ગેસ્ટ્રો-ન્યુરો ફિઝિશિયનની OPD સેવાથી મહિને 400થી વધુ દર્દીઓ હેરાન-પરેશાન

1 વર્ષથી ગેસ્ટ્રો ઓપીડી બંધ: બિલ્ડીંગ નિર્માણથી જ ન્યુરો ફિઝિશિયન વિભાગ શરૂ જ થયુ નથી : સેવા નહીં આપવા માટે રાજી ન થતા તબીબોના અંગત કારણો

રાજકોટ મિરર તા. 7
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સારવાર કરતા વધારે અન્ય વિવાદોથી ચર્ચામાં રહે છે.સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક વિવાદોનો વંટોળિયો શરૂ જ રહે છે.થોડા જ દિવસોમાં નવીન પ્રકરણમાં સિવિલની નોંધ લેવામાં આવતી હોય છે.દર વખતે વિવાદોથી સિવિલ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની પીએમએસએસવાય બિલ્ડીંગ ચર્ચામાં આવી છે.પીએમએસએસવાય બિલ્ડિંગમાં સુપર સ્પેશિયાલિટી ઓપીડીની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે.કરોડો રૂપિયાથી નિર્માણ પામેલી અધ્યતન બિલ્ડીંગ પીએમએસએસવાયમાં સુપર સ્પેશિયાલિટી ઓપીડી અલગ અલગ દિવસ મુજબ સારવારની સવલતો દર્દીઓને પૂરી પાડવામાં આવે છે.પરંતુ ગુરૂવારના ગેસ્ટ્રો અને મંગળવાર અને શુક્રવારના ન્યુરો ફિઝિશિયનની સુપર સ્પેશિયાલિટીની ઓપીડીની સેવાનો લાભ દર્દીઓ મેળવી શકતા નથી.એક મહિનામાં આશરે 400થી વધુ દર્દીઓને ગેસ્ટ્રો વિભાગની સારવારનો લાભ મેળવવાથી વંચિત રહેવું પડી રહ્યું છે.પીએમએસએસવાય બિલ્ડીંગ નિર્માણ થયું એ દિવસથી જ ન્યુરો ફિઝિશિયન વિભાગ શરૂ જ થયો નથી.આ દુ:ખની વાત છે કે હજારો દર્દીઓ સિવિલમાં ન્યુરો ફિઝિશિયનની સારવારનો લાભ લઈ શકતા નથી. સિવિલની કચાસ કહો અથવા ખાટલે મોટી ખોટ ગણી શકાય છે.એક વર્ષ થી ગેસ્ટ્રો માટે ઓપીડી બંધ છે.સિવિલના કર્મચારી દ્વારા જ સ્વીકારવામાં આવ્યું હતું કે ગેસ્ટ્રોની ઓપીડી એક વર્ષથી બંધ છે.નિષ્ણાંત કે સર્જન તબીબ દ્વારા જ્યારે સેવા પૂરી પાડવા માટેની કામગીરી આપવામાં આવતી નથી.તેના ભાગરૂપે ઓપીડી પણ બંધ રાખવામાં આવી છે.દર્દીઓ માટે એક બાજુ સિવિલ હોસ્પિટલ તમામ સવલતો પૂરી પાડવાના બણગા ફૂંકી રહી છે.તો બીજી તરફ સુપર સ્પેશિયાલિટી માટેની અલગ અલગ દિવસના બહારથી સર્જન અને નિષ્ણાંત તબીબો બોલાવી સારવાર પૂરી પાડવાની જે સુવિધા દર્દીને પૂરી પાડવામાં આવે છે તેમાં સૌથી મોટી કચાસ અત્યારે ગેસ્ટ્રો અને ન્યુરો ફિઝિશિયન વિભાગની ઓપીડી બંધ હોવાની સામે આવી છે.
ગેસ્ટ્રો અને ન્યુરો ફિઝિશિયનની સુપર સ્પેશિયાલિટી ઓપીડી બંધ હોવાનું કારણ સેવા આપવા આવતા નિષ્ણાંત તબીબોના અંગત કારણો છે.એવું ઇન્ચાર્જ સુપ્રિટેન્ડએ જણાવ્યું હતું. ઇન્ચાર્જ સિવિલ સુપ્રીટેનડેના હાથ બંધાયેલા છે.દર્દીઓને આ બંને વિભાગની સેવા મળી રહે તે માટેના પ્રયત્નો કરી શકતા નથી.પરંતુ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય એવુ અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.દર્દીઓને આ સૌથી મોટો અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરમાં એક તરફ ખાનગી હોસ્પિટલમાં ગેસ્ટ્રો અને ન્યુરો ફિઝિશિયનની સારવાર માટેની વિઝીટના ચાર્જ મોંઘા અને ટ્રીટમેન્ટ પણ મોંઘી દાટ હોય છે. પૈસાના અભાવે જે દર્દીઓ ગેસ્ટ્રો અને ન્યુરો ફિઝિશિયનની સારવાર ખાનગી કે અન્ય કોઈ હોસ્પિટલમાં મેળવી શકતા નથી તે દર્દીઓ માટે સિવિલ જ છેલ્લો સારવાર મેળવવાનું કેન્દ્ર બને છે. ત્યારે આવા દર્દીઓને પણ આજે ગેસ્ટ્રો અને ન્યુરો ફિઝિશિયન સારવારથી વંચિત રહેવું પડી રહ્યું છે.દર્દીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારથી ગેસ્ટ્રોની ઓપીડી શરૂ થશે સિવિલ હોસ્પિટલના અધ્યક્ષનો જે રીતે ચાર્જ એક બાદ એક ખો આપી સોંપવામાં આવતો હોય છે.કાયમી ધોરણે જેમ સિવિલ સુપ્રીટેન્ડેન્ટની જગ્યા ભરાવવાનો પ્રશ્ન રહ્યો છે.ક્યાંક ગેસ્ટ્રો અને ન્યુરો ફિઝિશિયન વિભાગમાં પણ આજે એવી જ સ્થિતિ સામે આવી રહી છે.
1 વર્ષથી ગેસ્ટ્રો વિભાગ બંધ છે.ઙખજજઢ બિલ્ડીંગ નિર્માણથી જ ન્યુરો ફિઝિશિયન વિભાગ શરૂ જ થયું નથી.તો શા માટે બંધ છે એ પણ સૌથી મોટો પ્રશ્ન અત્યારે ઉભો થઈ રહ્યો છે.ગેસ્ટ્રો અને ન્યુરો ફિઝિશિયનના વિભાગો ક્યારે શરૂ થશે એના કોઈ આસર હાલ દેખાય રહ્યા નથી.દર્દીઓને કેટલો સમય રાહ જોવી પડશે એ હવે જોવાનું રહ્યું.
વિભાગો શરૂ કરાવવા પ્રયત્નો માટે હાથ બંધાયેલા : ડો. હેતલ ક્યાડા
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટ ડો. હેતલ કક્યાડાએ જણાવ્યું કે.પીએમએસએસવાય બિલ્ડીંગમાં ગેસ્ટ્રો અને ન્યુરો ફિઝિશિયન બનેં વિભાગ સુપર સ્પેશિયાલિટી ઓપીડી બંધ છે. આ બંને વિભાગમાં સેવા આપવા કોઈ તબીબ હાલ તૈયાર થતા નથી તબીબોના અંગત કારણો છે તેઓ સેવા આપવા આવતા નથી 1 થી 2 કલાક પણ સેવા આપવા માટે કોઈ રાજી થતું નથી. સરકાર દ્વારા સુપર સ્પેશિયાલિટી માં સેવા આપવા આવતા તબીબોને સારા પેકેજ પણ આપવામાં આવી રહ્યા છે જેમાં કલાકના હિસાબે અને દર્દી મુજબ પણ વિઝીટના પેકેજ આપવામાં આવે છે. તબીબો ને સારું પેમેન્ટ મળી રહે છે પરંતુ અંગત કારણોસર ન આવી શકતા તબીબોને મોટીવેટ કરવાના પ્રયાસો કરી શકાય છે. ગેસ્ટ્રો વિભાગ માટેના તબીબ સાથે વાત ચાલી રહી છે.અમારા હાથ બંધાયેલા છે.દર્દીઓને આ બંને વિભાગની સેવા મળી રહે તે માટેના પ્રયત્નો કરી શકતા નથી.
ખાટલે મોટી ખોટ
ન્યુરો ફિઝિસિયન વિભાગ
શરૂ જ થયો નહીં
PMSSY બિલ્ડીંગના નિર્માણને આશરે ત્રણ વર્ષ ઉપર થઈ ગયા છે.કરોડો રૂપિયાના ખર્ચે પીએમએસએસવાય બિલ્ડીંગ નિર્માણાધિન થયું છે.રાજકોટ પીડિયુ સિવિલમાં દર્દીઓને સુપર સ્પેશિયાલિટીની સારવાર પૂરી પાડવા હેતુ PMSSY બિલ્ડિંગમાં અઠવાડિયાના અલગ અલગ દિવસે સોમવાર થી શનિવારમાં શહેરના નિષ્ણાંત તબીબ અને સર્જન દ્વારા સુપર સ્પેશિયાલિટી ઓપીડી જેવી કે, યુરોલોજી, નેફોલોજી, એન્ડો, કાર્ડિયો, રુમેટો, ગેસ્ટો, પીડિયા કાર્ડિયો, ન્યુરોસર્જરી, બાળકોના સર્જન, પ્લાસ્ટિક સર્જન, ઓન્કો સર્જનની સેવાઓ દર્દીઓને પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ કમ નસીબે દર્દીઓને ન્યુરો ફિઝિશિયન વિભાગની ઓપીડી ની સેવા મળી રહી નથી. ન્યુરો ફિઝિશિયન વિભાગની ઓપીડી ક્યારે શરૂ થશે સો મણનો સવાલ ઉઠી રહ્યો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:32 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm