યોગ-ધ્યાનથી સ્વભાવ પરિવર્તન પણ શકય : યોગગુરુ આર.જે.જાડેજા

87 વર્ષની વયે દરરોજ બે કલાક ધ્યાન ઉપરાંત એક કલાક પ્રાણાયામ, અડધો કલાક શુધ્ધિ પ્રયોગ : દંડ-બેઠક-વ્યાયામ પણ કરે છે : તન-મન-ભાવનાત્મક આરોગ્ય ટનાટન : જાડેજા બાપુએ પાંચેક લાખ લોકોને યોગ-ધ્યાન શીખવયા : લકુલેશ યોગ યુનિ.ની શિબિરો તથા વિપશ્યનામાં યોગગુરુ તરીકે સેવારત : પૂ.રાજર્ષિ મુનિજીના સંપર્કથી આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ : આર.જે.જાડેજા

આદર્શ યોગગુરુ ‘રાજકોટ મિરર’ના મહેમાન બન્યા

રાજકોટ,તા.10
સ્વભાવ એટલે પોતાની અવસ્થા સહજ પ્રકૃતિ, નેચર, સમાજ જીવનમાં વ્યાપક પણે માન્યતા એવી છે કે, જીવનના અંત સુધી માણસનો સ્લભાવ બદલાતો નથી. જો કે, ધ્યાન-યોગનો પાવર સ્વભાવમાં આમુલ પરિવર્તન લાવવાની ક્ષમતા પણ ધરાવે છે.
આ શબ્દો આદર્શ યોગગુરુ આર.જે.જાડેજાના છે. તેઓ ‘રાજકોટ મિરર’ દૈનિકના મહેમાન બન્યા હતાં. મુલાકાત દરમિયાન આર.જે.જાડેજાએ કહ્યું હતું કે, સ્વભાવ પરિવર્તન મારો જાત અનુભવ છે. એક સમયે હું અતિ ગુસ્સો ધરાવતો હતો. ક્રોધ પર કાબુ રહેતો ન હતો. ધ્યાન-યોગના નિરંતર અભ્યાસથી ભાવ જગત વિસ્તર્યુ અને ગુસ્સા પર કાબુ થઈ ગયો. સમજ વિકસી ગઈ, મારા થકી કોઈની લાગણી ન ઘવાય તેની હું કાળજી રાખનારાીે બની ગયો છું.
યોગગુરુ આર.જે.જાડેજા એટલે રમજુભા જીલુભા જાડેજા ગુજરાતમાં યોગ પ્રવૃત્તિને વેગ આપવા તેઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. લકુલીશ વિદ્યાલય, લકુલીશ યોગ યુનિવર્સિટી સ્થાપના-સંચાલનમાં પણ તેઓની ભૂમિકા ચાવીરૂપ રહી છે.
આ ઉપરાંત વિપશ્યના પ્રવૃતિને વેગ આપવામાં તન-મન-ધનથી સક્રિય છે. યોગગુરુ પૂ.જાડેજા બાપુના સંચાલન હેઠળ 500 જેટલી યોગ શિબિરો થઈ છે, તેઓએ પાંચેક લાખ લોકોને યોગ ધ્યાન શીખવ્યા છે.
મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે, યોગ-ધ્યાન-વ્યાયામ અને શ્રમ પ્રધાન જીવનથીજિંદગી શ્રેષ્ઠ બને છે. આરોગ્ય ઉત્તમ રહે છે, મન પ્રસન્ન રહે છે, ભાવ જગત વિકસે છે અને આધ્યાત્મિક યાત્રા પણ શરૂ થઈ શકે છે.
વર્તમાન સમયમાં વધી રહેલા રોગો અંગે આર.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, લોકોએ ખાન-પાન સુધારવા પડશે. ઉપરાંત કસમયે ભોજન લેવાનું પણ બંધ કરવું પડશે. સવારનો નાસ્તો રાજા જેવો, બપોરે થોડો હળવો ખોરાક અને રાતનું ભોજન સાંજે સાત વાગ્યા પૂર્વે અને ખૂબ હળવું લેવું જોઈએ. આ ઉપરાંત રાત્રે વહેલા સુઈને સવારે વહેલા જાગવાની ટેવ પાડવી પડશે.
આર.જે.જાડેજાએ કહ્યું હતું કે, જીવન બને તેટલું કુદરતી રાખવું જરૂરી છે. દરરોજ શ્રમને અનિવાર્ય પણે સ્થાન આપવું જરૂરી છે. શ્રમના અભાવથી શરીર બગડે છે. આ માટે વ્યાયામ-યોગ પણ થઈ શકે છે.
વ્યાયામ યોગ ધ્યાનના અભ્યાસથી આર.જે.જાડેજાના સ્વભાવનું માત્ર પરિવર્તન નથી થયું, 87 વર્ષની વયે તેઓ ટનાટન આરોગ્ય પણ ધરાવે છે. પોતાના જીવનની ઝલક આપતા યોગગુરુએ કહ્યું હતું કે, મારું વતન મોરબી પાસેનું શાપર ગામ છે. ત્યાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ વેરાવળમાં અભ્યાસ કર્યો હતો.
વેરાવળમાં જ તેઓ પી.ટી.ટીચર બન્યા હતાં. બાદમાં જામનગર કોલેજમાં સેવા આપી હતી. જીવન વ્યાયામ સાથે વણાઈ ગયું હતું. જાડેજા બાપુએ સૌરાષ્ટ્ર યુનિ.તથા ભાવનગર યુનિ.માં ડાયરેકટર પદે પણ સેવા આપી હતી.
આર.જે.જાડેજા કહે છે કે, 1988ની સાલમાં ગુરુદેવ બ્રહ્મલીન ગુરુદેવ પૂ.રાજર્ષિમુનિજીના સંપર્કમાં આવ્યા બાદ આધ્યાત્મિકતાનો દ્રષ્ટિકોણ ખીલ્યો હતો. યોગાસન પ્રાણાયામ-ધ્યાન તરફ જીવને ટર્ન લીધો.
આર.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, લકુલીશ વિદ્યાલયની સ્થાપના સમયે પૂ.કૃપાલાનંદજીએ આગમવાણી કરી હતી કે, લકુલીશ યોગ યુનિવર્સિટી બનશે. એ આગાહી પ્રમાણે જ થયું. ગૌરવની બાબત એ છે કે, લકુલીશ વિદ્યાલયના પ્રથમ ડાયરેકટર અને લકુલીશ યોગ યુનિ.ના પ્રથમ ડીન આર.જે.જાડેજા બન્યા હતાં.
1988ની સાલથી જાડેજા બાપુ નિરંતર યાીેગ શિબિરોના સંચાલન કરી રહયાં છે. જાડેજાબાપુ વિપશયના પ્રવૃતિને વેગ આપવા પણ તન-મન-ધનથી સેવા આપી રહયાં છે.
તેઓ ટ્રસ્ટી તરીકે સેવા આપવા ઉપરાંત શિબિરના સંચાલક-આચાર્ય તરીકે પણ સેવા આપી છે.
યોગગુરુ કહે છે કે, વિપશ્યનામાં સીધો સમાધિ અનુભવ કરાવવામાં આવે છે.
દશ દિનની શિિબિર આમુલ પરિવર્તન કરાવી દેવાની ક્ષમતા ધરાવે છે.
અનુભવોના આધારે જાડેજા બાપુએ જણાવ્યું હતું કે, મંત્રથી ઉપલું મન સફ થાય છે એટલે કે સમજ વધે છે.
આ સમજનો જીવનમાં અમલ કરવા માટે ધ્યાનનો અભ્યાસ જરૂરી છે. ધ્યાન-યોગ-શ્રમ-વયાયામ વગેરે જીવન શૈલીમાં વણાઈ જવ જોઈએ.
યોગગુરુ આર.જે.જાડેજાની આદર્શ જીવનશૈલી
રાજકોટ : યોગગુરુ આર.જે.જાડેજા 87 વર્ષની વયે તનથી સંપૂર્ણ સ્વસ્થ છે. મનથી પ્રસન્ન છે અને ભાવનાત્મકતા પણ બેલેન્સમાં રહે છે. તંદુરસ્તી અને પ્રસન્નતાનં રહસ્ય તેઓની જીવનશૈલી છે.
આર.જે.જાડેજા દરરોજ સવારે પોણા ત્રણ વાગ્યે જાગી જાય છે. બે કલાક ધ્યાન કરે છે. એક કલાક અનુલોમવિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરે છે અને અડધો કલાક શુધ્ધિકરણ પ્રયોગો-પ્રક્રિયા કરે છે. આ કાયમી કાર્યક્રમ છે.
સવારનો નાસ્તો તેઓનો ભારે હોય છે; જેમાં ખજુર જયુસ પણ સામેલ હોય છે. બપોરે એક રોટલી, થોડા દાળ-ભાત-શાક સાંજે 7 વાગ્યા પૂર્વે ખુબ હળવો નાસ્તો લે છે. તેઓ કહે છે કે, સુર્યાસ્ત બાદ શુક્ષ્મજીવે જાગૃત થાય છે, આ કારણે રાત્રીનું ભોજન સાંજે કરી લેવું જોઈએ. જાડેજા બાપુની જીવન શૈલી પ્રેરણા લેવા જેવી છે. તેઓ 87 વર્ષની વયે પણ દંડ-બેઠક કરે છે.
દિવસ દરમિયાન આધ્યાત્મિક પુસ્તકોનું વાચન કરે છે. થોડા સમય પહેલા ગુજરાત બહાર 15 દિવસના યાત્રા પ્રલાસથી કફ થયો હતો, આ સિવાય યોગગુરુ આર.જે.જાડેજા બિમાર થયા નથી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:35 am, Jun 7, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech