આંતરડા બહાર કાઢી નાખતો અજાણ્યો શખ્સ: ગંભીર હાલતમાં સિવિલમાં સારવાર હેઠળ
રાજકોટ મિરર, તા.1
રાજકોટ શહેર જાણે ગુન્હાનગરીમાં ફેરવાઈ ગયું હોય તેમ અહીં હવે રોજબરોજ ગંભીર ગુનાઓ બનાવવા લાગ્યા છે. હજુ તો શનિવારની રાત્રીના એક યુવાનની હત્યાના આરોપીને ભક્તિનગર પોલીસે ઝડપી લીધો છે અને પૂછપરછનો દોર શરૂૂ કરે તે પહેલા જ આજે ભગવતીપરા વિસ્તારમાં વધુ એક ખૂની હુમલાનો બનાવ બનવા પામતા પોલીસ દોડધામમાં પડી ગઈ છે ભગવતી પરાના બનાવવામાં કોઈ અજાણ્યા શખ્શે એક યુવાન પર છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખતા સનસનાટી મચી ગઈ હતી. બનાવની જાણ પરથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે. આ લખાય છે ત્યારે રાત્રીના એક વાગ્યે તેમની હાલત ગંભીર હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભગવતી પરા પાસે હાર્દિક ચૌહાણ નામના યુવાન પર કોઈ અજાણ્યા શખ્શે રેલવેના પાટા નજીક છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી હાર્દિક લોહીનીગળતી હાલતમાં ફસડાઈ પડ્યો હતો. દરમિયાન બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે લોહીથી લથબથ હાલતમાં હાર્દિકણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. હુમલાખોર અંધારામાં ઓગળી ગયો છે.
પોલીસે અજાણ્યા શોધખોળ આદરી છે. શહેરની શાંત પ્રજાને જાગૃત લોકો કહે છે કે શહેરમાં બુટલેગરોથી માંડીને અસામાજિક તત્વો તેમજ સામાન્ય તેમજ ખૂની હુમલા કરવા ટેવાયેલા શખ્સોને હવે પોલીસની કોઈ બીક રહી નથી. હાલતા,ચાલતા, ગમે ત્યારે, ગમે તેના પર ખુની હુમલા કરી નાસી જતા હોય પોલીસને ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા પડે તેવી સ્થિતિમાં બનાવ સ્થળે દોડવું પડે છે.
ત્યારે હાર્દિક ચૌહાણ ઉપર શા માટે હુમલો કરાયો ? તેમને કોઈની સાથે માથાકૂટ કે ડખો ચાલે છે કે શું ? હુમલાખોરનો શું આશય હતો ? વિગેરે બાબતે હાર્દિક ભાનમાં આવ્યા પછી જાણવા મળે તેવું પોલીસનું કહેવું છે.
