રાજકોટ જિલ્લામાં કુલ 1.60 લાખથી વધુ મિલકતોની કરાઈ નોંધણી

સરકારને 900 કરોડથી વધુની આવક : મોરબી રોડ પર સૌથી વધુ મિલકતોનું થયું વેચાણ

રાજકોટ, તા. 1
રાજકોટ શહેર જિલ્લામાં ગત 2024 માં જંત્રીદારના મુદ્દે રીયલ એસ્ટેટ ઉદ્યોગને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ હાલ જે આંકડો સામે આવી રહ્યો છે તેમાં 1.60 લાખથી વધુ મિલકતોનું વેચાણ થયું છે અને સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજ નોંધાતા સરકારને 932 કરોડની જંગી આવક થઈ છે. મળતી માહિતી મુજબ વીતેલા વર્ષ દરમિયાન મોરબી રોડ પર સૌથી વધુ 19 હજારથી વધુ મિલકતોનું વેચાણ થયું છે જ્યારે રૈયામાં 12,214 અને મહુડીમાં 15412 મિલકતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટર કચેરીમાં થયેલી છે. રાજકોટ ગ્રામ્યની વાત કરવામાં આવે તો 9,434, કોઠારીયામાં 12,480, રતનપરમાં 11,729, રાજકોટ એકમાં 10436 તેમજ પડધરીમાં 3,355, જેતપુરમાં 8125, ઉપલેટામાં 5227, જામકંડોરણામાં 1357, લોધીકામાં 9, 881, જસદણમાં 5,825, વિછીયામાં 956, ગોંડલમાં 15,104, કોટડા સાંગાણીમાં 6034, અને ધોરાજીમાં 3975 મિલકતો મળી કુલ 1.69 લાખ મિલકતોનું વેચાણ થયેલું છે. મળતી માહિતી મુજબ 2024 ના ડિસેમ્બર મહિનામાં પણ રાજકોટ શહેર જિલ્લામાં કુલ 1.32 લાખ મિલકતોનું વેચાણ થતા તેની નોંધણી સબ રજીસ્ટર કચેરીમાં થાય છે એટલું જ નહીં ગાત ડિસેમ્બર માસ દરમિયાન પણ શહેરના મોરબી રોડ પર સૌથી વધુ 1554 મિલકતોનું વેચાણ થયેલું છે જેમાં રાજકોટ ગ્રામ્યમાં 752, મવડીમાં 1275, કોઠારીયામાં 904, રૈયામાં 873, મવામાં 764, ગોંડલમાં 1325, ધોરાજીમાં 344, કોટડા સાંગાણીમાં 515 જ્યારે રાજકોટ એકમાં 870 મિલકતોનું વેચાણ થયું છે. હાલ જે આંકડાકીય માહિતી સામે આવી રહી છે તેમાં ડિસેમ્બર મહિના દરમિયાન જિલ્લામાં કુલ 13255 મિલકતોનું વેચાણ અને તેના દસ્તાવેજ નોંધણી થયેલી છે અને સરકારને 808 કરોડથી વધુની જંગી આવક પણ થઈ છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:38 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech