હોર્ડિંગ કોન્ટ્રાક્ટમાં ‘રિંગ’ ક્યાંક કપાયું કાચું!

તંત્રને માત્ર એડ એજન્સી ઉપર જ કેમ પ્રેમ ઊભરાયો : 100 મણના સવાલથી અનેક તર્ક-વિતર્ક

એસ્ટેટ વિભાગની ભૂમિકા કે મળતીયાઓને લાભ અપાવવાની મહાનગરપાલિકાની વૃત્તિઃ દિવાળી બાદ હાથ ધરાશે રી-ટેંડરિંગ

રાજકોટ, તા. 28

રાજકોટ મહાનગરપાલિકાના અનેકવિધ વિભાગો હાલ ચર્ચામાં છે ત્યારે હવે એસ્ટેટ વિભાગ ચર્ચામાં આવી હોય તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ એસ્ટેટ વિભાગ પાસે હોર્ડિંગ સાઇટની તમામ જવાબદારીઓ છે. પરંતુ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક વાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ વાતને ધ્યાને લઈને જ હાલ અનેકવિધ વિરોધો ઊઠી રહ્યા છે અને તજજ્ઞનું માનવું છે કે એસ્ટેટ વિભાગની મિલીભગતના પગલે જ જે એજન્સીઓએ રિંગ કરી છે તેમાં અનેકવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હોય તો નવાઈ નહીં. હાલ એજન્સીઓમાં એ જ ચર્ચા એ જોડ પકડ્યું છે કે કેમ ચાર એજન્સીની રિંગ થાય અન્યને શુ કામ તક આપવામાં ન આવે કારણ કે જેટલી વધુ એજન્સી આવશે મહાનગરપાલિકાને એટલો વધુ નાણાકીય ફાયદો થશે.

રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મસમોટા હોર્ડિંગ બોર્ડ મુકી જાહેરાતો થકી મસમોટી કમાણી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા 33 સાઈટ એડ એજન્સીઓને ત્રણ વર્ષ માટે ભાડે આપવામાં આવી રહી છે. જો કે આ વખતે હોર્ડિંગ કોન્ટ્રાક્ટમાં `રિંગ’ કરી મનપાને `ઉલ્લું’ બનાવવાનો ખેલ થઈ રહ્યો હોવાની આશંકા જણાતાં જ સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્તને પેન્ડીંગ રાખી દીધી હતી. એકંદરે એડ એજન્સીઓ કંઈક `રમત’ રમી રહી હોવાનું લાગતાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહાપાલિકા દ્વારા યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, હરિહર ચોક, રેસકોર્સ રિંગરોડ, જવાહર રોડ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, હોસ્પિટલ ચોક બ્રિજ સહિતની 33 સાઈટ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પછી 9 એજન્સીએ રસ દાખવ્યો હતો. જો કે તેમાંથી પાંચ એજન્સીએ પૂરતા ડોક્યુમેન્ટ સહિતનું જમા ન કરાવતાં તેને ગેરલાયક ઠેરવાઈ હતી. જ્યારે લાયક ઠરેલી એજન્સીમાં જાઝમીન કંપની, મંત્રા એડ એન્ડ મીડિયા પ્રા.લિ, સાકેત એડવર્ટાઈઝિંગ એન્ડ માર્કેટિંગ અને પરિવાર એડ એન્ડ ક્રિએશનનો સમાવેશ થાય છે.

બીજી બાજુ એક સાથે આઠ સાઈટ માટે ધારણા કરતાં ઓછા ભાવ આવતાં કંઈક રંધાઈ રહ્યાનું લાગ્યું હતું કેમ કે આ એ જ આઠ સાઈટ છે જ્યાં પાછલી વખતે વધુ ભાવ આવ્યા હતા. જે બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ બેઠકમાં રીટેન્ડરિંગ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો.

મહત્વનું એ છે કે એડવર્ટાઈઝમેન્ટ એજન્સી નહીં જે તે વખતે મહાનગરપાલિકાએ ઘણી સાઇટ પરત ખેંચી લીધી હતી અને તે સાઇટના બદલે અન્ય સાઇટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ આ વાત માત્ર પોકર જ સાબિત થઈ. હાલ મહત્વની વાત તો એ છે કે જે સમયે વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી હતી તે સમયે મહાનગરપાલિકાએ એ તમામ સાઈટ પરના હોર્ડિંગ દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારે મહાનગરપાલિકાએ અન્ય જગ્યા પર સાઈટ આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ તે અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા અંતે અન્ય એજન્સીઓએ આ દરખાસ્ત રદ કરવાનો નિર્ણય લીધો હતો.

રાજકોટ મહાનગરપાલિકા ઈચ્છે છે કે વધુ એજન્સી આ કાર્યમાં જોડાઈ જેથી મહાનગરપાલિકાને સારી એવી આવક થાય પરંતુ એ વાત પણ અયોગ્ય હોવાનું ઘણા ખરા લોકો માની રહ્યા છે જે માટે ફરી એક વખત રિટેન્ડર કરવાની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે જે દિવાળી બાદ ટેન્ડર ખુલશે. હાલને વાસ્તવિકતાને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા કોના હિતમાં વિચાર કરી રહી છે તેનો કોઈ અંદાજો આવતો નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે પોતાના લાગતા વળગતા લોકો ને લાભ અપાવવા માટે જ હાલ એજન્સી દ્વારા રિંગ કરી દેવામાં આવી હોય તો નવાઈ નહીં.

મનપાએ ઘણી એજન્સીને જૂની સાઈટ પરથી હટી જવા અને સામે નવી સાઇટ આપવાનો કર્યો હતો વાયદો

મહાનગરપાલિકા દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય જે તે સમયે લેવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ ચોખવટ થઈ હતી કે ઘણી ખરી એજન્સી ને તેની સાઈટ છોડવા જણાવ્યું હતું અને સામે નવી સાઇટ આપવાનો વાયદો પણ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો જે સાઇટ આજ દિન સુધી ન મળતા એજન્સીઓ રોષે ભરાઈ હતી અને આ ઠરાવને રદ કરવાનો નિર્ણય લેવા મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી.

લાગતા વળગતાને છાવરયા બાદ તંત્ર એ પણ કર્યા હાથ ઉંચા મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાએ આ અંગે હાથ અધર કરી લીધા છે એટલું જ નહીં તેમના દ્વારા મળતી માહિતી મુજબ હાલ હોર્ડિંગ બાબતે માત્ર રી ટેન્ડરિંગ કરવાની જ વાત કરવામાં આવી રહી છે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ પૂર્વે અન્ય એજન્સીને કે જેવો કોર્પોરેશન સાથે જોડાયેલી હોય તેમને હોર્ડિંગ નો કોન્ટ્રાક્ટ મળે તે માટે રિંગ કરવા માટે જણાવ્યું હતું અને તે દિશામાં જ કામ કરવામાં આવ્યું હોવાનું તજજ્ઞ જણાવી રહ્યા છે પરંતુ સત્ય હકીકત શું છે તેનો કોઈ અંદાજો હજુ સુધી સામે આવ્યો નથી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:52 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech