બીયુ સર્ટિફિકેટ હજુ સુધી મળ્યું નથી છતાં પણ રંગોલી પાર્ક માં ફાયર એનઓસી : અનેક તર્ક-વિતર્ક : ગઘઈ કેન્સલ કરવા સ્થાનિક લોકોએ કરી માંગ
પૂરતા સાધનો અને યોગ્ય વ્યવસ્થા ન હોવા છતાં રંગોલી પાર્કનું ફાયર એનઓસી થયું રીન્યુ : સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ તાબડતોબ અમદાવાદના ફાયર સેફ્ટી ઓફિસર દોડી આવ્યા રાજકોટ
રાજકોટ, તા. 9
રાજકોટનાં રંગોલી પાર્ક હાઉસિંગ બોર્ડને મળેલા ફાયર ગઘઈને સ્થાનિકોએ ગેરકાયદે ગણાવ્યું, નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે એટલું જ નહીં રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે પણ હાજર રહેવાનું હતું પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા ઊલટું ફાયર સેફ્ટી ઓફિસર કે જેઓ અમદાવાદથી આવ્યા તેઓએ તમામ સ્થાનિકોના પ્રશ્નો સાંભળી ઉપલી અધિકારીઓને રજૂઆત કરવા જણાવ્યું.
રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હાઇકોર્ટનાં આદેશ મુજબ ફાયર વિભાગ દ્વારા ફાયરના ગઘઈ માટેની કામગીરી કડક રીતે કરવામાં આવી રહી છે. તેમજ લોકો પણ આ માટે જાગૃત બન્યા છે. ગુજરાતમાં કદાચ પ્રથમવાર એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તંત્ર દ્વારા આપવામાં આવેલા ફાયર ગઘઈને સ્થાનિકોએ જ ગેરકાયદે ગણાવ્યું છે. રાજકોટનાં કાલાવડ રોડ નજીક રંગોલી પાર્ક નામની હાઉસિંગ બોર્ડની સોસાયટી આવેલ છે. અમદાવાદના ઋજઘ દ્વારા આ બિલ્ડીંગને ફાયર ગઘઈ અપાયું હતું. છતાં સ્થાનિકોએ તેને ગેરકાયદે ગણાવ્યું છે. અને નિયમોનું ઉલ્લંઘન થયાનો આરોપ લગાવતા ગઈકાલે અમદાવાદથી ઋજઘ સહિતની ટીમ આવી પહોંચી હતી.
રંગોલી પાર્કના સ્થાનિકોનું માનવું છે કે તેમના દ્વારા જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે ફાયર એનઓસીને લઈ મુદ્દાઓ યોગ્ય રીતે પુરવાર થયા ન હોય અને જે બાકી કામ છે તે પૂરું ન થાય ત્યાં સુધી ફાયર એનઓસી મળી શકે નહીં તો એજન્સી દ્વારા કેવી રીતે ફાયર એનઓસી આપવામાં આવ્યું તે એક નહીં અનેક પ્રશ્નો ઊભા કરે છે. આ અંગે રાજ્યના ફાયર ડાયરેક્ટર સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેઓએ સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું કે નવા નિયમોને ધ્યાને લઈ રાજ્ય સરકારે ગુજરાતની સિલેક્ટ થયેલી એજન્સીઓને રિન્યુઅલ ફાય એનઓસી આપવા માટેની સત્તા આપેલી છે. પરંતુ તેમની આ કામગીરીમાં સ્થાનિક ફાયર વિભાગના ટોચના અધિકારીઓ સાથે રહે છે અને તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીનું યોગ્ય રીતે મૂલ્યાંકન પણ થતું હોય છે.
વધુમાં રાજ્યના ફાયર ડાયરેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, બે વર્ષના આ રીન્યુઅલ પિરિયડમાં ચાર વખત એજન્સી દ્વારા મોકડ્રિલ યોજવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારની તકલીફનો સામનો સ્થાનિક હોય ન કરવો પડે પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેમના રંગોલી પાર્ક કે જે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે તેમાં જરૂરી એક પણ સુવિધા ફાયરને લગતી નથી તો તેઓને કેમ ફાયર એનઓસી આપી દેવામાં આવ્યું એટલું જ નહીં કયા કારણોસર રીન્યુ થયું તે અંગે પણ અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. અમદાવાદ થી આવેલા ફાયર સેફટી ઓફિસર ધ્રુવ સોનિએ જણાવ્યું કે, તેમના દ્વારા એનઓસી આપવામાં ભૂલ થયેલી છે પરંતુ આ અંગે તેઓ ઉપલા અધિકારીને ધ્યાન દોરશે. હવે સ્થાનિકોના મતે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આટલી ગંભીરતા કયા કારણોસર દાખલમાં આવી નથી એવું તો કયું કારણ બન્યું કે અપૂરતી વસ્તુ હોવા છતાં ફાયર એનઓસી મળી જાય. ઘણી ખરી એવી પેન્ડિંગ ફાઈલો પડેલી છે કે જ્યાં હજુ સુધી રિન્યુઅલમાં પણ એનઓસી મળ્યું નથી તો રંગોલી પાર્ક પર આટલો બધો પ્રેમ કેમ ?
પ્લાનમાં સોલાર પેનલ દેખાડાય પરંતુ હકીકતમાં પેનલના નામે મીંડુ : બિયુ સર્ટિફિકેટ પણ મળ્યું નથી
રંગોલી પાર્કનો જે પ્લાન બનાવવામાં આવ્યો છે તેમાં સોલાર પેનલ દેખાડવામાં આવી છે પરંતુ વાસ્તવમાં એક પણ પેનલ છત ઉપર લગાડવામાં આવી નથી અને એટલું જ નહીં બિયુ સર્ટિફિકેટ પણ હજુ સુધી રંગોલી પાર્કને મળ્યું નથી. જોગવાઈ એવી પણ છે કે જ્યારે બિયૂ સર્ટીફીકેટ ન હોય તો ફાયર એનઓસી મળી ન શકે આ સંદર્ભે ફાયર સેફટી અધિકારી ધ્રુવ સોનીએ જણાવ્યું હતું કે, આ કન્ડિશનલ્ એનઓસી આપવામાં આવ્યું છે એટલું જ નહીં ભૂતકાળમાં એ વાતની પણ સ્પષ્ટતા અને જોગવાઈ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં છત ઉપર સોલાર પેનલ મૂકવામાં આવશે અને તે શરતે જ એનઓસી આપવામાં આવ્યું પરંતુ આજ દિન સુધી હજુ એક પણ પ્રકારનું સોલાર પેનલ લગાડવામાં આવ્યું ન હોવાથી કયા કારણોસર બિલ્ડીંગ ને એનઓસી આપવામાં આવ્યું છે તે હવે લોક મૂકે પ્રશ્ન ચર્ચા રહ્યો છે.
રજૂ થયેલ મુદ્દાઓ
1 રૂડા પાસે મંજુર કરાવેલ નકશામાં દર્શાવેલ ફાયર સ્ટેર સ્થળે જોવા મળતી નથી
2 30 મીટર થી વધુ ઉચાઇ ધરાવતા બિલ્ડિંગ છતાં સ્ટ્રેચર લીફ્ટ નથી
3 એક પણ લીફ્ટ ટેરેસ સૂધી નથી
4 45 મીટરના હાઈ રાઇઝમાં આગલાગે ત્યારે ફાયર ફાઈટર વળાંક વળી શકે તેટલા પહોળામાર્ગ નથી અપૂરતા પાર્કિંગ ને કારણે આ માર્ગમાં પાર્કિંગ દર્શાવેલ હોય બિલ્ડીંગની પાછળ આગ લાગે ત્યારે ફાયરફાઈટર માટે ત્યાં જવા કોઈ જ માર્ગ નથી ઉદાહરણ: K,L,M,N,O અને P
બિલ્ડીંગની પાછળ નાં માર્ગ
5 આ સોસાયટીના બ્લોક અ અને ઇ માં આવક જાવક માટે એકજ માર્ગ છે આં સંજોગોમાં ફાયર ફાયટરને EXIT માટેનો કોઈજ ખુલ્લો માર્ગ કે સરળતાથી વળાંક વળી શકે તેટલી કોઈ જ જગ્યા છોડેલ નથી
6 બાળકો રમતા બગીચામાં જ વિશાળ વીજ ટ્રાન્સફોર્મર તેમજ તેની બાજુમાં જ ખુલ્લા વીજ જનરેટર આવેલ છે
7 ટેન્ડરમાં સલામત વીજ મીટરરૂમ ની જોગવાઈ છતાં વીજમીટર રૂમ બનાવવાને બદલે સેફટી ટેંકની ઉપર માત્ર ચેનલ પર વીજમીટર ખુલ્લા લગાવ્યા છે ત્યાં કે તેની નજીકમાં પણ નિયમાનુસાર કોઈ જ ડ્રાય આગશામક નથી
8 14 માળ અને પ્રત્યેક માળે 8 બ્લોક મળી 112 બ્લોક ધરાવતા LIG 2 પ્રકારના બિલ્ડીંગ માં નિયમાનુસાર બે દાદર કે લીફ્ટની સંખ્યા નથી, રહેવાસીની જીન્દગી ખતરામાં ન મુકાય તે હેતુ રૂડા એ આપેલ સૂચના તથા GDCR ના નિયમોની અવહેલના કરી છે
9 આગ જેવા અકસ્માતે બાળકો અને વૃધ્ધો સરળતાથી દાદર ઉતરી શકે તેવી દાદરની બંને બાજુ રેલીંગની જોગવાઈ આ યોજના માં તેમજ NBC માં હોવા છતાં દાદરની બંને બાજુ રેલીંગ પણ કરેલ નથી
10 મોટાભાગની ફાયરટેંક અલગથી વીજ મોટર ધરાવતી નથી અને કેટલા સ્થળે તેને બાયપાસ કરવામાં આવી છે. જેની ચકાસણી માટે બધાજ બ્લોકની ટેરેસની જાત તપાસ જરૂરી છે
11 1164 ફ્લેટ એટલે કે 5000 થી વધુ વસ્તી ધરાવતી આ કોલોનીમાં આગ તથા અકસ્માત સમયે ત્વરીત માહિતી પ્રસારણ થઇ શકે તેવી પબ્લિક અનાઉન્સમેંટ સીસ્ટમ નથી કે પ્રવર્તમાન નિયમાનુસાર સામાજિક સુરક્ષા હેતુ સર્વેલન્સ કેમેરાની પણ જોગવાઈ આ યોજનાના ડેવલોપર દ્વારા કરાઈ નથી
12 સોસયટીના આંતરિક માર્ગમાં અન્ડર ગ્રાઉન્ડ વીજ વાયરીંગ કરવું ફરજીયાત હોવા છતાં અહી થાંભલા પર ખુલ્લા વીજવાયરો સોસાયટીની અંદર લટકે છે સાંકડા માર્ગમાં આવેલ વીજ વાયરો ગમ્મે ત્યારે અકસ્માત સર્જી શકે છે
13 સોસાયટી તથા બગીચામાં આવેલ ટ્રાન્સફોર્મર / સબસ્ટેશન ને સલામત સ્થળે ખસેડવા કે તેની આસપાસ સલામત બેરીકેટ લગાવવા અનેક વખત PGVCL તથા અ યોજનાના ના નિર્માતા ગુ,હા.બોર્ડને અવાર નવાર રજૂઆત કરવામાં આવી પરંતુ આ બેદરકાર અને બીન જવાબદાર વિભાગો એક બીજા પર જવાબદારીની ખો આપતા રહ્યા અસંખ્ય રજૂઆત બાદ કેટલાક ટ્રાન્સફોર્મર આસપાસ સિમેન્ટ ના બેરીકેટ PGVCL દ્વારા મુકાયા જેને બંધ કરવામાં આવ્યા નથી
14 લીફ્ટ તથા વીજ જનરેટર વચ્ચે ઓટો સ્વીચ સીસ્ટમ કાર્યરત ન હોવાથી ઓચિતા વીજપ્રવાહ ખોરવાતા અનેક વખત લોકો લીફ્ટમાં ફસાઈ જાય છે પૂરતા બેટરી બેકઅપ કે અન્ય કારણે લીફ્ટ નજીકના ફ્લોરે આવી અને દરવાજો ખુલો હમેશા થવો જોઈએ જે મોટાભાગે થતો નથી આમ જીવનું જોખમ સર્જાય છે ફાયર અને લીફ્ટ સેફટી હેતુ તમામ 17 બ્લોકની રૂબરૂ તપાસ કરવા નમ્ર વિનતી છે.