અડધા કરોડના વિદેશી દારૂનો નાશ કરતી અમદાવાદ પોલીસ

ઇન્ચાર્જ સયુંકત પોલીસ કમિશ્નર સેકટર 02, નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06, રવિ મોહન સૈની દ્વારા અપાયેલી સુચનાના આધારે જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ પેન્ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.
અમદાવાદ શહેરના ઇન્ચાર્જ સયુંકત પોલીસ કમિશ્નર સેકટર 02, નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશ્નર, ઝોન 06, રવિ મોહન સૈની દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 06 ના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઇડીસી વટવા, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારો દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, છેલ્લા એક વર્ષમાં પકડાયેલ આશરે અડધા કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં
આવેલ હતો.
વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની, સિટી એસડીએમ વસંતકુંવરબા તથા અમદાવાદના ઇન્ચાર્જ નશાબંધી અધિક્ષક આર.આર. ઠાકોર, ઝોન 06વિસ્તારના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી…
વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં મણિનગર પોલીસ સ્ટેશનના કુલ 30 ગુન્હાની વિદેશી દારૂની બોટલો 186 રૂ. 48,132/-, ઈસનપુર પોલીસ સ્ટેશનના કુલ 25 ગુન્હાની વિદેશી દારૂની 66 બોટલ, રૂ. 1,10,774/-, વટવા પોલીસ સ્ટેશનના કુલ 33 ગુન્હાની 5495 બોટલ, રૂ. 11,46,037/-, જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશનના કુલ 20 ગુન્હાની 1363 બોટલ રૂ. 3,41,741/-, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કુલ 62 ગુન્હાની 9399 બોટલ કિંમત રૂ. 14,66,177/-, દાણીલીમડા પોલીસ સ્ટેશનના કુલ 76 ગુન્હાની 7101 બોટલ રૂ. 13,77,497/-, નારોલ પોલીસ સ્ટેશનના કુલ 40 ગુન્હાની 1978 બોટલ રૂ. 4,93,120/- મળી, જે ડિવિઝન અને કે ડિવિઝનના કુલ સાત પોલીસ સ્ટેશન ના 286 ગુન્હાની 25,587 કુલ રૂ. 49,83,478/- ના વિદેશી દારૂનું રોલર ફેરવી અને નારોલ વિસ્તારમાં ચોસર ગામના સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો.
અમદાવાદ શહેરના ઝોન 06 વિસ્તારના સાતેય પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં પકડાયેલ અને નાશ કરવામાં આવેલ આશરે 286 કેસોના 25500 જેટલી વિદેશી દારૂની કુલ કિંમત આશરે અડધો કરોડ થવા જાય છે. આ પહેલા ગયા વર્ષે તા. 10.12.2023 ના રોજ ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો કિંમત રૂપિયા આશરે બે કરોડ સાઈંઠ લાખની કિંમતનો વિદેશી દારૂ, ભૂતકાળમાં નાશ કરવામાં આવેલ વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમ જનક નિકાલ કરવામાં આવેલ હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:36 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech