શહેર-જિલ્લામાં દબાણો થશે દૂર

ઝડપભેર કામગીરી આટોપી લેવા સરકારનો આદેશ

મહેસુલ સચિવની જિલ્લા કલેકટરોને તાકીદ : રાજકોટ જિલ્લામાં ઝડપભેર હાથ ધરાશે સર્વે

રાજકોટ, તા. 7
દિવાળી પૂર્વે રાજ્ય સરકારના મહેસુલ વિભાગના સચિવ જયંતિ રવિ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી જેમાં એક નહીં અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી અને હાલ મહેસુલ વિભાગમાં જે કામગીરી પેન્ડિંગ પડેલી છે તેને ઝડપભેર પૂર્ણ કરવા માટે પણ તાકીદ કરી હોવાનું કલેકટર વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ હાલ સમગ્ર રાજ્યમાં જો કોઈ ચર્ચાનો વિષય હોય તો તે ગેરકાયદે ખડકાયેલા બાંધકામો છે તેને દૂર કરવાનો છે. ત્યારે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને તાકીદ કરી આદેશ કર્યો છે કે ધાર્મિક દબાણ હોય કે અન્ય કોઈ પણ દબાણ હોય તેને ઝડપભેર દૂર કરવામાં આવે કારણ કે આ દુષણ ખૂબ જ વ્યાપક બની ગયું છે અને આ અંગે એક નહીં અનેક ફરિયાદો રાજ્ય સરકાર સુધી પહોંચી છે. ત્યારે વિવિધ જિલ્લાના કલેકટરો દ્વારા આ અંગે શું કામગીરી કરવામાં આવી તેનો રિપોર્ટ હાલ માંગવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આવનારા દિવસોમાં જિલ્લા કલેકટર દ્વારા તાલુકા કક્ષાએ મહેસુલી અધિકારીઓને હાલ સૂચિત કરવામાં આવ્યું છે તેમના દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવે તે ઝડપી હોય અને તાલુકા સ્તર અને જિલ્લા સ્તર પર જે ગેરકાયદે બાંધકામો હોય તેની યાદી બનાવવામાં આવે જેથી ઝડપભેર તે ખડકાયેલા માચડાને દૂર કરી શકાય. હાલ આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ કલેક્ટર વિભાગમાંથી માહિતી મળી રહી છે. પરંતુ હજુ સુધી જે સર્વે હાથ ધરવામાં આવવો જોઈએ તે સર્વે હાથ ધરાયો નથી ઊલટું ઘણા ખરા કિસ્સાઓમાં તો યાદી પણ તૈયાર કરવામાં આવી ન હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામો જોવા મળે છે પછી તે રેસીડેન્સીયલ પ્રોપર્ટી હોય કે પછી ધાર્મિક જગ્યાઓ હોય.
હાલ મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી કલેકટર વિભાગના નાયબ કલેક્ટરો દ્વારા દબાણો દૂર કરવા માટે ઘણીખેરી મહેનત કરી રહ્યા છે કોર્પોરેશન પણ હાલ ઘેર કહી દે ખડકાયેલા દબાણ હોય તેને દૂર કરવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ત્યારે આ દબાણો દૂર કરવાની ઝુંબેશ ને ધ્યાને લઈને જ હાલ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના તમામ કલેકટરોને સૂચિત કરવામાં આવ્યા છે અને આ અંગે સમયાંતરે યોગ્ય ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે કે કામગીરી કયા તબક્કે પહોંચી. ત્યારે ભવિષ્યમાં હવે દબાણનો જે પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ઉદભવિત થયો છે તેના પર પૂર્ણવિરામ મૂકવા માટે રાજ્ય સરકારે કમર કસી છે.
21 થી 23 નવેમ્બર સોમનાથ ખાતે યોજાશે ચિંતન શિબિર
રાજ્યના તમામ જિલ્લા કલેકટરો તથા વિકાસ અધિકારીઓની ચિંતન શિબિર આગામી 21 થી 23 નવેમ્બર દરમિયાન મળશે જેમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ખાસ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે તેવી હાલ અટકડો ચાલી રહી છે. આ અંગે જ્યારે જિલ્લા કલેકટરને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મૌન સેવી લીધું હતું અને આ અંગે કોઈ વાત ન કરવા માટે પણ જણાવ્યું હતું.
IILMS સોફ્ટવેર સાથે તમામ મહેસુલી કેસને આવશે જોડવામાં
રેવન્યુ સચિવ જયંતિ રવિ દ્વારા દિવાળી પૂર્વે જે કલેક્ટર કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં તેઓએ ઈંઈંકખજ સોફ્ટવેર સાથે તમામ મહેસુલી કેસને જોડવા માટેની વાત કરી હતી ત્યારે આવનારા દિવસોમાં હવે તમામ મહેસુલી કેસને આ ખાસ સોફ્ટવેર સાથે જોડી દેવામાં આવશે જેથી તેનું યોગ્ય ટ્રેકિંગ થઈ શકે અને કામગીરી ક્યાં તબક્કે પહોંચી છે તેનો પણ અંદાજો મળી શકે. હાલ આ તમામ બાબતોની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તહેવાર પૂર્ણ થતા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે હાથ ધરાશે કામગીરી
કલેકટર વિભાગ માંથી મળતી માહિતી મુજબ દિવાળી તહેવાર હાલ પૂર્ણ થઈ ગયો છે ત્યારે ફરી એકવાર શહેર અને જિલ્લામાં જે ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવા માટે હાલ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે એટલું જ નહીં તલાટી મંત્રીથી માંડી મામલતદાર સુધીના અધિકારીઓને આ અંગે તપાસ હાથ ધરવા જણાવવામાં આવ્યું છે સાથોસાથ વિવિધ સર્વે જે ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાશે તેને પણ પરિપૂર્ણ કરવા માટે હાલ તખતો તૈયાર કરવામાં આવ્યો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:16 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm