રાજ્ય સરકારે ગુંડાઓની બીજી યાદી કરી તૈયાર

પ્રથમ યાદીમાં 7,000 થી વધુ ગુનેગારોને લેવાયા હતા સાણસામાં SMC ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કરવા માટે કસ્યો સકંજો

રાજકોટ, તા. 25
રાજ્યભરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધરે તે માટે ખાસ રાજ્યના જે ગુંડા તત્વો હોય તેમની યાદી તૈયાર કરવાનો નિર્ણય રાજ્યના ડીજીપી દ્વારા લેવામાં આવ્યો. ત્યારે પ્રથમ તબકકે 7000 થી વધુ ગુનેગારોને સાણસામાં લેવાયા બાદ હવે બીજુ લીસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમાં અસામાજીક તત્વો સાથે સંકળાયેલા કે તેમની ગેંગમાં સામેલ સભ્યો પર ઘોંસ બોલાવવામાં આવશે.
રાજયભરમાં પોલીસતંત્રને અસામાજીક ગુંડા તત્વોનું લીસ્ટ તૈયાર કરીને 100 દિવસમાં કાર્યવાહી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ. અમદાવાદનાં પ્રથમ લીસ્ટમાં 1481 લુખ્ખા તત્વોની યાદી થઈ હતી. રાજકોટમાં આવા તત્વોની સંખ્યા 756 હતી. હવે પોલીસ તથા એસએમસી ગુનેગાર તત્વોનું બીજુ લીસ્ટ તૈયાર કરીને સકંજો કસે તેવા સંકેત છે.
આગામી દિવસોમાં આ તમામ ગુંડા તત્વો પર આખરી કાર્યવાહી કરવા માટેનો એક વિશેષ પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે જેની અમલવારી આગામી દિવસોમાં કરવામાં આવશે. હાલ ગુંડા તત્વો અંગેની ફરિયાદોનો મારો છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિને ભૂતકાળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેમાં તમામ જિલ્લાઓ પણ સહભાગી થયા છે અને ખાસ યાદી તેમના વિસ્તારોના જે ગુંડા તત્વો હોય તેની તૈયાર કરવામાં આવી છે હાલ બીજી યાદી પણ તૈયાર કરવામાં આવી છે જેના પર હવે ટૂંક સમયમાં જ કાર્યવાહી હાથ ધરાશે.
અમદાવાદમાં અસામાજીક તત્વો સામે તંત્રની કડક કાર્યવાહી યથાવત ચાલી રહી છે. ત્યારે પોલીસે ગુનેગારોનું બીજુ લીસ્ટ પણ જાહેર કર્યું છે. પોલીસ અને એસએમસીએ આરોપીઓની યાદી તૈયાર કરી છે જે લીસ્ટમાં ગેંગના સભ્યો અને ગુન્હાહીત ઈતિહાસ ધરાવતા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે બાદ પોલીસે એકવાર કડકાઈ પૂર્ણ કાર્યવાહી શરૂૂ કરી છે.અમદાવાદ પોલીસે ગુનેગારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં 1481 લુખ્ખા તત્વોના નામ હતા જે દર રવિવારે પોલીસ રાઉન્ડઅપ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:45 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm