત્યતં કડક બનાવવામાં આવ્યા છે.
નિયત સમય મર્યાદા પૂર્ણ થયે આવાસ યોજના વિભાગમાં દસ્તાવેજની નકલ, એલોટમેન્ટ લેટર અને 300 રૂૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરાઇઝડ સોગંદનામું રજૂ કર્યા બાદ જ સીલ ખુલશે. આ અરજીની ફાઇલ ઉપર આવાસનું સીલ ખોલવા માટે ડેપ્યુટી કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીની મંજુરી પણ મેળવવાની રહેશે. આવાસ ભાડે આપવાની હરકત કરનાર નિયત દંડની રકમ ભરપાઇ કરે ત્યારબાદ તેની પહોંચ આવાસ . આવાસ યોજનાઓમાં સીલ કરેલા આવાસોના સીલ ખોલવાના નિયમો પણ અત્યતં કડક બનાવવામાં આવ્યા છે. નિયત સમય મર્યાદા પૂર્ણ થયે આવાસ યોજના વિભાગમાં દસ્તાવેજની નકલ, એલોટમેન્ટ લેટર અને 300 રૂૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરાઇઝડ સોગંદનામું રજૂ કર્યા બાદ જ સીલ ખુલશે. આ અરજીની ફાઇલ ઉપર આવાસનું સીલ ખોલવા માટે ડેપ્યુટી કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીની મંજુરી પણ મેળવવાની રહેશે. આવાસ ભાડે આપવાની હરકત કરનાર નિયત દંડની રકમ ભરપાઈ કરે ત્યારબાદ તેની પહોંચ આવાસ યોજના શાખામાં રજૂ કર્યા પછી ફીલ્ડ સ્ટાફ સીલ ખોલવા માટે જશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:25 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm