શહેરમાંથી સગીરાઓને ભગાડી જવાના, અપહરણ કરી જવાના વધી ગયેલા કિસ્સાઓ વચ્ચે પોલીસની કામગીરી

બે વિધર્મી ભાઇએ બે સગીરાને ફસાવી: UP બોર્ડરથી દબોચ્યા

મુળ પડધરીનો હાલ રેલનગર રહેતો સાહિલ ઉર્ફ શાયર તો બાળાના અપહરણ બાદ સોશિયલ મિડીયામાં સતત પોતે કંઇ નથી કર્યુ એવા વિડીયો વહેતા કરતો હતો: પ્રદ્યુમનનગર પોલીસ તેને શોધતી ગોરખપુર પહોંચી તો સાથે તેનો ભાઇ સમીર સંઘાર પણ રાજકોટની જ બીજી સગીરા સાથે મળ્યો: તેના વિરૂધ્ધ થોરાળા પોલીસમાં ગુનો નોંધાયો હતો: બંને સગીરાને નેપાળ તરફ લઇ જવાનો પ્લાન હતો

રાજકોટ: રંગીલા, મોજીલા રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ ગૂમ થવાના, અપહરણ થઇ જવાના કિસ્સા વધી ગયા છે. ત્યાં શહેર પ્ર.નગર પોલીસ એક આવા જ કિસ્સામાં એક વિધર્મીને ેછેક યુપીના ગોરખપુર નજીક નેપાળ બોર્ડર પાસેથી પકડી લાવી છે. આ શખ્સ પંદર વર્ષની બાળાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. પોલીસ ચોંકી ત્યારે ગઇ હતી ત્યારે આ શખ્સ સાથે તેનો કુટુંબી ભાઇ પણ જોવા મળ્યો હતો અને તે પણ રાજકોટની જ એક સગીરાને ભગાડીને લઇ ગયો હતો. આ શખ્સ વિરૂધ્ધ થોરાળા પોલીસમાં ગુનો નોંધાયો હતો. બંને સગીરાને સાથે લઇ નેપાળમાં ઘુસવાની પેરવીમાં હતાં. એ પહેલા દબોચી લેવાયા હતાં. પંદર વર્ષની સગીરાને ભગાડી જનારાએ સોશિયલ મિડીયામાં વિડીયો વહેતા કરી પોતે નિર્દોષ હોવાના ગાણા પણ ગાયા હતાં. પણ પોલીસે દબોચતાં તેણે સગીરા સાથે દૂષ્કર્મ પણ આચરી લીધાનું ખુલતાં આ કલમનો ઉમેરો કરાયો હતો.
વિગતો પર નજર કરીએ તો શહેરના એક વિસ્તારમાંથી પંદર વર્ષની સગીરાને રેલનગર વિસ્તારમાં ભાડેથી રહેતો વિધર્મી શખ્સ બાવીસ વર્ષનો સાહીલ ઉર્ફ શાયર અકબરભાઇ સંઘાર અપહરણ કરી ભગાડી જતાં પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ શખ્સ સગીરાને લઇ છેક યુપીની નેપાળ બોર્ડર સુધી પહોંચી ગયો હોઇ અને ત્યાંથી નેપાળ ભાગી જવાની પેરવીમાં હોઇ પગેરૂ દબાવતી પોલીસની ટીમે ત્યાંથી તેને દબોચી લીધો હતો. સાથે સાથે થોરાળા પોલીસ મથકમાં નોંધાયેલા અન્ય સગીરાના અપહરણનો આરોપી એવો સાહિલનો કુટુંબી ભાઇ જોડીયાના બાલાચડીમાં રહેતો ત્રેવીસ વર્ષનો સમીર અલીભાઇ સંઘાર પણ બીજી સગીરા સાથે ઝડપાયો હતો. આ બંનેએ બે સગીરાને ઉઠાવી હતી અને નેપાળ ભાગી જવાની પેરવીમાં હતાં. શહેરમાં રાજકોટના એક વિસ્તારમાંથી વિધર્મી શખ્સ સગીરાનું અપહરણ કરી ગયાની સગીરાની માતાની ફરિયાદ બાદ સગીરા અને શખ્સે આક્ષેપ સાથેનો વીડિયો વાઇરલ કર્યો હતો. બનાવને પગલે પ્ર.નગર પોલીસે માહિતીને આધારે સગીરાનું અપહરણ કરી નાસી જનાર પડધરીના શખ્સ સાથે તેના પિતરાઇ ભાઇને પણ પકડી લઇ બે સગીરાને મુક્ત કરાવી રાજકોટ લાવી બન્નેની ધરપકડ કરી આરોપી સામે પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસ સુત્રોએ કહ્યું હતું કે રાજકોટના એક વિસ્તારમાંથી સગીરાનું મુળ પડધરીનો હાલ રાજકોટ રેલનગર શ્રીનાથજી ચોક કર્ણાવતી સ્કૂલ પાસે રમેશભાઇના મકાનમાં ભાડેથી રહેતો શાયર ઉર્ફ સાહિલ સંઘાર અપહરણ કરી ગયો હતો. સગીરાની માતાએ આ અંગે ફરિયાદ કરી હતી. જેમાં તેના સગીરાના મામા સાથે કામ કરતો શખ્સ સાહિલ ઉર્ફ શાયર અવારનવાર ઘેર આવતો હોઇ પરિચય થયો હતો. બાદમાં ઘેરથી નીકળી સગીરાએ હું સાહિલ સાથે ખુશ છું તેવો માતાને ફોનમાં મેસેજ કર્યો હોવાનું જણાવતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આઇ. એ. બેલીમ સહિતે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એક તરફ પોલીસ સાહિલને શોધી રહી હતી તો બીજી તરફ તે વિડીયો વહેતા કરતો હતો. જેમાં સગીરા પણ પોતે જાતે જ ગયાનું કહેતી હતી. જો કે પ્રદ્યુમનનગર પોલીસની ટીમ પગેરૂ દબાવતી છેક ઉત્તરપ્રદેશના ગોરખપુર નજીક નેપાળ બોર્ડર પાસે પહોંચી હતી અને શાયર ઉર્ફ સાહિલ સંઘારને દબોચી સગીરાને મુક્ત કરાવી હતી.
સાહિલ સાથે તેનો કુટુંબી ભાઇ સમીર સંઘાર પણ હતો. તે બાલાચડીનો વતની છે તેની સાથે થોરાળા વિસ્તારમાંથી ગૂમ થયેલી સગીરા હતી. આ મામલે થોરાળા પોલીસમાં ગુનો નોંધાયો હતો. બંને કુટુંબી ભાઇ એવા સાહિલ ઉર્ફ શાયર અને સમીર સંઘારે રાજકોટની બે સગીરાને ફસાવી હતી અને અપહરણ કરી લીધું હતું. આ બંનેને આ બંને ભાઇઓ નેપાળ તરફ લઇ જવાની પેરવીમાં હતાં. ત્યાં સાહિલના કોઇ સગા રહેતા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. અપહરણની સાથે દૂષ્કર્મની કલમ ઉમેરવા તજવીજ થઇ રહી છે. સમીર સંઘારને બી-ડિવીઝન પોલીસને સોંપાયો છે. જ્યારે સાહિલ ઉર્ફ શાયરની પ્રદ્યુમનનગર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે શાયર ઉર્ફ સાહિલ સગીરાને ભગાડી ગયા પછી તેણે સગીરાની માતા, મામા સહિતના વિરૂધ્ધ આક્ષેપો કરતો વિડીયો વહેતો કર્યો હતો, એટલુ જ નહિ ખુદ સગીરાએ પણ પોતાની માતા વિરૂધ્ધ આક્ષેપો કર્યા હતાં. આ વચ્ચે સાહિલ ઉર્ફ શાયરને એક પ્રેમિકા પણ મિડીયા સામે આવી હતી અને પોતાને પણ શાયરે ફસાવી શોષણ કર્યાના આક્ષેપો કર્યા હતાં.
દરમિયાન તે પંદર વર્ષની સગીરા સાથે નેપાળ બોર્ડરથી પકડાઇ ગયો હતો. એસીપી રાધિકા ભારાઇએ ઘટનાની વિગતો આપતા કહ્યું હતું કે હાલ ભોગ બનનાર બાળાને નારી સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી છે તેમજ મેડીકલ કરાવવામાં આવ્યું છે અને આ ગુનામાં પોક્સો, બળાત્કારની કલમનો ઉમેરો કરાયો છે. સાહિલ ઉર્ફ શાયરને મદદ કરનાર શખ્સની પણ શોધખોળ થઇ રહી છે. આમ પોલીસ એક આરોપીને શોધવા યુપી ગઇ હતી પણ બીજી સગીરાને ભગાડનારો આ આરોપીનો કુટુંબી ભાઇ પણ સાથે સાથે ઝડપાઇ ગયો હતો. આ આરોપીને થોરાળા પોલીસને સોંપાયો હતો.
આ બનાવની તપાસ કરવા અને આરોપીને ગમે ત્યાંથી શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇએ સુચના આપતાં પ્રનગરના ઇન્સ્પેક્ટર વી. આર. વસાવા, પીએસઆઇ આઇ. એ. બેલીમ, એએસઆઇ દિનેશભાઇ ખાંભલા, એએસઆઇ શીતલબેન ઝોરા, હેડકોન્સ. જયંતિભાઇ વાવડીયા, કોન્સ. મયુરરાજસિંહ જાડેજા, કોન્સ. ચાંપરાજભાઇ ખવડ, રીયાઝભાઇ ભીપોત્રા, કોન્સ. રવિભાઇ ચાવડા, વનરાજભાઇ બોરીચા, તોૈફિકભાઇ મંધરાએ આ કામગીરી કરી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:13 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech