ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : ત્રણના મોત

વૃંદાવન જતા બસમાં સવાર તમામ 50 યાત્રીઓ અમદાવાદના રહેવાસી : આઠ યાત્રીકોને ગંભીર ઇજા

રાજકોટ, તા. 8
અયોધ્યાના ફિરોઝાબાદ જિલ્લામાં અમદાવાદથી અયોધ્યા શ્રદ્ધાળુઓને દર્શન કરાવવા લઈ જઈ રહેલી લગ્જરી બસનો અકસ્માત થયો છે. લખનઉ આગ્રા એક્સપ્રેસ વે પરથી વૃંદાવન જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ આજે સવારે રસ્તા પર ઉભેલા ટેન્કર સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે તેમા સવાર ત્રણ તીર્થયાત્રીઓનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે, હોસ્પિટલમં અન્ય પાંચ ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે.
આ દુર્ઘટના વિશે જાણકારી આપતા પોલીસ અધીક્ષક ગ્રામીણ અખિલેશ ભદૌરીયાએ જણાવ્યું છે કે, ગુજરાતના અમદાવાદથી ઉત્તર પ્રદેશની તીર્થયાત્રા પર નિકળેલા શ્રદ્ધાળુઓની એક બસ એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટનાનો શિકાર બની છે. આ બસ રોડ પર ઉભેલા એક ટેન્કર સાથે અથડાઈ હતી. જેના કારણે બસમાં સવાર આઠ યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે વધુમા કહ્યું કે, ગુજરાતના લગભગ 40 તીર્થયાત્રીઓ બસમાં સવાર હતા અને અયોધ્યાથી વૃંદાવન તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટના આજે સવારે છ વાગે બની હતી. જેના પછી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.પોલીસ અધીક્ષક (એસપી) ગ્રામીણે જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોમાંથી રાધાબેન (ઉં.વ. 60), ઈશા પટેલ (બે વર્ષ) અને યુગ (13 વર્ષ)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યાં જ અન્ય પાંચ ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે.
અચાનક થયેલી દુર્ઘટના સમયે લગભગ બધા યાત્રીઓ સૂઈ રહ્યા હતા, જેના કારણે બધા એકબીજા પર પડ્યા અને સીટો સાથે અથડાયા. અકસ્માત થતાં જ બધા યાત્રીઓ બૂમાબૂમ કરવા લાગ્યા. આ દરમિયાન થોડી જ વારમાં પોલીસ પહોંચી ગઈ. એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોથી પોલીસે બસ યાત્રીઓને મીરાનપુર કતરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મોકલ્યા, જ્યાં સ્ટાફે તાત્કાલિક સારવાર શરૂ કરી. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ ડ્રાઈવર મુકેશ સહિત પાંચ લોકોને શાહજહાંપુર મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યા. બસમાં સવાર 50 યાત્રીઓમાં મોટાભાગના વૃદ્ધો હતા. બધા યાત્રીઓ ગુજરાતના અમદાવાદના રહેવાસી છે.
ઘાયલોમાં 68 વર્ષીય તારાબેન, 69 વર્ષીય પરાફૂલ, 63 વર્ષીય વિલાસ પાન, 62 વર્ષીય સીતારામ, 55 વર્ષીય સુરેન્દ્રાબેન, 60 વર્ષીય દૌવા, 74 વર્ષીય મધુબેન, 45 વર્ષીય હીરેન્દ્ર સિંહ, 44 વર્ષના બંધનહીરા, 61 વર્ષીય પિરભા, 74 વર્ષીય નાથભાઈ, 60 વર્ષીય જયાબેન, 61 વર્ષીય લીલાબેન, 35 વર્ષીય સુમિતા, 60 વર્ષીય દુર્ગાબેન, 54 વર્ષીય મહૈરિયા, 63 વર્ષીય હરસાબેન, 37 વર્ષીય વિજય ત્રિવેદી, 37 વર્ષીય કલ્પના, 22 વર્ષીય પતલાવી સામેલ છે. અન્ય ઘાયલોમાં 60 વર્ષીય સરિતાબેન, 54 વર્ષીય ઉષાબેન, 72 વર્ષીય નમીનભાઈ, 30 વર્ષીય રેવાનવાસ, 27 વર્ષીય કાલુ, 32 વર્ષીય બાબારલા, 23 વર્ષીય દુલેશ્વર, 41 વર્ષના દુર્ગેશ સિંહ રાણાવત નિવાસી ઉદયપુર, 60 વર્ષીય હંસા, 61 વર્ષીય હરસિત, 60 વર્ષીય લલ્લન, 45 વર્ષીય મારગી પટેલ, 81 વર્ષીય કાંતિ લાલ, 72 વર્ષીય ખીમીબેન, 44 વર્ષીય આશા, 18 વર્ષીય મુસ્કાન, 18 વર્ષીય ખુશબુ, 47 વર્ષીય હર્ષ ભાઈ, 37 વર્ષીય પ્રગ્નેશ, 40 વર્ષીય હસમતીબેન મોદી અને 55 વર્ષીય કાંતાબેન સામેલ છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:02 pm, Jun 7, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech