રાજકોટ, તા. 1
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25ની રીકવરી ઝુંબેશ અંતર્ગત અનેક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના વેરા વસુલાત વિભાગ દ્વારા 11 મિલકતોને સીલ કરવામાં આવી જ્યારે 10 મિલકતો માં રિકવરી થઈ સાથોસાથ પાંચ જેટલા નળ કનેક્શન પણ કપાત કરી કુલ વેરાવ સુલત વિભાગે 15.92 લાખની રિકવરી કરી છે.
મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 2 માં આવેલા ધ સીટી સેન્ટરના થર્ડ ફ્લોર પર આવેલી દુકાનને સીલ કરવામાં આવી જ્યારે રયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પ્લેક્સ માં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનને સીલ કરવાની કામગીરી કરાતા 98,000 નો પીડીસી ચેક આપવામાં આવ્યો હતો. જ્યારે રયા રોડ પર આવેલા એક યુનિટને સીલ કરવામાં આવ્યું હતું તો હનુમાન મઢી પાસે આવેલા એક યુનિટને બાકી માંગણા સામે સેલની કાર્યવાહી થતા જ 59,000 નો પીડીસી ચેક આપવામાં આવ્યો હતો.
જામનગર રોડ પર આવેલ પુષ્કરધામ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં -7 , 6ને સીલ કરવામાં આવી હતી. જ્યારે જામનગર રોડ પર આવેલ પુષ્કરધામ ફર્સ્ટ ફ્લોર શોપ નં -107 ને સીલ કરવામાં આવી. શ્રમજીવી સોસાયટીમા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.98,367 ની થઈ. રૈયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.62,730 થઈ. મોચી બજારમાં આવેલ ‘ગોકુલ કોમ્પ્લેક્ષ’ થર્ડ ફ્લોર શોપ નં-314 ને સીલ કરવામાં આવી.
વોર્ડ નં-3માં દરબારગઢ મેઈન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.66,246 થઈ. દાના પીઠ લાભ ચેમ્બર્સમાં થર્ડ ફ્લોર શોપ નં -308 ને સીલ કરવામાં આવી. વોર્ડ નં-4માં કુવાડવા રોડ પર આવેલ 1-યુનીટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,000ની થઈ.
વોર્ડ નં-5 શક્તિ સોસાયટી મેઇન રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત કરતાં રીકવરી રૂૂ.70,500/- નો ઙઉઈ ચેક આપવામાં આવી. જ્યારે પેડ્ક રોડ પર આવેલ 1-નળ કનેક્શન કાપવામા આવ્યું. શક્તિ સોસાયટીમાં 1-યુનિટના બાકી માગણાં સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.75,000 નો ઙઉઈ ચેક આપવામાં આવ્યો.
વોર્ડ નં-6માં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કવાર્ટર નં-58 1-નળ કનેક્શન કપાત કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કવાર્ટર નં-1125 1-નળ કનેક્શન કાપવામાં આવ્યું. એવીજ રીતે વોર્ડ નં-8 માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ક્રિસ્ટલ કોમર્શિયલ કોમ્પલેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ને સીલ કરવામાં આવ્યું.
વોર્ડ નં-13માં ઉમાકાન્ત ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.90 લાખ નો ઙઉઈ ચેક આપવામાં આવ્યો. જ્યારે વોર્ડ 14માં કાન્તાશ્રી વિકાસ ગૃહ રોડ પર આવેલ ‘આરાધના કોમ્પ્લેક્ષ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ને સીલ કરવામાં આવી. સાથો સાથ શોપ નંબર 107 અને 108 ને સીલ કરવામાં આવ્યું. વોર્ડ નંબર 15માં નવા થોરાડા વિસ્તારમાં સૂર્યોદય સોસાયટી માં એક નળ કનેક્શન કાપવામાં આવ્યું જ્યારે એક નળ કનેક્શન કપાત કરતા મિલકતધારકે પીડીસી ચેક આપ્યો. વોર્ડ નંબર 16 માં આવેલા કોઠારીયા મેન રોડ પર મણીનગરમાં એક નળ કનેક્શન કાપવામાં આવ્યું. જ્યારે વોર્ડ નંબર 18 માં ઢેબર રોડ પર આવેલ એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી 55000 ની થઈ જે માટેનો પીડીસી ચેક વેરા વસુલાત વિભાગને આપવામાં આવ્યો. વાત કરવામાં આવે તો ગોંડલ રોડ પર આવેલા એક મિલકતના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા 30,000 ની રિકવરી પેટે મિલકતધારકે પીડીસી ચેક આપ્યો. વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલ સુધીમાં કુલ 331 કરોડની રિકવરી થયેલી છે.
ટાર્ગેટ સુધી પહોંચવા મનપા માટે કપરા ચડાણ
રાજકોટ મહાનગરપાલિકાના વિભાગ દ્વારા હાલ જે રીતે રિકવરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેને ધ્યાને લઇ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જે 410 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેને પહોંચી વળવા માટે હાલ વેરા વસુલાત વિભાગ દ્વારા ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે. ત્યારે ટાર્ગેટ ને પૂરો કરવા માટે હવે આગામી દિવસો મહાનગરપાલિકા માટે ખૂબ કપરા સાબિત થઈ શકે છે. મહત્વનું એ છે કે ગત વર્ષે જે રીતે પઠાણી ઉઘરાણી કરતા હોય તે પ્રકારની કામગીરી વેરાવસુલા વિભાગ દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ વખતે કદાચ એ શક્ય નહીં બને કારણ કે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં જો આ પ્રકારની વસૂલાત કરવામાં આવે તો પણ ટાર્ગેટ સુધી પહોંચી ન શકાય.
વિવિધ સરકારી કચેરીઓનો અધધ વેરો બાકી
મહાનગરપાલિકા ના વેરાવસુલા વિભાગ દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ વિવિધ સરકારી કચેરીઓના ખૂબ મોટા વેરા બાકી છે અને જો સમયસર તેની પૂર્તિ કરવામાં નહીં આવે તો વિભાગને ઘણી આર્થિક નુકસાની નો સામનો પણ કરવો પડશે અને મહાનગરપાલિકાની આવક પણ ઘટશે. જરૂૂરી એ છે કે આજ દિન સુધી જે વસુલાત કરવામાં આવી જોઈએ તેવી એક પણ કડકાઇ પૂર્વકના પગલાં સરકારી વિભાગ માટે લેવામાં આવ્યા નથી. જેને લઇને ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે જો આ રકમની પણ વસૂલાત થાય તો પણ મહાનગરપાલિકાના વેરા વસુલાત વિભાગને ટાર્ગેટ પૂરો કરવા એડી ચોટીનું જોર લગાવવું પડશે.
