TRP અગ્નિકાંડમાં પાંચ હજાર પેઈઝના 467 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજુ

15 આરોપીઓ સામેનો કેસ સરકારપક્ષે ખુલ્લો મુકયો : વધુ સુનાવણી 14 નવેમ્બરના રોજ

રાજકોટ, તા. 7
ગુજરાતને હચમચાવી દેનાર ટી.આર.પી. અગ્નિકાંડમાં પાંચ હજાર પેઈઝનો 467 દસ્તાવેજી પુરાવો રજુ કરી 15 આરોપીઓ સામેનો કેસ સરકાર પક્ષે ખુલ્લો મુકયો. પુરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્વજનોના હદય દુાવક કરૂણ રૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમા છાપાના સમાચારના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે રજા ના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમીશ્નર તથા મ્યુનીસીપાલ કમીશ્નર સહીત તંત્રોને આડે હાથે લઈ સાડા ચાર કલાક જેનુ હીયરીંગ ચાલેલ હોય તેવી રાજકોટ મુકામે ની ટી.આર.પી. અગ્નીકાંડ ની ઘટનામા 27 ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ 15 આરોપીઓ સામે ચાલી રહેલ કેસમા કુલ-467 દસ્તાવેજો જેમા પાંચ હજાર પેઈઝનો દસ્તાવેજી પુરાવો સરકાર તરફે થી રાજકોટના મહે. એડી. સેસન્સ જજ ડી.એસ.સીધ સાહેબની કોર્ટમા આજરોજ ની આરોપીઓની અદાલતની મુદતમા રજુ કરી પ્રોસીકયુશને પોતાનો કેસ કાયદાકીય જોગવાય મુજબ તમામ આરોપીઓ વિરૂધ્ધ ખુલ્લો મુકેલ છે.
કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો (2) અશોકસીહ જગદીશસીહ જાડેજા (3) કીરીટસીહ જગદીશસીહ જાડેજા (4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (5) યુવરાજસીહ હરીસીહ સોલંકી (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળ અને 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઉચ લોખંડ તથા પતરાનુ કેબ્રીકેશનનુ માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવી તેમા આગ લાગવાની ઘટના બને તો પહોચીવળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ના સાધનો રાખ્યા વગર કે અગ્નીસમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામા ગેમ ઝોન ચલાવી તેમા આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની સતપ્રતિષ્ઠત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવો ના મૃત્યુ નીપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોન માથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મૃત્યુ સંભવ હતા તેવા જોખમમાં નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.
ટી.આર.પી. અગ્નીકાંડ કેસની આજરોજ 15 આરોપીઓની સેસન્સ અદાલતમા કેસ કમીટ થયા બાદ ની 7 મી મુદત હોય જેમા સરકાર પક્ષેના સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. તથા ભોગ બનનારના એડવોકેટો રાજકોટ ના મહે. એડી. સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ખુલતી અદાલતે હાજર રહેલ અને 467 દસ્તાવેજો સ્વરૂપી પુરાવો રજુ કરેલ જે દસ્તાવેજોમા એફ.આઈ.આર., પી.એમ.રીપોર્ટ, પંચનામાઓ, એફ.એસ.એલ. રીપોર્ટ, બેંકોના સ્ટેટમેન્ટ, ઓડીટ રીપોર્ટ, હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાયો, કોર્પોરેશનની ફાઈલો, પી.જી.વી.સી.એલ.ની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડીટેઈલો, ઈજા પામનારાઓના મેડીકલ સર્ટીફીકેટો વિગેરે દસ્તાવેજી પુરાવો નામદાર અદાલતમાં રજુ કરવામા આવેલ છે જે દસ્તાવેજી પુરાવાની નકલો કાયદાકીય જોગવાય મુજબ આરોપીઓને આપવાની થતી હોય જે દસ્તાવેજી પુરાવાની નકલો ડી.વી.ડી. સ્વરૂપે આરોપીઓને પુરી પાડવામા આવેલ છે.
ઉપરોકત કામમા ભોગ બનનાર પ્રદિપસિંહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા તથા અન્ય એક ભોગ બનનાર વતી એન.આર.જાડેજા નાઓએ હાજર રહી કાર્યવાહી કરેલ હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:07 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm