ક્લસ્ટર ઇન્ચાર્જ મયંક નાયકે કરી જાહેરાત : સંગઠન મજબૂત થશે તેવું કાર્યકરોનું માનવું : ગઈકાલ સવારથી જ સંગઠન રચનાની કામગીરી શરૂૂ કરાઈ હતી પૂરજોશમાં
ભાજપમાં કોઈ દિવસ જૂથવાદ ન હોય : માધવ દવે
શહેર ભાજપના નવા વરાયેલા પ્રમુખ માધવ દવે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ પાર્ટી એ જે જવાબદારી સોંપી છે તેમાં તેઓ સંપૂર્ણ યોગદાન આપી સાથ સહકાર આપશે અને પાર્ટીની વિચારધારાને શહેરના દરેક લોકો સુધી પહોંચાડવામાં આવશે બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષમાં કોઈ દિવસ જૂથવાદ હોય જ ન શકે કારણ કે અહીં દરેક કાર્યકર પક્ષ માટે કામ કરે છે ત્યારે વર્ષના અંતમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવવાની છે તેમાં ભાજપનો ભગવો ફરીથી લહેરાઈ તે માટે તમામ તૈયારીઓ અત્યારથી જ શરૂૂ કરી દેવામાં આવશે.
રાજકોટ, તા. 6
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજે સવારથી સંગઠન રચનાની કામગીરી ફરી હાથ પર લેવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા શહેરમાં ભાજપ પક્ષની જવાબદારી માધવ દવેને સોંપવામાં આવી જ્યારે જિલ્લાની જવાબદારી ફરી એક વખત અલ્પેશભાઈ ઢોલરીયા ને સોંપવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાના કાર્યકરોનો ઉત્સાહ ચોમેર જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ લાંબા સમયથી ભાજપ જિલ્લા અને મહાનગરોના પ્રમુખ ની નિયુક્તિ મુદ્દે ઘણી ખરી અટકડો ચાલી રહી હતી ત્યારે ગઈકાલે સાંજે ગુજરાત ભાજપ દ્વારા પ્રમુખોની વરણી કરવામાં આવી છે જેમાં ક્લસ્ટર ઇન્ચાર્જને આ જવાબદારી. પરિણામ સ્વરૂૂપે ગઈ કાલ સવારથી જ આઠ મહાનગરો અને જિલ્લા સહિત 33 નવા પ્રમુખોના નામો જાહેર કરી દેવામાં આવ્યા હતા. ભાજપે હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં જે વિજય મેળવ્યો તે બાદ સંગઠનને નવો ચહેરો આપવા માટેની તમામ તૈયારીઓ શરૂૂ કરી હતી એટલું જ નહીં સંગઠનનું સુકાન કોને સોંપવામાં આવે તે અંગે પણ અત્યંત ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો હતો અને છેલ્લે તમામ વિચાર વિમર્શ બાદ ટીમની ઘોષણા કરવામાં આવી.
ગઈકાલ સવારથી જ પ્રદેશ દ્વારા નિયુક્ત થયેલ ક્લસ્ટર પ્રભારી મારફતે સંકલનમાં શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રમાં નવા ચહેરાઓને તક મળી છે મહત્વની વાત તો એ છે કે જામનગર મહાનગરના પ્રમુખ તરીકે પૂર્વ મેયર મીનાબેન કોઠારી પર વધુ ભરોસો મૂકવામાં આવ્યો હતો એટલું જ નહીં આમ સૌરાષ્ટ્રને પ્રથમ વખત સંગઠનમાં મહિલાને સ્થાન આપ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવેલા અલ્પેશભાઈ ઢોલરીયા ને પણ રીપીટ કરવામાં આવ્યા છે હાલ તેઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પણ છે અને તેઓએ જિલ્લા સ્તરે પક્ષની સુચારૂૂ કામગીરી પણ કરી છે.
ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકામાં મયુરભાઈ ગઢવીને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે કારણ કે તેઓ મહામંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તો બીજી તરફ મોરબીમાં સંઘ સાથે સંકળાયેલા જેન્તીભાઈ રાજકોટીયાને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું. તો જુનાગઢ જિલ્લામાં ચંદુભાઈ મકવાણા અને જુનાગઢ મહાનગરમાં ગૌરવભાઈ રૂૂપારેલીયાને જવાબદારી સોંપાય છે. જુનાગઢ જિલ્લામાં ચંદુભાઈ મકવાણા વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ સાથે જોડાયેલા છે.ગીર સોમનાથમાં સંજયભાઈ પરમાર, ભાવનગર જિલ્લામાં દિગ્વીજયસિંહ ગોહિલ, ભાવનગર મહાનગરમાં પુર્વ ડે.મેયર કુમારભાઈ શાહ, બોટાદમાં મયુરભાઈ પટેલ, સુરેન્દ્રનગરમાં યુવા મોરચા સાથે સંકળાયેલા હિતેન્દ્રભાઈ ચૌહાણ લેટરકાંડથી વિવાદમાં રહેલા અમરેલી જિલ્લામાં લેઉવા પટેલ અતુલભાઈ કાનાણી, જામનગર જિલ્લામાં પણ લેઉવા પટેલ વિનોદભાઈ ભંડેરી અને જામનગર મહાનગરમાં જૈન બિનાબેન કોઠારીને શહેરનું પ્રમુખપદ સોંપાયુ છે.
માધવ દવેની અધ્યક્ષતામાં સંગઠન બનશે મજબૂત : મયંક નાયક
રાજકોટ ભાજપ શહેર પ્રમુખ પદે માધવ દવેની નિમણૂક કરવામાં આવી છે જે બાદ ક્લસ્ટર ઇન્ચાર્જ મયંક નાયક એ જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી રાજકોટ શહેરનું સંગઠન અત્યંત મજબૂત બનશે સાથોસાથ માધવભાઈ દવે દ્વારા ભૂતકાળમાં જે કામગીરી કરવામાં આવેલી છે તેનાથી પક્ષને ઘણો ફાયદો થયો છે હવે તેના પર જે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે તેના તેઓ ખૂબ સારી રીતે ઉતીર્ણ થશે તેમાં કોઈ શંકા નથી
ભાજપ જિલ્લા પ્રમુખોની યાદી
જૂનાગઢ: ચંદુભાઈ મકવાણા
અમરેલી: અતુલ કાનાણી
બનાસકાઠાં: કીર્તિસિંહ વાઘેલા
સુરત: ભરતભાઈ રાઠોડ
ગાંધીનગર: અનિલ પટેલ
મહેસાણા: ગિરીશ રાજગોર
ભાવનગર: કુમાર શાહ
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ : ભુરાભાઇ શાહ
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ : નીલ રાવ
જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ: ગૌરવ રૂૂપારેલિયા
વડોદરા : જયપ્રકાશભાઈ સોની
મહીસાગર જિલ્લો : દશરથભાઈ બારિયા
વલસાડ જિલ્લો : હેમંત કંસારા
તાપી જિલ્લો : સૂરજ વસાવા
આણંદ જિલ્લો : સંજય પટેલ
અમદાવાદ જિલ્લો : શૈલેષ દાવડા
અરવલ્લી જિલ્લો : ભીખાજી ઠાકોર
પાટણ જિલ્લો : રમેશ સિંધવ
જામનગર : બીનાબેન કોઠારી
જામનગર જિલ્લો : વિનોદ ભંડેરી
ગિર સોમનાથ જિલ્લો : સંજય પરમાર
બોટાદ જિલ્લો : મયુર પટેલ
જિલ્લાના તમામ કાર્યકરો પ્રમુખ: અલ્પેશ ઢોલરીયા
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપિટ થયા બાદ અલ્પેશભાઇ ઢોલરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મને જે જવાબદારી શિર્ષ નેતૃત્વએ સોંપી છે તેને હું બખૂબી નિભાવીશ અને પ્રમુખ અલ્પેશ ઢોલરીયા તો ઠીક પરંતુ પાર્ટીના તમામ કાર્યકર પ્રમુખ છે આ માત્ર એક વ્યવસ્થાના ભાગરૂપે પ્રક્રિયા કરાઇ છે. અંતમાં તેઓએ જણાવ્યું પાર્ટીએ અને કાર્યકરોએ જે ભરોષો મુકયો છે તેને કોઇ દિવસ ઠેંસ નહી પહોંચે.
