SGSTના દરોડા : 3.28 કરોડની કરચોરી પકડાઈ

ફટાકડા, કાપડ અને આઈસ્ક્રીમના વેપારીઓ પર તવાઈઃ બીલ વગરનો માલ પધરાવી દેવામાં આવતા હોવાની વિગતને મળી બાતમી

રાજકોટ, તા. 28

દિવાળી પૂર્વે જ સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા છે જેમાં સુરત, અમરેલી, ભાવનગર અને કલોલના વેપારીઓ પર બીલ વિના વેચાણ કરતા હોવાની વાતમી મળી હતી જેને ધ્યાને લઈ સમગ્ર રાજ્ય ભરમાં સ્ટેટ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જીએસટી વિભાગ એ 3.28 કરોડની જીએસટી ચોરી ઝડપી પાડી છે એટલું જ નહીં રાજ્યમાં ભાવનગર સુરત માં બીલ વિના મોટા પાયે ફટાકડાનું વેચાણ કરતા હોવાનું પણ માલુમ પડ્યું હતું.

સ્ટેટ જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી તેમજ અન્ય તહેવારોમાં અમદાવાદ મુંબઈ સુરત સહિતના શહેરોમાંથી કાપડ તેમજ અન્ય મટીરીયલ આયાત કરવામાં આવતું હોય છે ત્યારે આ તમામ વેપારીઓ દ્વારા જીએસટી નંબરવાળા બીલ સાથે ખરીદી કરવામાં આવતી ન હોવાની રાજ્ય કરવેરા વિભાગને ફરિયાદ એક નહીં અનેકકો મળેલી હતી જેના આધાર પર સ્ટેટ જીએસટી દ્વારા ગઈકાલે દરોડા પાડ્યા હતા જેમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી સામે આવી હતી. સંબંધિત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટી અધિકારીને આ અંગે બાતમી મળી હતી અને થોડા દિવસ પહેલા જ કલોલ શહેરમાં કાપડના શોરૂમ અને દુકાનો ધરાવતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

જીએસટી ના કાયદાનો ભંગ કરી ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી વગરના બીલ વાળો માલ ખરીદી તેમજ વેચાણ કરી જીએસટી ચોરી કરવામાં આવતી હોવાનું માલુમ પડ્યું હતું એટલું જ નહીં આ વેપારીઓ ને પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. કલોલમાં વેપારી જીનમાં આવેલા કોહિનૂર સહિતની દુકાનો પર જીએસટીના અધિકારીઓ ત્રાટક્યા હતા અને જીએસટી ચોરી કરી વસ્તુ લાવનાર અને તેનું વેચાણ કરનાર વેપારીઓમાં પણ ફકરાટ મચી ગયો છે.

દિવાળીના તહેવારમાં જીએસટી દ્વારા ભાવનગર, સુરત, અમરેલી, ગાંધીનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. બી ટુ સી ( બીઝનેશ ટુ ક્નઝ્યુમર) વેપારીને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ફટાકડા, આઇસ્ક્રીમ અને કાપડના વેપારીઓને ત્યાં દરોડા પાડીને કરચોરી પકડી પાડી છે. દરોડામાં બિનહિસાબી સ્ટોર અને બીલ વિના વેચાણના વ્યવહારો મળી આવ્યા છે. વેપારીઓ પાસેથી કુલ 3.28 કરોડની કરચોરી પકડાઇ છે. ભાવનગરમાં ફટાકડાના વેપારીઓને ત્યાંથી 1.72 કરોડ, સુરત ફટાકડાના વેપારીને ત્યાંથી 41 લાખ, અમરેલી આઇસ્ક્રીમના વેપારીને ત્યાંથી 30 લાખ અને ગાંધીનગર કપડાના વેપારીને ત્યાં 85 લાખની કરચોરી પકડાઇ છે.

કયા જિલ્લામાં કેટલી કરચોરી પકડાઈ ભાવનગર જિલ્લામાં 1.72 કરોડ ની કચોરી પકડવામાં આવી છે જ્યારે સુરત ખાતે 41 લાખ અમરેલી ખાતે 30 લાખ અને ગાંધીનગર ખાતે 85 લાખ રૂપિયાની કલચોરી સ્ટેટ જીએસટીએ પકડી પાડી છે. ત્યારે આગામી એક કે બે દિવસમાં હજુ પણ આ દરોડા ચાલુ રહે અને અન્ય વેપારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવે તેવું સ્પષ્ટ ચિત્ર ઊભું થયું છે. દિવાળી પૂર્વે તમામ સેન્ટ્રલ એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન નફો રડવા માટે વિભાગના અધિકારીઓ ગેરરીતી આચરતા હોય છે અને વગર બીલનો માલ લોકોને પધરાવી દેતા હોય છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:55 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech