નાગરિક બેંકની ચૂંટણીમાં જામશે જંગ : 41 યોદ્ધાઓ ફાઇનલ

કલ્પક મણીયાર સહિત સંસ્કાર પેનલના ચાર સભ્યોના ફોર્મ રદ : કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ

જિલ્લા કલેકટર પ્રભાવ જોશી એ કહ્યું મુંબઈ ખાતે યોજાશે મતદાન : મંગળવારથી ચૂંટણી તૈયારીઓને અપાશે આખરી ઓપ : ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું

રાજકોટ, તા. 9
રાજકોટ નાગરિક સહકારી બેંકના 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં કુલ 46 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ગઈકાલે કલેક્ટરે 41 ઉમેદવારો ના ફોર્મ ને માન્ય રાખ્યા છે જ્યારે પાંચ ઉમેદવારોના ફોર્મ અમાન્ય કર્યા છે જેમાં કલ્પ મણિયારનું પણ ફોર્મ છે. મળતી માહિતી મુજબ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને સંસ્કાર પેનલના કલપક મણિયાર ની સાથોસાથ તેમના ભાઈ મિહિર મણિયાર, હિમાંશુ ચિનોઈ, હિમેશ કેસરિયા નું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે તો સામે સહકાર પેનલમાંથી એકમાત્ર રણછોડભાઈ ઢોલિયા નું ઉમેદવારી પત્ર રદ થયું છે ત્યારે હવે સંસ્કાર પેનલમાં 11 ઉમેદવારોના ફોર્મ જ માન્ય રાખવામાં આવ્યા છે જ્યારે સહકાર પેનલમાં 29 ઉમેદવારો ના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલા છે. મળતી માહિતી મુજબ નાગરિક સહકારી બેંકમાં ચેરમેન બનવા માટે 21 ડાયરેક્ટરો પૈકી 11 ડાયરેક્ટરોના મત મળવા અનિવાર્ય છે ત્યારે હાલ ની સ્થિતિ મુજબ સહકાર પેનલ નું વર્ચસ્વ સંસ્કાર પેનલ પર જોવા મળી રહ્યું છે. ગઈકાલે ફોર્મ ચકાસણી માટે છેલ્લો દિવસ હતો ત્યારે ગઈકાલ બપોર સુધીમાં કુલ 21 બેઠકમાંથી છ બેઠક બિનહરીત થઈ ચૂકી છે જ્યારે બાકીની બેઠકોમાં સહકાર અને સંસ્કાર પેનલ દ્વારા એકબીજા સામે વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. ફોર્મ ચકાસણી પૂર્ણ થતા બંને પેનલ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને અભદ્ર શબ્દનો પણ ઉપયોગ થયો હતો. જે બાદ સમયસુચકતા ને ધ્યાને લઈ સમગ્ર મામલો ઠારે પડ્યો. બીજી તરફ નાગરિક સહકારી બેંકના ઇન્ચાર્જ ચેરમેન જીમી દક્ષિણીએ જણાવ્યું હતું કે ફોર્મમાં કોઈને વાંધો ન હતો અને સહકાર પેનલ પોતાના ટેકેદારો સાથે ચૂંટણી લડશે કારણ કે સહકાર પેનલમાં કોઈપણ પ્રકારના વાંધા રજુ કરવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં બહારગામની પાંચ અને એસસી એસટીની એક એમ કુલ છ બેઠક બિનહરીફ થઈ હતી.
રાજકોટ નાગરિક બેંકને ખૂબ જ રસપ્રદ બનેલી ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી થયેલ હતી. “સંસ્કાર” પેનલના 15 ઉમેદવારો માંથી ચાર ઉમેદવારોના ફોર્મ રદ થયેલ હતા. વધુ આજે મોડી રાત્રે કલેકટરનો લેખિત ઓર્ડર આવી ગયા બાદ આગળના કાનુની પગલાઓ અંગે વિચારવામાં આવશે. જો સિનીયર એડવોકેટો સલાહ આપશે તો જેમના ફોર્મ રદ થયા છે તે ચારેય ઉમેદવારે તા.11 ને સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગશે તેવી પૂર્ણ શકયતા છે.
‘સંસ્કાર’ પેનલના તમામ ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ તરફથી “નાગરિક બેન્ક બચાવો સંઘની એવી સ્પષ્ટ ગેરેન્ટી આપી છે કે બેન્કની કૌભાંડ મુક્ત બનાવવા તેમજ શુધ્ધિકરણ લાવવા ‘સંસ્કાર’ પરિવાર પર વચનબધ્ધ છે. આથી સંઘના પ્રમુખ ચંદુભાઈ પરમાર તેમજ મહામંત્રી વિબોધ દોશીએ સંઘની અભિયાનમાં ‘સંસ્કાર’ પરિવાર પર જોડાઈ જતા આનંદની લાગણી વ્યકત કરેલ છે. વિબોધ દોશીએ ‘સંસ્કાર’ પરિવારના કો-ઓર્ડિનેટર તરીકેની જવાબદારી પણ સ્વીકારી લીધેલ છે.
નાગરિક બેંકની ચૂંટણી રદ કરવા કરાઈ માંગ
રાજકોટ નાગરિક સહકારી બેંક ચૂંટણી પૂર્વે અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે બેંકના શેરધારક યશવંતભાઈએ જિલ્લા કલેકટર પ્રભાવ જોશીને આ ચૂંટણી રદ કરવા માટે રજૂઆત કરી હતી એટલું જ નહીં આ અંગે તેઓએ કારણો પણ દર્શાવ્યા હતા જેમાં તેમનું માનવું છે કે, જે બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણી કરવાના પ્રતિનિધિઓ ગેરકાયદે રીતે નિમાયેલા છે એટલું જ નહીં જેનો કોઈ પરિપત્ર નાગરિક બેંક દ્વારા કરવામાં આવ્યો નથી અને શેરધારકોને જાણ પણ કરવામાં આવી નથી. જ્યારે બીજો વાંધો તેઓએ એ ઉઠાવ્યો હતો કે પ્રતિનિધિ સભાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે અને તેમાં સુનાવણી પણ થઈ ચૂકી છે જેનો ચુકાદો ત્રણ ડિસેમ્બર 2024 ના રોજ આવશે જેથી તે પહેલા ચૂંટણી કરવી યોગ્ય છે. ત્રીજો મુદ્દો જે કલેક્ટર સમક્ષ મૂકવામાં આવ્યો તેમાં દરેક સભાસદોને ચૂંટણી માટેના નિયમો અગાઉથી જાહેર કરવામાં આવવા જોઈએ અને તે મોકલવા પણ જોઈએ પરંતુ પ્રતિનિધિઓની નિમણૂક લાગતા વળગતાઓની નાગરિક બેંકના સંચાલક મંડળે કરી દીધી છે જે નિયમ વિરુદ્ધ છે જેથી ચૂંટણી નવેસરથી યોજવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે નિર્ણય થવા માંગણી પણ કરવામાં આવી છે.
વકીલોની સલાહ લઈ યોગ્ય લાગશે તો સોમવારે હાઇકોર્ટમાં જસૂ: કલ્પક મણિયાર
સંસ્કાર પેનલના કલપકભાઈ મણીયારે જણાવ્યું હતું કે હાલ તેમના જે ચાર ફોર્મ રદ થયા છે તે કયા કારણોસર રદ કરવામાં આવ્યા તેને લઈને રાજકોટ અને અમદાવાદના વકીલો મંત્રણા કરી રહ્યા છે અને જો આ જ બપોર સુધી તેઓને યોગ્ય લાગશે અને મુદ્દો પડકારવાનો હશે તો તેઓ ચોક્કસ સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે રજૂઆત કરશે કારણ કે સોમવારે ફોર્મ ખેંચવાનું છેલ્લો દિવસ હોવાથી આ કામગીરી ઝડપભેર આટોપી લેવી પડે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થવા પામી છે. હાલ આ કેસમાં રવિ ગોગીયા સહિત અન્ય વકીલો રોકાયા છે જેવો સમગ્ર ઘટના નું અવલોકન કરી અને જે ફોર્મ અનન્ય કરવાનો કલેકટરનો જે ઓર્ડર છે તેનું અભ્યાસ કરી રહ્યા છે.
કૌભાંડોની સ્વીકૃતિ જો સહકાર પેનલ કરે તો સંસ્કાર પેનલના તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે
સંસ્કાર પેનલના આગેવાનોનું માનવું છે કે તેમની પેનલ સત્તા મેળવવા માટે નહીં પરંતુ જે ખોટું થયું છે તેને દૂર કરવા માટે છે ત્યારે નાગરિક સહકારી બેંકમાં જે થયેલા કૌભાંડોની સ્વીકૃતિ જો સહકાર પેનલ કરશે તો સંસ્કાર પેનલના તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે કારણકે આ સંસ્કાર પેનલ સત્તા મેળવવા માટે નહીં પરંતુ વધુને વધુ લોકોનો ભરોસો નાગરિક બેંક ઉપર જળવાઈ રહે તે વિકસાવવાનો છે નહીં કે સત્તા મેળવી. ત્યારે આ લડત માત્રને માત્ર એ જ છે કે અહીં હવે સહકાર પેનલના સભ્યો આગળ આવે અને થયેલ કૌભાંડની સ્વીકૃતિ કરે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:41 am, Jun 7, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech