ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યુ
રાજકોટ, તા. 18
બે દિવસ પૂર્વે જ પાટણ સહિતના અન્ય જિલ્લાઓમાં ભૂકંપના આજકા નોંધાયા હતા જેમાં કોઈ જાનહાની થઈ ન હતી ત્યારે ગઈકાલે ફરી એક વખત કચ્છ જિલ્લામાં આવેલ રાપર સહિતના વાગડ વિસ્તારમાં ધરા ધ્રુજી હતી અને ચારની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો હાલ કોઈ જાનહાની ના આચારો મળ્યા નથી પરંતુ લોકોમાં ભાઈનો માહોલ વ્યાપી ઉઠ્યો છે. માત્ર રાપર જ નહીં પરંતુ ભચાઉ, ગાંધીધામ સહિતના અન્ય ગામોમાં પણ ભૂકંપ નોંધાયો હતો.
કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 4.0ની હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. અચાનક ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. કચ્છમાં રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય જગ્યાઓએ ભૂકંપ આવ્યો હતો. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાટણમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 12 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા રાત્રે આવ્યા હતા. આ સમયે પણ લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગરની માહિતી પ્રમાણે, સાંજે 8:18 વાગ્યે કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપના આંચકા અનુભવાયા. મળતી માહિતી પ્રમાણે, કચ્છના રાપર સહિતના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં ભચાઉ, ભુજ, અંજાર, ગાંધીધામ, કંડલા, મુન્દ્રા, માંડવી, મોરબી, હળવદ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે, ભૂકંપની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની કે નુકસાનના સમાચાર નથી.
