83.6 ટકા મહિલાઓ દેખાવ અને સુંદરતા માટે લ્યે છે ઓછુ ભોજન

0
7570

ભોજન અરુચિ એ એક મનોદૈહિક બીમારી છે. જેમાં ભૂખ લગતી નથી. અને વ્યક્તિનું વજન ધીમે ધીરે ઘટવા લાગે છે. અન્ય કોઈ બીમારી વિના જ લોકોમાં ભૂખ ઓછી લાગવાની ખામી જોવા મળે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 83.6 ટકા મહિલાએ જણાવ્યું કે, તેઓ સુંદરતા અને દેખાવ માટે થઈને ઓછું ભોજન લ્યે છે.

મનોવિજ્ઞાન ભવનના છાત્રોએ ગૂગલ ફોર્મના માધ્યમ દ્વારા 621 લોકો પર એક સર્વે હાથ ધર્યો હતો. જેમાં 300 પુરુષો અને 321 મહિલાઓનો સમાવેશ થાય છે. આ સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે તમને વારંવાર ખાવાનું મન થાય છે ? તેના ઉત્તરમાં 69.1 ટકા પુરુષોએ હા કહી હતી. જયારે 30.9 ટકા મહિલાઓએ હા કહી હતી. 67 ટકા બહેનોએ કહ્યું હતું કે તેમને ભૂખ ના લાગતી હોઈ તેવું અનુભવાય છે. જયારે માત્ર 32.7 ટકા પુરુષોએ જ જણાવ્યું હતું કે તેમને ભૂખ ના લગતી હોઈ તેમ અનુભવાય છે. 60 ટકા મહિલાઓને વધુ ભોજન લીધા બાદ વજન વધી જવાનો ભય અનુભવાય છે. જયારે પૂછવામાં આવ્યું કે વજન વધી જવાની બીકે ઓછું ભોજન લેવાનું પસંદ કરો છો ? ત્યારે 74.5 ટકા મહિલાઓએ હામાં પ્રત્યુત્તર આપ્યો હતો. અને 25.5 ટકા પુરુષોએ પણ હા કહી હતી.

58.2 ટકા મહિલાઓએ કહ્યું કે, તેમની લાગણીઓ ખાવાની ટેવ પર અસર કરે છે. તેમજ 81.8 ટકા મહિલાએ વજન વધી જવાના ભયથી પોતાનું મન પસંદ મોજાંનો ત્યાગ કરી દીધો છે તેમ જણાવ્યું હતું. મહિલાઓમાં વધુ વજન વધી જશે તો કોઈ પસંદ નહીં કરે માટે પાતળા રહેવાની ઈચ્છા ના કારણે, અને ટીવી સીરિયલના લોકોને પોતાના રોલ મોડેલ માની એ પ્રમાણનું ફિગર રાખવાના ચક્કરમાં ઓવર ડાયેટિંગ કરે છે. જેના કારણે આ બીમારી થઇ શકે છે.