શોભાયાત્રા, મહા આરતી-પ્રસાદનો લાભ લેતા અનેક રઘુવંશી પરિવારજનો
રાજકોટ મિરર, તા.8
શહેરમાં શિવ ટાઉનશિપ લોહાણા
મહાજન સમિતિ દ્વારા સૌ પ્રથમ વખત જલારામ જયંતી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ માટે આજે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. તેમજ યોજાયેલા વિવિધ કાર્યક્રમો જેવા કે સવારે 8:30 વાગ્યે અન્નકૂટ, બપોરે 2 થી 3 ની વચ્ચે સત્સંગ, સાંજે પ વાગ્યે ગ્રાઉન્ડમાં સત્સંગ રાખેલ છે. મહાઆરતી સાંજે 7:15 મિનિટે તેમજ મહાપ્રસાદ સાંજે 7:30 વાગ્યે આયોજન કરતા સેંકડો રઘુવંશી પરિવારજનોએ લાભ લીધો હતો.
શિવ ટાઉનશિપ જલારામ જયંતિ નિમિત્તે લોહાણા મહાજન સમિતિના જલારામ જયંતી ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા ભીખુભાઈ ગંગાદેવી, આનંદ તન્ના, ધર્મેશ માનસેતા, સાગર મસરાણી, પંકજ શિંગાળા, નરેન ચગ, રાકેશભાઈ, હિતેન્દ્રસિંહ, નીલેશ વસાણી વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી.