બાંગ્લાદેશમાં ઈસ્કોનના ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ

હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવા બદલ પોલીસે રાજદ્રોહના કેસમાં કરી ધરપકડ

નવીદિલ્હી, તા. 25
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવા બદલ ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ઢાકા એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસે રાજદ્રોહના કેસમાં તેની ધરપકડ કરી છે. ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુએ 22 નવેમ્બરે બાંગ્લાદેશના રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં રેલી યોજી હતી. માનવામાં આવે છે કે તેના કારણે ચિન્મય કૃષ્ણ પ્રભુ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ રેલીમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને સતત હેરાન કરી રહી છે. ઇગઙના સમર્થન સાથે કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામી ખુલ્લેઆમ ઈસ્કોન અને ઈસ્કોનના ભક્તોને મારી નાખવાની ધમકી આપી રહી છે. તેની સામે બાંગ્લાદેશ ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુએ સરકાર પર બાંગ્લાદેશી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને હિન્દુઓમાં ભાગલા પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.
બાંગ્લાદેશના મેહેરપુરમાં આવેલા ઈસ્કોન મંદિર પર થયેલા હુમલા અંગે ચિન્મય પ્રભુએ હિંદુ મંદિરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ચિત્તાગોંગમાં ત્રણ મંદિરો જોખમમાં છે પરંતુ હિંદુ સમુદાયના કેટલાક લોકો સાથે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો પણ આ હુમલામાં સામેલ નથી. છતાં મંદિરો પર હુમલો કર્યો. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણા હિંદુઓ અને લઘુમતીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા થઈને ભારત જઈ રહ્યા છે, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશ સરકાર દ્વારા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા અન્ય ઘણા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે ચિન્મય પ્રભુ સિવાય બાંગ્લાદેશમાં અન્ય 19 હિન્દુ સંગઠનોના નેતાઓ અને કાર્યકર્તાઓ પર પણ ઘણા કેસ નોંધાયેલા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:05 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm