બટાઝટીની પાંચ ઘટનાઓ: બાપ-બેટા સહિત આઠ થયા લોહીલુહાણ
ચુનારાવાડમાં જુના ડખ્ખાનું સમાધાન કરવા બોલાવી પિતા-પુત્ર પર ટોળકી તૂટી પડી: મોરબી રોડ પર ફરિયાદ પાછુ ખેંચવાનું કહી ટાયરના ધંધાર્થી પર ત્રિણુટીનો હુમલો: રસુલપરામાં ફોનના ચાર્જર મામલે પડોશીઓ બાખડ્યા: ચોથા બનાવમાં સ્પાના સંચાલક પર ધારીયાથી ઘા થયા: પાંચમી ઘટનામાં દર્શન કરવા મામલે બે ભાઇઓ પર હુમલો
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા.30
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રોજ બરોજ નાના મોટા કારણોસર ધોકા, પાઇપ, છરી, તલવાર કે પછી હાથમાં આવે એ હથીયારથી મારામારી થતી રહે છે. કયારેક તો કોઇ પાણકાનો પણ બેફામ ઉપયોગ કરી નાખે છે. મારામારીની આવી વધુ બે ઘટનાઓ સામે આવી હતી. જેમાં બાપ-બેટા સહિત ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતાં. બંને ઘટનામાં જુના મનદુ:ખ કારણભુત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હુમલાખોરોને પકડીને કાયદાનું ભાન કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજી ઘટનામાં પડોશીઓ વચ્ચે મોબાઇલ ફોનનું ચાર્જર માગવા મામલે તલવાર, છરીથી મારામારી થતાં બે ઘાયલ થયા હતાં. ચોથી ઘટનામાં સ્પાના સંચાલક પર પરિચીતો જ ધારીયાથી તૂટી પડ્યા હતાં. પાંચમી ઘટનામાં મંદિરે દર્શન કરવાના ડખ્ખામાં બે સગા ભાઇઓ પર હુમલો થતાં એકના હાથ-પગ ભાંગી ગયા હતાં.
ઘટનાની વિગતો પર નજર કરીએ તો શહેરના ભાવનગર રોડ પર ચુનારાવાડ રાજમોતી મીલ પાસે રહેતાં ઇમિટેશનના ધંધાર્થી ચોવીસ વર્ષના બિપીન ધીરૂભાઇ સરીયા અને તેના પિતા બાવન વર્ષના ધીરૂભાઇ કરસનભાઇ સરીયા ઉપર રાતે સાડા દસેક વાગ્યે ઘર નજીક ચુનારાવાડ ચોક પેટ્રોલ પંપ પાસે નિખીલ ગુજરીયા, કાનો ગુજરીયા, ભાવેશ ગુજરીયા અને અજાણ્યાએ ધોકા-ધારીયાથી હુમલો કરતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલના બિછાને પહોંચેલા બિપીન સરીયાએ જણાવ્યું હતું કે અગાઉ નિખીલ રસ્તા પર મારી સામે ટુવ્હીલર લઇને આવી ગયો હોઇ તેને ધ્યાન રાખવાનું કહેતાં બોલાચાલી ઝઘડો થયો હતો. આ બાબતે રવિવારે ફરીથી નિખીલે બોલાચાલી કરી હોઇ તેને મેં શું વાંધો છે? તેમા કહેતાં ઝઘડો થયો હતો.
ત્યારબાદ સમાધાનની વાતચીત કરવાના બહાને મને ચોકમાં બોલાવી ફરી ડખ્ખો કરવામાં આવતાં મેં મારા પિતાને બોલાવી લીધા હતાં. એ પછી નિખીલ સહિતનાએ ટોળકી રચી હુમલો કર્યો હતો. બિપીને કહ્યું હતું કે તેના પિતા ધીરૂભાઇ પણ ઇમિટેશનનું કામ કરે છે.
ડખ્ખાની બીજી એક ઘટનામાં મોરબી રોડ સોહમનગરમાં રહેતાં જુના ટાયરના વેપારી યુવાનને રસ્તા પર આંતરી ત્રણ શખ્સોએ છરી, પાઇપથી હુમલો કરી માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં સારવાર માટે દાખલ થયો છે. જુની ફરિયાદ પાછી ખેંચવાનું કહી આ ડખ્ખો કરાયો હતો. આ મામલે બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ સોહમનગર-1માં રહેતાં અને જુના ટાયર લે-વેંચનો વેપાર કરતાં ચોત્રીસ વર્ષના પ્રકાશભાઇ ભરતભાઇ સાગઠીયાની ફરિયાદ પરથી મોરબી રોડ ચામડીયા પરા હસનેન મસ્જીદ પાસે રહેતાં સાજીક ઉર્ફ સાજુ ઓમસાણભાઇ બાવંકા, ફિરોઝ ઉર્ફ ગણેશ જમાલભાઇ બાવંકા, યુસુફ ઉર્ફ બેગડ જમાલભાઇ બાવંકા વિરૂધ્ધ ગુનો હુમલો, એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે હું જુના ટાયરનો ધંધો કરુ છું. રવિવારે ઘરેથી એક્ટીવા લઇ કુટુંબી કાકા હંસરાજભાઇની દુકાન કે જે મોરબી રોડ સીટી સ્ટેશન પાસ છે ત્યાં જતો હતો ત્યારે રસતામાં સાજુ ગણેશ, બેંગડે મને ઉભા રાખી તે જે ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લે, સમાધાન કરી નાખત તેવુ કહેતાં મેં ફરિયાદ પાછી ખેંચવાની ના પાડી હતી અને મારા બહેન કોમલબેનના ઘરે જતો રહ્યો હતો. ત્યાંથી પંદરેક મિનીટ બાદ હું મારા ઘરે જવા નીકળતાં જુના મોરબી રોડ સીટી સ્ટેશન પાસે વીસામા નજીક મને ફરીથી સાજુ ગણેશ, બેંગડે ઉભો રાખ્યો હતો. સાજુ પાસે તલવાર અને ગણેશ પાસે છરી તથા બેગડે પાસે પણ છરી હતી.
આ ત્રણેયએ મને માર મારી પછાડી દીધો હતો અને રોડ પર ઢસડ્યો હતો. આ કારણે ડાબા હાથે કોણી છોલાઇ ગઇ હતી. તેમજ મને પેટના ભાગે છરીનો છરકો લાગી ગયો હતો. અજાણ્યાએ મને પાઇપ વાંસામાં ફટકારી દીધો હતો. જેથી હું બેભાન થઇ ગયો હતો. માણસો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. એ દરમિયાન મારી બહેન આવી જતાં અને માણસો ભેગા થઇ જતાં 108 આવી જતાં સારવાર માટે ખસેડ્યો હતો. અગાઉ સાજુ મારા ઘર પાસે ગાળો બોલતો હોઇ ના પાડતાં તેણે મારામારી કરી હોઇ તેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પાછી ખેંચવાનું કહી ફરીથી હુમલો કરાયો હતો. બી-ડિવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. રાણેના માર્ગદર્શનમાં એમ. એન. પીઠીયાએ ગુનો દાખલ કર્યો હતો.મારામારીના ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ રસુલપરામાં રહેતાં જાહીદભાઇ અબ્દુલભાઇ દલ નામના આડત્રીસ વર્ષના યુવાન પર પડોશી શબ્બીર, પદીયો, શાહીદ સહિતે તલવારથી હુમલો કરતાં ઇજા થઇ હતી. સામા પક્ષે શબ્બીરભાઇ સોરાની દિકરી આરઝુ પણ પોતાના પર જાહીદભાઇએ ધારદાર વસ્તુથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. મોબાઇલ ફોનનું ચાર્જર માંગવા બાબતે પડોશીઓ બાખડી પડ્યા હતાં. આ મામલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા આજીડેમ પોલીસમાં નોંધ કરાવવામાં આવી હતી. જો કે બંને પડોશીઓએ ઘરમેળે સમાધાનનો રસ્તો અપનાવી ફરિયાદ દાખલ કરાવવાનું ટાળી દીધુ હતું.
ચોથી ઘટનામાં મોરબીના મહેન્દ્રનગરમાં રહેતાં યુવાન પર તે રાતે ઢુવા ચોકડીએ માટેલ રોડ પર આવેલા પોતાના બબલી સ્પા ખાતે હતો ત્યારે તેના જ મિત્રો, પરિચીતોએ ઝઘડો કરી ધારીયાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. મહેન્દ્રનગરમાં રહેતો પાંત્રીસ વર્ષનો જીવણભાઇ બચુભાઇ ચાવડા નામનો યુવાન રાતે ઢુવા ચોકડીએ દલવાડી હોટેલ-બબલી સ્પા ખાતે હતો ત્યારે પ્રવિણ મનસુખભાઇ, અમિત સારલા અને અજાણ્યાએ ઝઘડો કરી ગાળો દઇ ધારીયાથી હુમલો કરતાં લોહીલુહાણ થઇ ગયો હતો. દેકારો થતાં
પાંચમી ઘટનામાં વાંકાનેરના ભીમગુડા ગામે રહેતાં બે ભાઇઓ પર ગામના જ શખ્સોએ માતાજીના મઢ નજીક ધોકા-પાઇપથી હુમલો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જેમાં એક ભાઇના હાથ-પગ ભાંગી ગયા છે. ઘાયલ પૈકીના એકનો દિકરો મઢે દર્શન કરવા ગયો ત્યારે તું અહિ શું કામ આવ્યો કહી માથાકુટ થતાં તેણે પિતા, કાકાને ફોન કરીને બોલાવતાં આ બંને પર હુમલો થયો હતો. વિગતો જોઇએ તો ભીમગુડા ગામે રહેતો ભરત કરમશીભાઇ વીંજવાડીયા નામનો યુવાન ગામમાં માતાજીના મઢે પ્રસંગ હોઇ પગે લાગવા અને પ્રસાદી લેવા ગયો ત્યારે ત્યાં હાજર કુટુંબીઓ સંજય નરસી, મેહુલ નરસી, મુકેશ નરસી સહિતે અહિ તારે આવવું નહિ, તું શું કામ આવ્યો કહી ઝઘડો કરતાં ભરતે ફોન કરીને પોતાના પિતા સાઇઠ વર્ષના કરમશીભાઇ લક્ષમણભાઇ વીંજવાડીયા અને કાકા બાવન વર્ષના કરસનભાઇ લક્ષમણભાઇ વીંજવાડીયાને બોલાવતાં આ બંને આવતાં તેના પર ધોકા-પાઇપના ઘા થયા હતાં. જેમાં કરસનભાઇનો એક હાથ અને એક પગ ભાંગી ગયો હતો. જ્યારે કરમશીભાઇને માથામાં ઇજા થઇ હતી. વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. લોકો ભેગા થઇ જતાં આરોપીઓ ભાગી ગયા હતાં. નજીવી બાબતે બોલાચાલી થતાં હુમલો થયાનું જીવણભાઇએ કહ્યું હતું.
