80 કરોડની કીમતી સરકારી જગ્યા પર ફર્યું બુલડોઝર

16 હજાર ચો.મી. જેટલી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા 30થી35 જેટલા કાચા-પાકા મકાનો અને ઝુંપડા તોડી પાડ્યા

રાજકોટ, તા. 25
રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં જે ગેરકાયદે બાંધકામો થયેલા હોય તેને દૂર કરવા માટેની હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે ગઈકાલે રાજકોટ જિલ્લા કલેકટરના વડપણ હેઠળ હાલ શહેર અને જિલ્લામાં જે કરોડો રૂૂપિયાની કીમતી જમીનો હોય તેને હાલ દૂર કરવામાં આવી રહી છે. હાલ આગામી દિવસોમાં રાજકોટ શહેર અને જિલ્લામાં જે ગેરકાયદે દબાણો થયેલા છે તેને તાકીદે દૂર કરવા માટેના આદેશો પણ પ્રસિદ્ધ કરી દેવાયા છે અને આ માટે મામલતદાર અને પ્રાંત અધિકારીને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવેલી છે. જે બાદ રાજકોટ કલેકટર દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેર અને જિલ્લામાં મામલતદારો દ્વારા દબાણો ઉપર ધડાધડ બુલડોઝરો ફેરવી દેવામાં આવી રહ્યા છે અને કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી જમીનો ખુલ્લી કરાવવામાં આવી રહી છે.
હાલ જે વિગતો સામે આવી રહી છે તેને ધ્યાને લઈ રાજકોટ તાલુકા મામલતદાર અને પૂર્વ મામલતદાર દ્વારા કરોડો રૂૂપિયાની જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી અને આશરે એસી કરોડની કીમતી સરકારી જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ જમીન પર છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું છે અને તેના પર બુલડોઝર પણ ફેરવી દેવાયું છે.
વધુમાં આ ડિમોલીશન અંગે પશ્ચિમ મામલતદાર કચેરીના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજરોજ સવારે પશ્ચિમ મામલતદાર અજીત જોષી અને તેની ટીમે જિલ્લા કલેકટરના આદેશ મુજબ રૈયા સર્વે નંબર 318માં આવેલ અંદાજીત રૂૂા.80 કરોડની કિંમતની 16 હજાર ચો.મી. જેટલી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા 30થી35 જેટલા કાચા-પાકા મકાનો અને ઝુંપડા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત સરકારી જમીનમાં છેલ્લા એકાદ વર્ષથી ગેરકાયદેસર કાચા-પાકા મકાનો અને ઝુંપડાના દબાણો ખડકાઈ ગયા હતા.
અને આ દબાણકર્તાઓને અનેકવાર સ્વૈચ્છીક રીતે દબાણો હટાવી દેવા માટે નોટીસો આપવામાં આવી હતી છતાં દબાણકર્તાઓએ દબાણો ન હટાવતા આજરોજ કલેકટરની સૂચના મુજબ પશ્ચિમ મામલતદારે દબાણો પર બુલડોઝર ફેરવી દીધુ હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:45 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm