3400 કરોડના ટાર્ગેટને પહોંચી વળવા માર્ચ એન્ડિંગ પૂર્વે સર્ચ ઓપરેશન કરવા નિર્દેશો મળ્યા હોવાનું આવ્યું સામે

રાજકોટ IT હવે અપનાવશે આક્રમક તેવર

સૌરાષ્ટ્રના મોટા માથા ઉપર તોળાતી તવાઈ : ભૂતકાળના દરોડાની જેમ કોઈ મોટું તીર લાગે તે માટે આવકવેરા વિભાગે શરૂૂ કરી કામગીરી


રાજકોટ તા. 22
કરચોરો પર આકરા પગલા લેવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે તવાઈ બોલાવવા માટે મહેનત કરી રહી છે એટલું જ નહીં આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સેન્ટ્રલ એજન્સીને પણ સ્પષ્ટ આદેશો કર્યા છે અને જે પણ કરચોરો સામે આવે તો તેના પર પગલાં લેવા માટેના સ્પષ્ટ હુકમ પણ કરવામાં આવ્યા હોવાનું વિવિધ સેન્ટ્રલ એજન્સીના સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી રાજકોટ વીંગ દ્વારા એક પણ પ્રકારના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું નથી જેને લઈને ઘણા ખરા પ્રશ્નો વિભાગ ઉપર ઉઠી રહ્યા છે. ત્યારે સંબંધ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગ હવે પોતાના આક્રમક તેવર દેખાડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
રાજકોટ આવકવેરા વિભાગને કુલ 3400 કરોડ રૂૂપિયાનો ટાર્ગેટ મળ્યો છે ત્યારે તેની પૂર્તિ કરવા માટે હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવું સ્પષ્ટ ચિત્ર આંખે વળગે છે. કારણ કે એ વાત તો સ્પષ્ટ છે કે જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તે માત્ર ને માત્ર ટેક્સની ભરપાઈ જે સામાન્ય કરદાતાઓ કરતા હોય તે મારફતે પૂર્ણ થાય તેમ નથી ત્યારે જે મોટા માથાઓ છે કે જેવો ખૂબ વ્યાપક પ્રમાણમાં કરચોરી કરતા હોય અથવા તો બેનામી વ્યવહારો કરતા હોય તેમના પર તવાઈ બોલાવવામાં આવે તો જ આંકડો મોટો બહાર આવી શકે અને ટાર્ગેટ પણ પૂર્ણ થાય તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ અને રાજકોટ આવકવેરા વિભાગની પરિસ્થિતિને ધ્યાને લેતા જે વાત સામે આવી રહી છે તેના પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કરચોરો પર હવે ગમે ત્યારે દરોડા પાડવામાં આવી શકે છે.
ત્યારે એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે આવકવેરા વિભાગ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા હવે આક્રમક મૂડમાં આવ્યું છે એટલું જ નહીં આ મુદ્દે અમદાવાદથી પણ ઘણા આદેશો તથા નિર્દેશો મળ્યા છે. જો આ વાત સાચી હોય તો આગામી દિવસોમાં જ સૌરાષ્ટ્રના મોટા માથાઓ પર આવકવેરા વિભાગની તપાસ તોળાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા સધન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે ચર્ચાએ જે જોર પકડ્યું છે તે મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીધામ અને મોરબીમાં સર્ચ ઓપરેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે એકમાત્ર રાજકોટમાં જ ઓપરેશન બાકી છે પરંતુ કોઈ નક્કર હિન્ટ અથવા તો કહી શકાય કે લીડ ન મળતા આજ દિન સુધી હજી દરોડા પાડવામાં આવ્યા નથી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:02 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm