વાવમાં ધુબાકો

રાજકીય રોમાંચ : જ્ઞાતિ સમીકરણો જોખમી : પાણી મપાશે

સાર્થ જોડણી કોશ પ્રમાણે “વાવ” શબ્દનો અર્થ થાય પગથિયાવાળો વિરાટ કૂવો. ગુજરાતમાં અનેક ઐતિહાસિક વાવ લોકપ્રિય છે. એક સમયે વાવ બાંધવાની પ્રવુત્તિઓનો પુણ્યકાળમાં સમાવેશ થતો હતો. વાવ-કૂવા પાણીનો મહત્વનો સોર્સ હતા.
હાલ ગુજરાતમાં વાવ શબ્દ ખૂબ ચર્ચાસ્પદ છે. અહી વાવ શહેરની વાત છે. બનાસકાંઠા જીલ્લાનું મુખ્ય મથક આ શહેર છે. વાવમાં ધારાસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી રોમાંચક બની છે, કારણ કે તેના પરિણામની અસર ગુજરાતની રાજકીય સ્થતિ પર થઇ શકે છે.
રાજકોટની નાગરિક બેંકની ચૂંટણી પર મીડિયાની નજર મંડાઈ છે. મતદાન પૂર્વે આ બંને ચૂંટણીઓમાં ગતિવિધિ તેજ બની ગઈ છે. મળી રહેલા સમાચારો પ્રમાણે વાવ બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સહિતના પાંચેક નેતાઓને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે.
પાર્ટીલાઈનથી વિરુદ્ધ પ્રવુત્તિ કરનારા નેતાઓ સમક્ષ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આક્રમક મિજાજ દર્શાવ્યો છે. વાવમાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો રોમાંચક જંગ જામ્યો છે. રાજનીતિની દ્રષ્ટીએ સમગ્ર ગુજરાતમાં ભાજપનો તીવ્ર પ્રભાવ છે. જો કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ગેનીબેને વિજય મેળવીને અપસેટ સર્જ્યો હતો.
ગેનીબેને વાવ ધારાસભા બેઠક છોડતા અહી પેટા ચૂંટણી આવી છે. વાવ બેઠક ભાજપ અને ગેનીબેન માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગઈ છે. ભાજપ મજબૂત છે, પણ બળવાખોરી અને જ્ઞાતિના સમીકરણોથી પરેશાન છે. આ ઉપરાંત પ્રદેશ નેતાગીરી પર લોકસભાની ચૂંટણીનું વટક વાળવાનું દબાણ છે.
ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ ડલ છે. લોકસભાની ચૂંટણીમાં એક બેઠક મેળવીને કોંગ્રેસે મજબૂતીનો પૂરાવો આપ્યો હતો. આ વિસ્તારમાં ધારાસભાની બેઠક જાળવી રાખવાનો પડકાર છે. કોંગ્રેસમાં પણ આ ચૂંટણી પૂર્વેથી નારાજગીથી માંડીને પક્ષ વિરોધી પ્રવુત્તિ ચાલે છે. કોંગ્રેસનો મોટો મદાર જ્ઞાતિ સમીકરણ પર છે.
વાવ બેઠક પર ભાજપ – કોંગ્રેસ બંને પક્ષો ગંભીરતાથી મેદાનમાં છે. કોંગ્રેસ આ બેઠક પર પરાજિત થાય તો તેમને વિશેષ પરેશાની થાય તેમ નથી. ભાજપ આ બેઠક પર પરાજિત થાય તો પક્ષના પ્રદેશ સમીકરણમાં મોટો બદલાવ થઇ શકે તેમ છે. કોંગ્રેસને પરાજયની ટેવ છે. ભાજપ પરાજિત થાય તો તેની તીવ્ર અસર સંભવ છે.
આ તમામ કારણોથી વાવ બેઠકની ચૂંટણી રોમાંચક બની છે. આ બેઠકના પરિણામ પર દિલ્હીની નજર પણ મંડાયેલી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:40 pm, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm